ચોમાસુ – ૨૦૧૮

weather

૨૫.૦૯.૨૦૧૮

ગઇ સાલ ૨૦૧૭માં વડગામ પંથકમાં ૧૮૦ ટકા વરસાદ નોંધાયો હતો એટલે કે ૫૩ ઇંચ વરસાદ. આ સાલ ૨૦૧૮માં ૪૭ ટકા વરસાદ નોંધાયો છે. ગઇ સાલ કરતા ૧૩૩ ટકા ઓછો અને સરેરાસ વરસાદના ૫૦ ટક ઓછો……

દરમિયાન રાજ્કોટથી વેધર એકસપોર્ટ ગ્રુપના ગ્રુપ ના હવામાન અભ્યાસું મિત્રો સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, અલ્પેશ પટેલ, પ્રફુલ હિરાપરાઅને નજીરભાઈ ના જણાવ્યા અનુસાર ૨૯મી એ ચોમાસુ પશ્વિમ રાજસ્થાનમાંથી વિદાય લેશે સાથે સાથે  ૯,૧૦ ઓક્ટોબરમાં  અરબ સાગર માં મજબુત સિસ્ટમ બનશે.જે ઉતરોતર મજબુત બની ને  વાવાઝોડા માં પરિવર્તિત થાય અને તેથી પણ મજબુત બની શકે.આજે પણ અલગ અલગ મોડલ સિસ્ટમ અંગે અડીખમ છે. તા.૮,૯ ઓક્ટોમ્બરમાં  માં લો પ્રેસર થઇ શકે. નવરાત્રી પણ આવી રહી છે ત્યારે હવામાન નો સંભવિત ફેરફાર નવાજુની કરી શકે…જો કે હજુ વહેલું કહેવાય આવતા દિવસોમાં ખબર પડશે કે સિસ્ટમ બનશે કે નહી.

વડગામમાં પાણીના તળ ઘટી રહ્યા છે. બોરવેલ ના પાણી કપાઈ રહ્યા છે …આવતા ઉનાળાના ભયંકર ભણકારા વાગી રહ્યા છે એવા સંજોગોમાં ૯,૧૦ ઓક્ટોબર મહત્વની તારીખ સાબિત થઈ શકે છે.

 

૨૩.૦૯.૨૦૧૮

વડગામ પંથકમાં ૨૮ જુન ૨૦૧૮ના રોજ વરસાદની શરૂઆત થઈ ત્યાંથી લઈને ૨૨ સપ્ટેમ્બર સુધી કુલ ૧૦૦ દિવસ માંથી માત્ર ૨૨ દિવસ વરસાદ ના દિવસો હતા અને એમાંય મોસમના કુલ પડેલા ૩૬૯ મી.મી માંથી કુલ છ દિવસ જ એવા હતા જેમાં જમીનમાં ભેજ લાગે તેવો વરસાદ પડ્યો આ છ દિવસમાં ૨૬૦ મી.મી વરસાદ પડ્યો. બાકીના ૯૪ દિવસો દરમિયાન ૧૦૯ મી.મી વરસાદ જ નોંધાયો. આંગણીના વેઢે ગણી શકાય એવો વરસાદના નોંધપાત્રા દિવસો જોઈએ તો ૨૯ જુન ના રોજ ૨૯ મી.મી , ૧૫ જુલાઈના રોજ ૩૩ મી.મી, ૧૬ જુલાઈના રોજ ૬૬ મી.મી, ૨૦ જુલાઈના રોજ ૫૨ મી.મી, ૨૧ જુલાઈના રોજ ૫૮ મી.મી અએન ૧૮ ઑગષ્ટના રોજ ૨૨ મી.મી વરસાદ નોંઘાયો. એટલે એમ કહી શકાય કે ચોમાસાના ચાર દાડા હતા. ૬ દિવસ વરસાદ પડ્યો , ૧૬ દિવસ માત્ર ફરફર થયું અને ૭૮ દિવસ કોરા ધાકોર ગયા. એટલે એમ કહી શકાય કે ૩ મહિનામાંથી ૨.૫ મહિના તો વરસાદનું ટીપુય પડ્યુ નહી.

