જળ સંચય અને ભૂગર્ભ જળ ના મહત્વ બાબત જન જાગૃતિ કેળવવી.
વઘુ મા વધુ લોકો જળ સંચય નું મહત્વ સમજી તેનો અમલ કરી શકે તે હેતુ ટેકનીકલ માર્ગદર્શન હેતુ સમયાંતરે જળ સંચય અને ભૂગર્ભ જળ સાથે સંકળાયેલા તજજ્ઞો ને આમંત્રણ આપી સેમિનાર નું સમયાંતરે આયોજન કરવું.
કોઈક સ્થળે જળ સંચય નો demo બનાવવો જેથી લોકો રૂબરૂ જોઈ જળ સંચય ની પદ્ધતિ ને સારી રીતે સમજી શકે.
જે સ્થળે જળ સંચય ના સફળતા પૂર્વક કાર્યો થયા છે કે થઈ રહ્યા છે તેવા સ્થળોની અભ્યાસ મુલાકાત ગોઠવવી.
સરકાર શ્રી તરફથી આ બાબતે શું સહાય મળી શકે તે બાબતની જાણકારી મેળવવી.
આ group ના તમામ સભ્યો દ્વારા વધુ મા વધુ લોકો આ group માં જોડાઈ જળ સંચય નું મહત્વ જાણતા અને સ્વીકારતા થાય એ માટે પ્રયત્નશીલ રહેવું.
જળ સંચય સાથે સંકળાયેલા NGO અને તજજ્ઞો પાસેથી જાણકારીઓ મેળવતા રહેવું.
જળ-સંચય ના સાર્વજનિક કાર્યો લોકભાગીદારી થી સામૂહિક રીતે કરવાના ફાયદા લોકો સમજતા થાય તેવા પ્રયત્નો કરવા.
આવનાર સમયમાં પાણીની સમસ્યા વિકરાળ બનવાની છે એ સનાતન સત્ય છે તેને સ્વીકારી આપણે સૌ સાથે મળી આપણા માટે નહી પણ આપણી આવતી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે શું યોગદાન આપી શકીએ એ સારી રીતે સમજી એ માટે પ્રયત્નશીલ રહીએ..