Latest Update – Vadgam Antimdham Renovation Project

antimdham-1

અંતિમધામ અપડેટ : ( ૦૧.૧૨.૨૦૧૭ )

અંતિમધામમાં નાના એવા સરસ બગીચાનું નિર્માણ કર્યુ છે. આશા છે કે થોડા સમયબાદ તે પૂર્ણ વિકસિત થઈ જશે. અતિંમધામની કોટની દિવાલોને ખાસ કરીને અંદરની સાઈડને તેમજ ધર્મશાળાને બહારની સાઈડે તેમજ અન્ય જરૂરી જગ્યાએ કલરકામ કરવામાં આવેલ છે. બાથરૂમમાં એસ.એસના નળ નાખીને બાથરૂમને સંપૂર્ણ સુવિધાયુકત અને ઉપયોગી બનાવી દેવામાં આવ્યું છે. ચોમાસામાં રોપવામાં આવેલ રોપાઓ તંદુરસ્ત રીતે વિકસી રહ્યા છે. વડગામ દૂધમંડળીના સહકારથી જરૂરી લકડાઓની સુરક્ષા માટે શેડનું કામ નિર્માણાધીન છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. તાજેતરમાં પૂજ્ય મોરારી બાપુએ માનસ મસાન કથામાં જણાવ્યું કે અંતિમધામ એ એક એવી જગ્યા છે જ્યાં દરેક પ્રકારના પવિત્રકાર્યો પણ થઈ શકે માટે જ વડગામના સ્થાનિક ભજનિકોના સહકારથી એક ભજનસંધ્યાનો કાર્યક્ર્મ અંતિમધામમાં યોજવાનો વિચાર છે.

સ્મશાનમાં તો મહાકાલ બિરાજે છે તો ત્યાં જવામાં ભાય શું કામ રાખવો?

 

અંતિમધામ અપડેટ : ( ૦૫.૦૯.૨૦૧૭ )

અંતિમધામમાં રોપવામાં આવેલ વૃક્ષો સરસ ચોંટી ગયા છે અને સારી રીતે ઉછરી રહ્યા છે. ચોમાસાને લીધે  વડગામ અંતિમધામમાં ત્રીજા ચરણનું બાકી  કામકાજ હાલમાં સ્થગિત છે. લગભગ દિવાળી પછી બાકી જરૂરી કામ પૂર્ણ કરવાની શરૂઆત કરવામાં આવશે. ભારે વરસાદને કારણે અંતિમધામ સંકુલમાં ઘાસ (આળો) અને વેલા પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળ્યા છે જે કદાચ ફરીથી ટ્રેકટરનો ઉપયોગ કરીને દૂર કરવા પડશે. ન્હવા-ધોવા માટે બાથરૂમ સાથેની પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે.

દિવાળી પછી બાકી કામો જેવા કે જલાઉ લાકડા માટેના સ્ટેન્ડ ઉપર શેડની વ્યવસ્થા તેમજ મૃતદેહને મુકવા માટે વિશેષ ઓટલો, બહારની જગ્યામાં આવેલી સ્મશાન સગડી ને પિલર ઉપર લેવી, કોટ નું કલર કામ , કોટ ઉપર સુવાક્યો ,ધર્મશાળાનું રીપેરીંગ, વગેરે કામો પૂર્ણ કરવાની શરૂઆત કરવામાં આવશે.

રોપેલ ઝાડવાઓ તેમજ બીજા વિસ્તરેલા વૃક્ષોને જરૂરી ટ્રીટમેન્ટ તેમજ બાગાયતી કામની શરૂઆત ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલમાં આપણી પાસે અંદાજીત રૂ. ૪૩,૦૦૦ જેટલુ ભંડોળ જમા છે એટલે શક્ય એટલા કામો પૂર્ણ કરવાના પ્રયાસો વર્ષાંત સુધીમાં કરવામાં આવશે.

 

હાલમાં અંતિમધામ રીનોવેશનના  હિસાબોની કામચલાઉ માહિતી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલી છે. સંમ્પૂર્ણ હિસાબી માહીતી કામ પૂર્ણ થયે જાહેર કરવામાં આવશે.