આગાહીમાં રાજકોટથી મિત્ર શ્રી નિતેષભાઈ વડાવીયાએ જણાવ્યુ હતુ કે વેસ્ટર્ન ડિસ્ટબન્સ નડી શકે તે તા. ૨૧ ના રોજ સર્જાયેલી વરસાદી સિસ્ટમમાં નડી ગયું. તાજેતરમાં જે એમ.પી સીસ્ટમ સર્જાઈ હતી તે આપણી ઉપર  જ આવવી જોઈએ પણ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ અફધાનિસ્તાન પરથી જમ્મુ કશ્મિર પર અપર એર સાયક્લોનિક  સરક્યુલેશન એટલે કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ એ વિલન નો રોલ ભજવ્યો અને વડગામ સહિત બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારો આ છેલ્લા પાણની આશા પણ ઠગારી નીવડી જો કે હજી ૨૪ કલાક નો સમય છે કોઈ કુદરતી રીતે સીસ્ટમ ઉત્તર પૂર્વ ગુજરાત ઉપર છે તે આ બાજુ ફંટાય તો છેલ્લી આશા રૂપે જે ભેટ મળે તે….!

ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે જે ખેડૂતોને પોતાના બોરવેલ છે અને પાણી છે તેઓ વધુ વરસાદની રાહ જોયા વગર ખેતરમાં પાઈપો ગોઠવી બોરવેલ ચાલુ કરી પોતાના પાકને પીયત આપી શકે છે….હવે તો માવઠા અને વાવાઝોડા બાકી રહ્યા…ચોમાસુ વરસાદ આખરે હાથતાળી આપી જ ગયો……!!

રાજકોટથી વેધર એકસપર્ટ ગ્રુપ ના હવામાન અભ્યાસું મિત્રો સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, અલ્પેશ પટેલ, પ્રફુલ હિરાપરાઅને નજીરભાઈએ ટેકનોલોજીનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરી સમગ્ર ચોમાસા દરમિયાન જે સચોટ રીતે વડગામ.કોમને માહિતી આપતા રહ્યા તે સમાજઉપયોગી કાર્ય બદલ વડગામ.કોમ સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, અલ્પેશ પટેલ, પ્રફુલ હિરાપરાઅને નજીરભાઇ નો ખૂબ ખૂબ આભાર માને છે……!!

૨૧.૦૯.૨૦૧૮

વરસાદી પાણી એ માનવજાતિ માટે કુદરતની ભેટ છે. વિકાસની અને ઔધોગિકરણની દોટમાં પર્યાવરણીય બાબતોનું અસમતોલન થવાના કારણે આજે વરસાદનું નૈસર્ગિક કુદરતી સ્વરૂપ રહ્યું નથી. વડગામ પંથકમાં આ સાલ તો એમ કહી શકાય કે રગડોય હાલ્યો નથી તળની તો વાત જ હું કરવી. વડગામ તાલુકામાં આ સાલનો કુલ વરસાદી આંકડો ૩૬૯ મી.મી (૧૫ ઇંચ) એ અટકેલો છે જે સરેરાશ વરસાદના ૪૭.૪૨ ટકા છે. તાલુકાના એકમાત્ર મોકેશ્વર ડેમમાં માત્ર ૨૫.૩૭ ટકા પાણીનું સ્ટોરેજ છે. આંકડાની માયાજાળમાં તો જિલ્લામાં અત્યાર સુધી પડેલ વરસાદમાં દાંતા બાદ વડગામ બીજા નંબરે છે પણ હજુ પંથકમાં પડતા સરેરાશ વરસાદના અડધી સદી એ પણ પહોંચ્યો નથી.

ભાદરવી મેળાનો ધમધમાટ ચાલી રહ્યો છે વડગામથી અંબાજી તરફ જતા રસ્તાઓ ઉપર પદયાત્રીઓ નદીના પ્રવાહની જેમ આગળ વધી રહ્યા છે. દરમિયાન દરમિયાન રાજકોટથી વેધર એકસપર્ટ ગ્રુપ ના હવામાન અભ્યાસું મિત્રો સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, અલ્પેશ પટેલ, પ્રફુલ હિરાપરાઅને નજીરભાઈએ અત્યારે નીચે મુજબનો તાજો વરતારો વડગામ.કોમ ને મોકલી આપ્યો છે. વાંચો….

