મેડિક્લ માર્ગદર્શન

લૂ ના લક્ષણો
વધારે પડતો તાવ 104 degree temp
ઉબકા, ઉલટી થવી
ચક્કર આવવા, થાક લાગવો, આંખે અંધારા આવવા, ચામડી લાલ થવી, પરસેવો ન આવવો
Treatment
પાણી વધારે આપવું
પ્રવાહી જેમકે લીંબુ પાણી છાશ કેરીનો બાફલો નારિયેળ નું પાણી વગેરે
ડુંગળી કોંથમી આંબલી વધું સારી
જરૂર પડ્યે symptomatic treatment

ગરમી થિ બચવું ઠંડા વાતાવરણ મા રહેવું જેમકે AC COOLER પંખા નીચે આરામ કરાવો
લગભગ સામાન્યતયાં 3 થિ 5 દિવસમાં લૂ માથી સારાં થાઈ જવાય
સિઝનલ ફલૂ લક્ષણો
ઠંડી લાગી તાવ આવવો, કફ, નાક માથી પાણી વહેવું માથું દુખવું થાક લાગવો છીન્કો આવવી
સારવાર
સામાન્ય તયાં રૂટિન સારવાર લાઇ શકાય
કોરોના લક્ષણો
ઉપરોક્ત લક્ષણો સિવાય મુખ્યત્વે
સૂકી ખાંસી, નાક ભારે લાગવું . કારણ વગરનો બહુ જ થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવિ આ લક્ષણો વિશેષ મા જોવા મલેશે
કોરોના નું મુખ્ય કારણ
Traveling history અથવા contact history હોવી જરૂરી છે
જો ઉપરોક્ત history ન હોય અને ફલૂ ના લક્ષણો જણાતા હોય તૌ ડરવાની જરૂર નથીં

-ડૉ. અલ્પેશભાઈ જોષી (વડગામ આર્યુવેદ હોસ્પિટલ)

 

લું લાગે એમાં પણ તાવ આવતો હોય છે…. અંગતોડ થાય…. તાવ માં temprature વધારે લાગે… ઘણી વાર ઝાડા પણ થઈ જાય….. આંખો માંથી પાણી આવે….

હવે વાત કોરોના અને સિઝનલ ફ્લૂની…

લગભગ સામાન્ય રીતે લક્ષણો સરખા લગતા હોય છે…

શરદી, ખાંસી, નાકમાંથી પાણી વહે, ગલા માં બળતરા અને જીર્ણ તાવ રહે…

હવે વાત ફરક નો…
સામાન્ય ફ્લૂ સામાન્ય સારવાર ને કારણે લગભગ બે કે ત્રણ દિવસ માં ઠીક થવા લાગે… પેશન્ટ ફિલ બેટર…. અને એમાં તાવ નો ગરમાવો સામાન્ય હોય…

કોરોના માં તાવ ની માત્રા વધારે હોય છે… ૧૦૧ ડિગ્રી થી ઉપર રહે… સામાન્ય કે જે ફ્લૂ માં આપવામાં આવે એ દવા ને એ રિસ્પોન્સ ના આપે…

ધીમે ધીમે એટલે કે ત્રણ ચાર દિવસ માં તમને હાંફ જેવું લાગે… આ લક્ષણ સામાન્ય ફ્લૂ માં નથી હોતું….

સામાન્ય વાઇરલ કે ફ્લૂ તમને ૨ થી ૩ દિવસ માં સારું ફિલ કરાવે… પણ જો એ ત્રણ દિવસ પછી પણ તમને તકલીફ એટલી જ કા તો વધારે લાગે તો કોરોના ની સંભાવના વધી જતી હોય છે…..
એ વ્યક્તિ વ્યક્તિ પર આધાર રાખી શકે…

પાતળો માણસ હોય અને તાવ ખુબ આવે તો ધ્રુજારી આવે… એને generaly બધા ઠંડી કેતા હોય…

જાડો માણસ હોય તો એ બધું થવાની સંભાવના ઘટી જય

ડૉ. અંકિત પટેલ (ગુરૂકૃપા હોમિયોપેથી)

 

