મગરવાડા

મગરવાડા પણ એને મગર સાથે કંઈ લેવાદેવા નથી. વાસ્તવમાં મારુ-ગુર્જર બોલીમાંમગરો એટલેટેકરો,મગરી એટલે ટેકરી. મગરવાડા એટલે ટેકરા કે ટેકરીઓ ઉપર વસેલું ગામ. આ વાસ્તવમાં સત્ય પણ છે. જૂનું ગામ પેચાં મા (ચામુંડા માતા)ના ટેકરા પાસે વસેલું હોય એવા અવશેષ ત્યાંથી મળે છે. નવું ગામ પણ અનેક નાના નાના ટેકરાઓ ઉપર જ વસેલું છે.