તા. ૯ સપ્ટેમ્બર માં જણાવ્યા પ્રમાણે જ  તા.૧૮ સપ્ટેમ્બર માં બંગાળની ખાડીમાં લો પ્રેસર થયુ હતું. જે ઉતરોતર મજબુત બની ને ગઈકાલે રાત્રે વાવાઝોડામાં પરિવર્તિત થયુ  હતું. આ વાવાઝોડુ આજે નબળુ પડી ડિપડિપ્રેશનની માત્રાએ પહોંચી ગયું છે. હાલમાં  20.64° N, 79.56° E તે કેન્દ્રીત છે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ  ગતિ કરે છે જે હાલ દક્ષિણ ગુજરાત પુર્વ ગુજરાત બાજુ ગતિ કરતું જણાય છે. આ સિસ્ટમ ટ્રેક બાબતે હજુ પણ અલગ અલગ ફોરકાસ્ટ મોડલ માં મતમતાંન્તર છે. યુરોપીયન મોડેલ પ્રમાણે આ સિસ્ટમ વેસ્ટર્નલી  ટ્રફના લીધે એમ.પી સુધી આવી ને ઝડપ થી ઉત્તર તરફ સરકી જાય તેવી શકયતા છે. જ્યારે અલગ અલગ gfs મોડેલ  તેમજ IMD પ્રમાણે સિસ્ટમ દક્ષિણ ગુજરાત આસપાસ આવી જાય તેવી શકયતા દર્શાવે છે.હજુ પણ  સિસ્ટમ ના ટ્રેક બાબતે હજુ જો અને તો જેવુ છે.જો સિસ્ટમ ઝડપભેર આગળ ચાલે તો જ સમગ્ર ગુજરાત ને વધુ ફાયદો મળે તેમ છે. જ્યારે ગુજરાત ના ભાઞો માં વરસાદ નું પ્રમાણ સારુ રહેશે.સૌરાષ્ટ્ર કચ્છ માં ઓછુ રહેશે.

 સીસ્ટમ પુર્વ બાજુ થી આવી રહી છે એટલે આજ થી દક્ષિણ અને પુર્વ ગુજરાત ના અમુક વિસ્તાર માં હળવો વરસાદ ચાલુ થઇ જશે.બાદ આવતી કાલ થી વરસાદ ક્રમશઃ આગળ વધશે. સિસ્ટમ આધારિત રાઉન્ડ તા.૨૨  થી તા. ૨૪ દરમ્યાન જોવા મળશે.

દક્ષિણ.મધ્ય.પુર્વ.ઉતર ગુજરાત માં વિસ્તારો પ્રમાણે છાંટા છુંટી.ઝાપટા હળવો.મધ્યમ.ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા.હળવો.કે મધ્યમ વરસાદ પડી જાય તેવી શક્યતા છે.જેમ જેમ પશ્ર્ચિમ બાજુ જાય તેમ સૌરાષ્ટ્ર માં વરસાદ નું પ્રમાણ ઓછુ જોવા મળે.માટે આશા રાખીયે કે સીસ્ટમ  દક્ષિણ ગુજરાત આસપાસ આવી જાય તો વરસાદ ની માત્રા અને વિસ્તાર વધી શકે તેમ છે.

NOTE. ફોરકાસ્ટ મોડલ માં મતભેદ હોઇ વરસાદ ની માત્રા અને વિસ્તાર માં ફર ફર થઇ શકે છે.તેવી શક્યતા અંક બંધ છે.સીસ્ટમ એમ.પી થી ઉતર બાજુ ગતિ કરે તો સમગ્ર રાજ્ય ના વિસ્તાર માં વરસાદ ની માત્રા ઓછી થઇ શકે તેમ છે.તેવી શકયતા 50% છે.