(1) અત્યારે સીઝનલ ફલૂ એટલે કે એલર્જીક શરદી ખાંસી થતી હોય.. જેમ કે વાતાવરણમાં બદલાવ આવે.. કોઈ dust ઉડે.. એના કારણે..
(2) લુ ના લક્ષણો માં તાવ આવે.. અશક્તિ આવે.. તરસ વધુ લાગે.. ઊંઘવાની ઈચ્છા વધુ થાય..
સીઝનલ ફલૂ માટે ટ્રીટમેન્ટ માં લક્ષણો પ્રમાણે સારવાર કરાવવી.. પણ ઘરગથ્થું ઉપચાર માં હું સલાહ આ રીતે આપું છું… એક ગ્લાસ પાણી..5 પાન તુલસી..5 મરી ના દાણા..5 લવિંગ.. થોડોક ગોળ..10 મિનિટ ઉકળવા દો.. પછી 2 ચમચી સવાર સાંજ પી શકાય..ગરમ પાણી પી શકાય.. ફ્રીઝમાં પડેલ ફળફળાદી અડધો કલાક બહાર રાખ્યા પછી ખાવા.. ઠંડી છાછ ના પીવી… ને સાથે તાવ આવતો હોય તો.. paracetamol ગોળી લેવી..
લુ ના લક્ષણો જણાય તો ,, એમાં ઠંડક માં રેહવું.. પાણી વધુમાં વધુ પીવું… લીંબુ સરબત દિવસ માં જેટલું પી શકાય તેટલું પીવું… આરામ વધુ કરવો.. તાવ માટે paracetamol ગોળી લઈ શકાય..
કોરોના ના લક્ષણો તો આપણને ખબર જ છે…
કોરોના થી બચવાના મારા દ્રષ્ટિકોણ થી તો ત્રણ જ સરળ ઉપાય છે…. (1)સ્વયંભૂ શિસ્ત… (2)રોગપ્રતિકારક શક્તિ….(3)માનસિક હતાશા થી દુર રેહવું..
કોરના ના લક્ષણો હોય તો પણ સ્પેશિયલ કોઈ ટ્રીટમેન્ટ અત્યારે નથી.. કહ્યું એ પ્રમાણે ઉકાળો.. ગરમ પાણી… વિટામીન c ની ટેબ્લેટ..(લીંબુ સરબત).. tab. zink 20 mg ની એક ગોળી 10 દિવસ લેવી.. ને આરામ.. વધુ લક્ષણો જણાય તો તરત ડોક્ટર શ્રી નો સંપર્ક..

ડૉ. કમલેશભાઇ ચૌધરી (શૈશવ હોસ્પિટલ, પાલનપુર)

 

આ સીઝ્નમા સનસ્ટોકમા સામાન્ય તાવ આવે છે અને કોરોના એ અલગ વસ્તુ છે એમાં વધુ તાવ અને ગળાનું ઇનફેક્શન થાય. સમાન્ય તાવ સામન્ય રીતે પાંચ દિવસ રહેતો હોય છે અને એમા દવા તરીક નોર્મલ PCM લઈ લેવાની. તાવ આવેલ વ્યક્તિ કોરોના અસરવળા વિસ્તારમાંથી આવેલ ન હોવો જોઈએ. સામાન્ય તાવમાં ઠંડી લાગતી નથી. અત્યારે કોરોના ન હોય અને સામાન્ય તાવ હોય એવા ઘણા દર્દીઓ પણ આવતા હોય છે. સામાન્ય તાવમાં શરીરમાં કળતર જેવું પણ જણાંતુ હોય છે અને સામાન્ય અશ્ક્તિનો અનુભવ થતો હોય છે.

ડૉ. રાકેશ્ભાઈ મક્વાણા (વડગામ)

 

લૂ લાગે તો તાવ સાથે શરીરમાં નબળાઈ અને ઘણીવાર diarrhoea પણ થતા હોય છે
કોરોનાના લક્ષણ પણ સીઝનલ ફ્લુ જેવા જ હોય છે પણ સાથે વધુ ફરિયાદમાં માથાનો દુખાવો અને શ્વાસમાં તક્લીફ પડવી જેવા લક્ષણો વધુ જોવા મળતા હોય છે. દરેક ફ્લુનો દર્દીની ત: travelling history કે કોરોના દર્દીના સંમ્પર્કમા હોય તો જ કોરોના ઓપીડીમાં બતાવવું હિતાવહ છે.

ડૉ. અતુલભાઈ ચૌધરી ( સ્પર્શ ક્લિનિક ડિસા)