 

૨૭.૦૫.૨૦૧૭

અંતિમધામ અપડેટ :

દાતાશ્રીઓના મુખ્ય સહયોગ, નામી-અનામી અનેક લોકોના શ્રમદાન અને સમય દાન તેમજ તત્કાલીન વડગામ ગ્રામપંચાયત પૂર્વ સરપંચ શ્રી મોઘજીભાઇ આર. ડેકલિયા તેમજ ગ્રામપંચાયત સભ્યશ્રીઓના જરૂરી સહ્કાર થકી વડગામ અંતિમધામ રીનોવેશનનું પ્રથમ બે ચરણ નું કાર્ય આપણે સૌ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા. આ જગ્યા ગામનું સારું દેખાય એવી અને જરૂરી સુવિધાયુક્ત તો બની જ ગઈ છે. ત્રીજા ચરણમાં આ ચોમાસામાં વડગામ અંતિમધામમાં યોગ્ય ઉપયોગી અને સુંદર વૂક્ષો રોપવામાં આવશે તેમજ મુખ્ય ઓટલા ઉપર ફૂલઝાડ ના કુંડાઓ પણ મુકવામાં આવશે જેથી આ જગ્યા થોડી Green Zone માં આવે. આ અંગે આ ક્ષેત્રના જાણકાર તજજ્ઞની સેવા લેવામાં આવશે જેથી કરીને યોગ્ય વ્રુક્ષો જરૂરી માવજત થકી સફળતાપૂર્વક ઉછેરી શકાય તેમાં થોડોક ખર્ચો કરવો પડે તો કરીએ પણ સારા વ્રુક્ષો ઉછેરવાનો પ્રયત્ન યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવો છે . મૃતદેહને મુકવા માટે વિશેષ ઓટલો, બહારની જગ્યામાં આવેલી સ્મશાન સગડી ને પિલર ઉપર લેવી, ઓરડી શેડ ની બહારનો ઓટલો સુવ્યવસ્થિત કરવો , જલાઉ લાકડા માટેના સ્ટેન્ડ ઉપર શેડ , કોટ નું કલર કામ , કોટ ઉપર સુવાક્યો વગેરે કામગીરી પૂર્ણ કરવાના પ્રયત્નો ત્રીજા ચરણમાં કરવામાં આવશે. અંતિમ અને ચોથા ચરણમાં સ્મશાન છાપરી નું કામ બાકી રહે છે જે માટે તા. ૨૧.૦૫.૨૦૧૭ ના રોજ મળેલ મિટીંગમાં થયેલ ચર્ચા મુજબ વડગામના યુવા અગ્રણી શ્રી હિતેશભાઈ પી. ચૌધરી પોતાના બનતા પ્રયત્નો થકી સ્મશાન છાપરી માટે નિયમ મુજબ સાસંદ કે ધારાસભ્ય ની ગ્રાન્ટ મેળવવા પ્રયત્નો કરશે અને એ કામ પણ પૂર્ણ થશે. આમ અપ સૌ ગ્રામજનો નાં સાથ-સહકારથી અંતિમધામ નવનિર્માણ નું કામ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.

૧૩.૦૪.૨૦૧૭

અંતિમધામ અપડેટ :

બીજા ચરણ નું કામ ગ્રામીણ કારીગરો ની આળસ અને અમારા સમય નાં અભાવે મંથર ગતિ એ ચાલી રહ્યું છે જો કે એ પૂર્ણતા ને આરે છે. થોડીક કરકસર નો પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકો જોડે કામ કરવામાં થોડી અગવડતા પડી રહી છે તેમ છતાં આ બધી બાબતો ને પચાવી ને આપણે જરૂરી સુવિધાયુક્ત અંતિમધામ રીનોવેશનનું કામ દાતાશ્રીઓ નાં સહયોગથી પૂર્ણ કરવાના આરે છીએ..!! ભૂગર્ભ ટાંકી , બાથરૂમ નું કામ પાઈપ ફીટીન્ગ્સ,ટાઈલ્સ અને જરૂરી રીપેરીંગ સાથે લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે તેના રક્ષણ માટે કોટ ઉપર જાળી ફીટીંગસ નું કામ આપી દેવામાં આવ્યું છે.. સ્મશાન પરીસર માં વાહન લઇ જવા લાવવા માટે નો ગેટ તૈયાર થઈ ચૂક્યો છે. લગાવવાનો બાકી છે. ધર્મશાળા ઉપર નાં ઊડી ગયેલા પતરા ગોઠવવા , બાથરૂમ કોટ જાળી અને વાહન લઇ જવા લાવવા માટે નો ગેટ નું કામ આપી દેવામાં આવ્યું છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

સ્મશાન સગડી ને વ્યવસ્થિત પિલર ઉપર ગોઠવવામાં આવશે, સ્વચ્છતાનો જરૂરી ખ્યાલ રાખવામાં આવી રહયો છે એ બાબત માં તાજેતર માં જે લોકોએ પોતાના સ્વજનો નાં અંતિમ સંસ્કાર આ જગ્યાએ કર્યા તેઓએ આ બાબતનો ખ્યાલ રાખ્યો છે જે એક સારી બાબત ગણી શકાય. ધીમે ધીમ લોક જાગૃતિ આવી રહી છે. સમય ચોક્કસ લાગશે પણ લાંબા ગાળે સારા પરિણામ મળશે તેવી અપેક્ષા છે .