૦૯.૦૯.૨૦૧૮

વડગામ પંથકમાં દસ દિવસના વિરામ બાદ શ્રાવણ વદ અમાસના વરૂણદેવ પધાર્યા પણ જોઈએ એવા વરસ્યા નહી. વરસાદી રાઉન્ડ માત્ર ઠાલા આશ્વાસનો સાબિત થઈ રહ્યા છે. જોઈએ એ પ્રમાણમાં વરસતા કે ગર્જતા નથી. વડગામ પંથકનો આ મોસમનો કુલ વરસાદનો આંકડો ૯ મી સપ્ટેમ્બર ૨૦૧૮ ને રાત્રે ૯.૦૦ વાગ્યા સુધી ૩૬૨ મી.મી બતાવે છે જે આગલા વર્ષે આ સમયે ૧૩૧૫ મી.મી જેટલો ભારે હતો. ૯૫૩ મી.મી ની ખોટ કેવી રીતે ભરપાઈ થશે એ તો હવે ભાદરવો જાણે પણ ચોમાસાની વિદાયનું કાઉન્ટ્ ડાઉન શરૂ થઈ ગયુ છે  એ નકકર હકીકત છે. તળાવો , જળાસયો, નદીઓ ખાલીખમ છે…ભૂગર્ભ જળ કેટલું ખેંચાય છે તેની આવતા વર્ષોમાં પરખ થવાની છે. વડગામ પંથકમાં આ વર્ષે જુનમાં ૫.૭૮ % , જુલાઇમાં ૨૯.૪૩% અને ઑગષ્ટમાં ૧૦.૭૯ % વરસાદ નોંધાયો છે હવે જે અનુમાન બાંધવું હોય એ બાંધો…..! પણ પાણી સંગ્રહ કે પાણી બચાવવા માટેના કોઈ પ્રયત્નો થયા નથી ફરીથી પંથકમાં બોરની રીંગો ઘરતીને ધમધમાવશે ખેડૂતને ખાડામાં નાંખવા માટે……!!

દરમિયાન રાજકોટથી વેધર એકસપર્ટ ગ્રુપ ના હવામાન અભ્યાસું મિત્રો સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, અલ્પેશ પટેલ, પ્રફુલ હિરાપરાઅને નજીરભાઈએ અત્યારે નીચે મુજબનો તાજો વરતારો વડગામ.કોમ ને મોકલી આપ્યો છે. વાંચો….

તા.23 ઓગસ્ટ માં આપેલ અંદાજ પ્રમાણે જ હાલ ની સીસ્ટમ એમ.પી સુધી આવી ને ઉતર માં સરકી ગઇ.  હાલ અમેરીકન વેધર  મોડેલ ના અભ્યાસ પ્રમાણે બી.ઓ.બી માં સીસ્ટમ બનશે.ક્રમશઃ આગળ વધી ને તા.23 આસપાસ મધ્યપ્રદેશ પર આવી જાય તેવી શકયતા છે.ત્યાર બાદ ના દિવસો માં ગુજરાત ને અસર કરે.સારા વરસાદ માટે આશા નું એકમાત્ર છેલ્લું કિરણ કહી શકાય.જો સિસ્ટમ બને તો તે સમયે જમ્મુ કશ્મીર પર મજબુત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આવે તો તે બાધારુપ બની શકે.બાકી વાંધો ના આવે.કારણ કે તે સમયે હાલ ના અંદાજ પ્રમાણે ઉતર ભારત માં ચોમાસા ની વિદાઇ થઇ ગઇ હશે.આશા અમર છે.હાલ શક્યતા 50% જ ગણાય.

૦૭.૦૯.૨૦૧૮

અબકી સાવન નહી ગિરે સોંઘે જલ /  ધરતી લિએ દશારે, મૌન  રહી, હમ પ્યાસે કે પ્યાસે / પડે રહે વૃક્ષ નહીં ગા સકે હરે ગાન / ખેત મેં કાઠ કે ટુકડે સુકે પડે રહે……

