જળ સંચય ક્ષેત્રે group સભ્યોની કામગીરી
ભરકાવાડાના શ્રી કામરાજભાઇ ચૌધરીએ માધવી ડેરી ફાર્મ મુકામે ફેક્ટરી ના પતરા ઉપરથી પડતું વરસાદી પાણી જુના બોરવેલમાં ઉતાર્યું છે
મેમદપુર ના મનુભાઈ એ પોતાના ખેતરમાં જુના કુવા રિચાર્જ કરવાનું કામ શરૂ કર્યું છે
બનાસકાઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના માત્ર ૨૫૦૦ થી ૩૦૦૦ ની વસ્તી ધરાવતા રાનોલ ગામવાસીઓ એ લોકભાગીદારી પાંચ નવા તળાવોનું નિર્માણ કર્યું છે. ગામલોકો દ્વારા તળાવ નિર્માણ માટે કુલ રૂ ૧૦,૦૦,૦૦૦/- જેટલો માતબર લોકફાળો એકઠો કરવામાં આવ્યો છે. દાતાશ્રી દ્વારા JCB મશીન અને અન્ય જરૂરી સાધનસામગ્રી પુરી પાડી હતી .
મામવાડાના શ્રી સરદારભાઈ ચૌધરી એ આજથી ૧૫ વર્ષ પહેલા વરસાદી પાણીનો સંચય પોતાના જુના બોર કુવામાં કર્યો હતો જેનો ફાયદો તેમને મળી રહ્યો છે. આ ઉપરાંત તેઓ પોતાના ૧૦ વર્ષ થી બંધ પડેલ બીજા બોરમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કામ પૂર્ણ કર્યું છે.
ધી ધનલક્ષ્મી હોસ્ટેલ ધાનેરાના ગેનાભાઈએ ઉચાઇ ઉપર આવેલ રોડ ઉપર એકઠું થતું વરસાદી પાણી પોતાના ખેતરના બંધ પડેલ બોર અને કુવામાં ઉતારવાનું શરૂ કરવાની કામગીરી પૂર્ણ કરી છે.
વડગામના નિતીન પટેલે પોતાના ખેતરની નવી જમીન ને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવી વ્યવસ્થા હેતુ ખેતીની જમીન નું લેવલ કરાવ્યું છે જે ખેત તલાવડી તરીકે પણ કાર્ય કરશે .
પાલનપુર તાલુકાના માલાણા ગામના વતની શ્રી પ્રવીણભાઈ એ લોકડાઉનનો સદુપયોગ કરી પોતાના કુટુંબણા સભ્યો સાથે મળી તેમજ youtube માંથી વિડીયોનો સહારો લઈ પોતાનો જુનો કુવો વરસાદી પાણી થી રિચાર્જ કરવાનો પ્રયત્ન કરેલ છે
ભરુચ જીલ્લાના પારખેટના શ્રી ધવલસિંહ ચૌહાણે બફર ઝોન Structure વિકસાવી જળસંચય નું ઉદાહરણરૂપ કામગીરી કરી રહ્યા છે .,