યોગ્ય બેઠક વ્યવસ્થા અને ચોમાસા માં નવીન ઝાડવાઓનું વાવેતર કરવામાં આવશે. વડગામ ગ્રામ પંચાયતે અંતિમધામમાં મીટર estimate અને મીટર બીલ ભરવા માટે અગમ્ય કારણોસર પોતાની અસહમતી દર્શાવી છે. રીનોવેશન બાદ પણ આ જગ્યાના મીટર બીલ અને સુરક્ષા વગેરે બાબતે વાર્ષિક ઓછામાં ઓછી અંદાજીત રૂ. ૧૫૦૦૦ / જેવી રકમ નિયમિત ઉપલબ્ધ થાય તેવી કોઈ વ્યવસ્થા પણ વિચારવી પડશે. પડકારો અનેક છે પણ દાતાઓના સહયોગથી ગામમાં એક સારું કાર્ય થઇ રહ્યાનો તેમજ ગામનું સારું દેખાય તે બાબતનો આનંદ પણ એટલો જ છે.

સ્મશાનઘર , ધર્મશાળા વગેરે રીનોવેશન માટે સરકાર માંથી ગ્રાન્ટ મેળવવાના પ્રયત્નો ચાલુ છે….!!

સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ દાતાશ્રીઓની યાદી અંતિમધામ માં મુકવામાં આવશે….!!

 

૦૧.૦૩.૨૦૧૭

પ્રથમ ચરણનુ કામ પૂર્ણ થયા બાદ બીજા ચરણમાં વડગામ અંતિમધામ રીનોવેશન પ્રોજેક્ટ એક મહિનાથી વડગામ માં અતિ લગ્નપ્રસંગો ના લીધે પરચૂરણ કામ સિવાય લગભગ સ્થગિત હતો. હવે અન્ડર ગ્રાઉન્ડ ટાંકી અને બાથરૂમમાં ટાઈલ્સ ફીટીંગ માટે જરૂરી ટાઈલ્સ અને લાઈટ ની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કારીગરોના આજ આવું કાલ આવું ના વાયદાઓ વચ્ચે કામ થોડું મોડું જરૂર થઇ રહ્યું છે પણ જેમ બને તેમ બાથરૂમ-અન્ડર ગ્રાઉન્ડ ટાંકી ટાઈલ્સ , બાથરૂમ ની છત ઉપર ચાઈના ટાઈલ્સ ફીટીંગ ઓવર હેડ ટાંકી , પાઇપ લાઈન , જાળી, મુખ્ય દરવાજા નુ ફીટીંગ એમ સંપૂર્ણ સુવિધા યુક્ત ન્હાવા –ધોવા માટેના સાત બાથરૂમ તૈયાર કરી બીજા ચરણ નુ કામ પૂર્ણ કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને જલ્દી આ બીજા ચરણનું કામ પણ પૂર્ણ થશે.

વડગામ અંતિમધામમાં મીટર, સુવિધાયુક્ત નવીન સ્મશાન સગડી, જંગલ વિભાગ દ્વારા વૃક્ષોના વાવેતર માટે જરૂરી પેપરવર્ક પૂર્ણ કરવામાં આવ્યા છે અને આગળની વહીવટી કાર્યવાહી ચાલી રહી છે.

સમયના અભાવે થોડુક મોડું થાય છે પણ ગામમાં એક સારૂ કાર્ય પૂર્ણ કરવા તરફ દાતાશ્રીઓના દાનના સહયોગ, વડગામ ગ્રામ પંચાયત ના વહીવટી સહયોગ તેમજ સૌના સાથ સહકારથી ધીમી પણ મકકમ ગતિ એ આપણે આગળ વધી રહ્યા છીએ અને ફૂલ નહિ તો ફૂલની પાંદડી સ્વરૂપે આપ સૌ ના સમય, શ્રમ અને આર્થિક સહયોગ થકી ઉત્તમકાર્ય પૂર્ણ કરવામાં આપણે સૌ નિમિત બનીશું તે આપણા સૌના માટે આત્મિક સંતોષ ની ઘટના હશે.