કવિ ઓમ પ્રભાકરની વર્ષાના અભાવને લગતી આ કાવ્ય પંક્તિઓ શ્રાવણ મહિનો પુરો થવાનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે ત્યારે વડગામ પંથક માટે સચોટ સાબિત થઈ રહી છે. આ સાલ વરૂણદેવની ખાસ કૃપા વડગામ પંથક ઉપર વરસી નથી. તાલુકા મથક વડગામમાં નોંધાયેલ આંકડાઓનો આધાર લઈએ તો જેઠ મહિનામાં ૬૫ મી.મી, અષાઢ મહિનામાં ૨૦૯ મી.મી અને શ્રાવણ મહિનામાં માત્ર ૮૪ મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ ૩૫૮ મી.મી (૧૪.૩૨ ઇંચ) વરસ્યો છે જે પંથકના સરેરાશ વરસાદના ૫૦ ટકાની પણ અંદર છે. સામાન્ય રીતે સાઉથ વેસ્ટ ચોમાસું ૧ લી સપ્ટેમ્બરથી વિદાય થવાની તૈયારી શરૂ કરી દેતું હોય છે અને આ પ્રોસેસ ઓક્ટોબરના અંત સુધી ચાલતી હોય છે. ભારતીય હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ શ્રી કે.જે રમેશના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું ૧૨-૧૨ સપ્ટેમ્બર થી વિદાયની તૈયારી આરંભી દેશે. કોઇ ચમત્કાર જ બચાવી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કેમ કે ઉનાળા પહેલા પંથકમાં પાણીને લઈને લોકોમાં કકળાટ જોવા મળે તો નવાઈ નહી…!!

દરમિયાન રાજકોટથી વેધર એકસપર્ટ ગ્રુપ ના હવામાન અભ્યાસું મિત્રો સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, અલ્પેશ પટેલ, પ્રફુલ હિરાપરાઅને નજીરભાઈએ અત્યારે નીચે મુજબનો તાજો વરતારો વડગામ.કોમ ને મોકલી આપ્યો છે. જો કે વડગામ વેબસાઈટ ઉપર મુકવામાં થોડું મોડું થયુ છે. આ વરતારો તેઓ શ્રીએ તા. પાંચ સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ મોકલી આપ્યો હતો.

આગલી આગાહી માં જણાવ્યા પ્રમાણે રાજ્ય ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા   હળવો તો કયાંક મધ્યમ વરસાદ જોવા મળ્યો.

 ઉત્ત૨ પશ્વિમ બાય ઓફ બેંગાલ માં  લો પ્રેસર થયું છે 24 કલાક માં વધુ મજબુત થાય તેવી શક્યતા છે. તેની અસર થી દક્ષિણ,મધ્ય.પુર્વ,ઉતર ગુજરાત ના છુટા છવાયા વિસ્તાર માં તા.૭,૮,૯,૧૦ ઝાપટા, હળવો  વરસાદ નો એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે.એમ.પી રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર ભાગો માં વધુ શકયતા.સૌરાષ્ટ્ર કચ્છ માં હાલ તા. 7 સુધી મુખ્યત્વે વરાપ જેવુ રહેશે.તા..૮ થી વાતાવરણ સુધરશે. તા. ૯, ૧૦ માં જુજ વિસ્તારમાં છુટા છવાયા હળવા ભારે ઝાપટા જોવા મળે તેવી શકયતા છે.

  NOTE.હવામાન અંગે IMD ની સુચના નું પાલન કરવું

 

૨૭.૦૮.૨૦૧૮

આડેધડ થયેલા બાંધકામોને કારણે વરસાદી પાણી ને શોષી લેતી જમીન પણ સાવ ઘટી ગઈ છે. ઉપરાંત વરસાદી પાણીને વહાવી જતાં નાના નાળા અને ઝરણાં અને તળાવો પુરાઈ ગયા છે. પાણીના વહી જવા માટેના એ માર્ગો ફરી મોકળા કરવા પડશે ઉપરાંત સડક અને મકાનના નિર્માણ કાર્યો માટે નવા નિયમો પણ બનાવવા પડશે.

દરમિયાન રાજકોટથી વેધર એકસપર્ટ ગ્રુપ ના હવામાન અભ્યાસું મિત્રો સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, અલ્પેશ પટેલ, પ્રફુલ હિરાપરાઅને નજીરભાઈએ અત્યારે નીચે મુજબનો તાજો વરતારો વડગામ.કોમ ને મોકલી આપ્યો છે.