આપણી શરૂઆતના પગલે વડગામ પશ્વિમ વિસ્તાર માં માર્કેટયાર્ડ પાસે આવેલ અંતિમધામ રીનોવેશન નુ કાર્ય પણ આપણા ગામના તે વિસ્તાર ના લોકો દ્વારા હાથ ધરવાના પ્રયત્નો આરંભાયા છે તે ગામ માટે સુખદ સમાચાર છે.

 

૨૬.૦૧.૨૦૧૭

મુંબઈ સ્થિત વડગામના વતની અને વ્યવસાયે પ્રસિધ્ધ આર્કિટેક્ટ શ્રી દિલિપભાઈ મેવાડા દ્વારા જગાણા સ્થિત અંતિમધામની મુલાકાત લઈ વડગામ અંતિમધામની મુલાકાત લેવામાં આવી હતી. ચાલી રહેલા અંતિમધામ પ્રોજેક્ટ અંતર્ગત યોગ્ય ડિઝાઈન માટે તેઓશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તથા અંતિમધામની જગ્યાનો આયોજન મુજબ યોગ્ય ઉપયોગ થઈ શકે તે રીતે નવિન ડિઝાઈન તૈયાર કરવાની તેઓશ્રી દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી.

વડગામ ગ્રામજનો દ્વારા જગાણા મુકામે સ્થિત સુવિધાયુક્ત અંતિમધામની અભ્યાસ મુલાકાત શ્રી હિતેશભાઈ પી. ચૌધરીના પ્રયત્નોથી તા.૧૫.૦૧.૨૦૧૭ના રોજ કરવામાં આવી. આ મુલાકાત પ્રસંગે વડગામથી ગ્રામજનોને જગાણા લઈ જવાની અને પરત લાવવાની વાહનની વ્યવસ્થા શ્રી રતુજી મદાજી સોલંકી, શ્રી કમલેશભાઈ લક્ષ્મણભાઈ ડેકલીયા, શ્રી મોઘજીભાઈ બી. ધુળિયા દ્વારા પોતાના અંગત માલિકીના વાહનો દ્વારા પુરી પાડવામાં આવી હતી.

શ્રમદાન મહાદાન ઉક્તિને સાર્થક કરતા લક્ષ્મણપુરા (વડગામ) તેમજ વડગામ ગામના ના યુવાનો અને વડીલો દ્વારા ત્રણ કલાક ના શ્રમદાન થકી અસ્તવ્યસ્ત પડેલા લકડાઓને યોગ્ય જગ્યાએ ગોઠવવાનું શ્રમદાન કરવામાં આવ્યું.

શ્રી મોહનભાઈ રામાભાઈ પ્રજાપતિ, શ્રી દલુજી રાજપૂત, શ્રી મનુભાઈ માધાભાઈ પ્રજાપતિએ પોતાના અંગત માલિકીના ટ્રેકટરનો  અંતિમધામ જમીન લેવલીંગ માટે અંદાજીત બે કલાક સુધી ઉપયોગ કરી કોઈ પણ ખર્ચ લીધા સીવાય સેવાકિય કાર્ય કર્યુ.

પાલનપુર સ્થિત વડગામના સીવિલ એન્જિનિયરશ્રી જશુભાઈ ભેમજીભાઈ ધુળિયા દ્વારા વડગામ અંતિમધામના ચાલી રહેલા રીનોવેશન કાર્ય અંતર્ગત એસ્ટિમેન્ટ શીટ તૈયાર કરી આપવામાં આવી હતી.

તત્કાલિન વડગામ ગ્રામપંચાયતના સરપંચ શ્રી મોધજીભાઈ આર. ડેકલીયા તેમજ તત્કાલિન કમીટી સભ્યશ્રીઓ એ અંતિમધામમાં પાણીની પાઈપ નંખાવી પાણીની તેમજ લાઈટની સુવિધા ઊપલબ્ધ કરાવી હતી.

૦૨.૦૧.૨૦૧૭

તા. ૦૧.૦૧.૨૦૧૭ નાં રોજ વડગામ અંતિમધામ મુકામે સૌ નાં સાથ સહકારથી સંયુક્ત પ્રયત્નો થકી ચાલી રહેલા અંતિમધામ રીનોવેશન કાર્ય બાબત મળેલ સમીક્ષા બેઠકમાં નીચેના મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી.