નોર્થ પશ્ર્ચિમ બાય ઓફ બેંગાલ વિસ્તાર માં યુ.એ.સી થયેલ જે મજબુત બની ને તા.૨૫.૦૮.૨૦૧૮ માં લો પ્રેસર માં ફેરવાયું છે.ગઇ કાલે વધુ મજબુત ની વેલમાર્કેડ લો પ્રેસર માં ફેરવાયું છે.જે હાલ 21.24N ,  85.83E આસપાસ કેન્દ્રીત છે.ચોમાસું ધરી અમૃતસર થી ફૈઝાબાદ થી  દોલતગંજ થી જમશેદપુર થી લો પ્રેસર સેન્ટર થી મધ્ય પુર્વ બંગાલ ની ખાડી સુધી લંબાય છે.સૌરાષ્ટ્ર ,ગુજરાત ઉપર એક યુએસી  700hp ના લેવલ પર છવાયેલ છે.  આગલી આગાહી જણાવ્યા મુજબ રાજ્ય ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા કે કયાંક હળવો વરસાદ જોવા મળ્યોં.

તા.૨૭.૦૮.૨૦૧૮ થી તા.૦૩.૦૯.૨૦૧૮ દરમ્યાન રાજ્યના છુટા છવાયા વિસ્તાર  માં ઝાપટા, હળવો , મધ્યમ  વરસાદ જોવા મળશે.આવતી કાલ થી બોર્ડર લાગુ ગુજરાત ના અમુક વિસ્તાર  માં હળવો વરસાદ ચાલું થાય તેવી શક્યતા છે. તા.૨૭.૦૮.૨૦૧૮  થી તા. ૦૩.૦૯.૨૦૧૮  ના સમય દરમ્યાન ઉત્તર .મધ્ય.પુર્વ.દક્ષિણ ગુજરાત. ના છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા હળવો કંયાક મધ્યમ વરસાદ જોવા મળે તેવી શકયતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ માં તા.૩૧.૦૮.૨૦૧૮ તા.૦૩.૦૯.૨૦૧૮ દરમ્યાન છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા, કંયાક હળવો કે એકાદ વિસ્તાર માં મધ્યમ વરસાદ ની શકયતા છે.  ટુંક માં દક્ષિણ ગુજરાત & બોર્ડર લાગું ગુજરાત માં વધુ ફાયદા માં રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ ની માત્રા બાબતે મોડલ મતમતાંન્તર છે. કોઇ ફર ફર જણાશે તો અપડેટ આવશે.

તા. ૨૪.૦૮.૨૦૧૮

દેશના હવામાને એવો પલટો લીધો છે કે દરેક રાજ્યમાં ત્રણ મોસમે એક મોસમ જ સોળ આની નીવડે છે. વડગામ તાલુકામાં નદી, નાળા, તળાવો ખાલી છે. ૨૪.૦૮.૨૦૧૮ સુધી વડગામ પંથકનો મોસમનો કુલ વરસાદ સરકારી દફ્તરે માત્ર ૪૨.૨૮% નોધાયો છે. આ વર્ષનું ચોમાસુ નિષ્ફળ ગયું કે સફળ તે હાલ તો કહેવું વહેલું ગણશે કારણ કે સપ્ટેમ્બર મહિનામાં ઘણીવાર ક્યારેક એક મોટી સિસ્ટમ આવી ને એવરેજ વરસાદની બાજુમાં લાવી દે છે એટલે આશા અમર છે.

દરમિયાન વેધર એક્સ્પર્ટ ગ્રુપના હવામાન અભ્યાસુ મિત્રો સર્વે શ્રી નિતેષભાઈ વડાવિયા, શ્રી અલ્પેશ પટેલ અને શ્રી પ્રફુલ હિરપરા અને નજીરભાઇએ  વડગામ.કોમ ને આજે હવામાનનો નીચે મુજબનો વરતારો મોકલી આપ્યો છે.