  • નવીન સ્મશાન છાપરી અને સ્મશાન સગડી માટે શક્ય સરકારી ગ્રાન્ટ મેળવવાનાં પ્રયત્નો કરવામાં આવશે.
  • જેમ બને તેમ ત્વરિત ધોરણે પાણી સાથે બાથરૂમની વ્યસ્થાનું કાર્ય પૂર્ણ કરવું.
  • અંતિમધામની જગ્યાનો ઉપયોગ કરતી વખતે જરૂરી સ્વચ્છતા જળવાય તે અંગે ઉપસ્થિત દરેક સમાજનાં પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી.
  • પાણી અંતિમધામનાં દરેક ખૂણા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મુખ્ય પોઈન્ટથી પીવીસી પાઇપલાઈન દ્વારા અંતિમધામ નાં દરેક ખૂણા સુધી પાણી નાં પોઈન્ટ આપવા જેથી જરૂરિયાત મુજબ સરળતાથી પાણી નો ઉપયોગ કરી શકાય.
  • અંતિમધામમાં તેમજ અંતિમધામની અડીને આવેલા ગોસ્વામી સમાજનાં સમાધિ સ્થળ માં મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય હાથ ધરવું જેથી અંતિમધામ માં જરૂરી લાકડા ઉપલબ્ધ કરાવી શકાય.
  • અંતિમધામ નાં ઉપયોગકર્તા જે પણ લોકો પાસે ટ્રેક્ટર જેવા અંગત માલિકી નાં વાહનો ઉપલબ્ધ છે તેઓને સમય અને સંજોગ અનુસાર અંતિમધામમાં ટ્રેક્ટરનાં માધ્યમથી જરૂરી સાફસફાઈનાં કામ હેતુ ડીઝલ ખર્ચથી અથવા ફ્રી ઓફ કોસ્ટ સેવા આપવા રજૂઆત કરવી .
  • લાકડા મુકવા માટે જે લોખંડ નું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તેની ઉપર પતરાનો શેડ બનાવી શકાય.
  • વડગામમાં આવેલ બેન્સા  વાળાઓ નો સંપર્ક કરવો .અંતિમધામ માં જરૂરી લાકડા મેળવવાની ત્યાંથી પણ વ્યવસ્થા થી શકે ખાસ કરીને ચોમાસા જેવી ઋતુમાં.
  • ૧૫.૦૧.૨૦૧૭ નાં રોજ જગાણા સ્થિત સુવિધાયુક્ત અંતિમધામ ની અભ્યાસલક્ષી મુલાકાત લેવી જેથી વડગામ અંતિમધામ રીનોવેશન માટે જરૂરી માર્ગદર્શન તેમજ યોગ્ય આયોજન ગોઠવી શકાય

વડગામ અંતિમધામ રીનોવેશન પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી સૌના સાથ સહકારથી પૂર્ણ થયેલ કાર્યોની યાદી .

૧. ગ્રામપંચાયતની પાઇપલાઈન નખાવીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી.

૨. Street Light ની વ્યવસ્થા કરવામાં આવી.

૩. લાકડા મુકવા માટેનું લોખંડ નું સ્ટેન્ડ મુકવામાં આવ્યું.

૪. લાકડાઓ ની યોગ્ય અને વ્યવસ્થિત જગ્યાએ ગોઠવણી કરવામાં આવી.

૫ JCB નો ઉપયોગ કરીને બિન-જરૂરી જાળા અને નડતરરૂપ વસ્તુઓ દૂર કરી સમગ્ર સંકુલ ને ખુલ્લું કરવામાં આવ્યું.

૬. કચરાનો નિકાલ કરવામાં આવ્યો.

૭. રૂમ અને બેઠક ખંડ માંથી નડતર રૂપ લાકડાઓ દૂર કરી સાફ સફાઈ કરવામાં આવી.

૮. લીમાંડાઓ અને અન્ય છોડવાઓની બિનજરૂરી અને નડતરરૂપ શાખાઓનું કટિંગ કરી પાણી આપવામાં આવ્યું.

૯. ટ્રેક્ટર અને JCB નાં ઉપયોગ થકી જમીન ને સમતલ કરવામાં આવી.

૧૦. સંકુલની દેખરેખ માટે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી.

હાલ ૩ ટેન્કર ની કેપેસિટી ધરાવતા ભૂગર્ભ ટાંકીનું કામ પૂર્ણતાનાં આરે છે અને ૭ થી આઠ બાથરૂમ અને ઓવરહેડ ટાંકીના રીનોવેશન નું કામ શરૂ થવા જઈ રહ્યું છે .