તા. ૨૬ મી ઑગષ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે તેમજ બીજા પરિબળોની અસરથી તા.૨૭/૨૮ થી વરસાદનો એક છૂટો છવાયો રાઉન્ડ આવે તેવી શક્યતા જાગી છે. આગાહી સમયમાં ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં ઝાપટાં કે ક્યાંક હળવા વરસાદની શક્યતા છે. તા. ૨૭ રાતથી વડગામ અને આસપાસનું વાતાવરણ બદલાશે વરસાદના સમાચાર પણ સાંભળવા મળશે. હાલ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ફાયદો મળે તેમ છે.

જો કે લો પ્રેસર થયા પછી હળવા રાઉન્ડની માહિતી આપવામાં આવશે. બાકી તો બંગાળની ખાડીની સીસ્ટમ મુવમેન્ટ પર આધર રહે……

તા. ૨૦.૦૮.૨૦૧૮

થકવી નાખનારી લાંબી રાહ જોવડાવ્યા બાદ શ્રાવણનું પ્રથમ મુહરત કરતા મેધરાજાએ વધુ  ૩૯ મી.મી વરસાદની ફાળવણી કરતા શ્રાવણ સુદ દશમ સુધી વડગામપંથકનો કુલ વરસાદ ૩૧૩ મી.મી સુધી પહોંચ્યો છે. પંથકના મોસમની જે સરેરાશ છે તેના  ૫૦% સુધી હજુ પહોંચ્યા નથી. તાલુકાના એક માત્ર મુક્તેશ્વડેમમાં પાણીની કોઈ નવી આવક ન હોવાથી કુલ પાણીનો જથ્થો માત્ર ૨૬.૪૨ % છે. ટેકનિકલ ભાષામાં ચેતવણી માટે પણ ૭૦ થી ૮૦ % પાણીનો જથ્થો હોવો જરૂરી છે એટલે ડેમ વિસ્તાર હજુ ચેતવણીની સ્થિતિ થાય એવી હાલ તો કોઈ જ શક્યતાઓ જણાતી નથી.

દર ચોમાસાના ચાર મહિના દરમિયાન પાણી અને ઘાસચારો કુદરત નિ:શુલ્ક આપતી રહી છે પણ માનવજાતને કુદરતનો આ ઉપકાર જ્યારે સમજાશે ત્યાં સુધી ઘણુ મોડુ થઈ ચુક્યુ હશે.

દરમિયાન વેધર એક્સ્પર્ટ ગ્રુપના હવામાન અભ્યાસુ મિત્રો સર્વે શ્રી નિતેષભાઈ વડાવિયા, શ્રી અલ્પેશ પટેલ અને શ્રી પ્રફુલ હિરપરાએ વડગામ.કોમ ને આજે હવામાનનો નીચે મુજબનો વરતારો મોકલી આપ્યો છે.

બંગાળની ખાડીમાં જે ૧૮ તરીખે  યુ.એ.સી થયેલ તે મજબુત બની ને ગઇ કાલે લૉ પ્રેસર માં ફેરવાયેલ છે.૩૬ કલાક માં સીસ્ટમ એમ.પી આસપાસ આવે તેમ છે.તેની અસર થી તા.20.21.22.23 માં પુર્વ ગુજરાત.દક્ષિણ ગુજરાત માં સારી શકયતા છે. વિસ્તારો પ્રમાણે માં ઝાપટા હળવો કે મધ્યમ કે ભારે વરસાદ પડે તેવી શકયતા છે. સૌરાષ્ટ્ર ના છુટા છવાયા ભાગો માં ઝાપટા થી લઇ ને હળવો ,કે મધ્યમ વરસાદ પડી શકે છે.કોસ્ટલ સૌરાષ્ટ્ર પણ ફાયદા માં રહેશે.આજ થી પુર્વ અને દક્ષિણ ગુજરાત માં હળવો વરસાદ ચાલુ થઇ જશે.કાલ સુધી માં ત્યાં મધ્યમ કે ભારે વરસાદ પડી શકે.જ્યારે મધ્ય અને ઉતર ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા,હળવો મધ્યમ વરસાદ પડી શકે. તા..20. 21. 22 માં વરસાદી એકટીવીટી વધુ જોવા મળે તેવી શકયતા છે.

 

તા. ૧૫.૦૮.૨૦૧૮

વરસાદ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વેધર એકસપર્ટ ગ્રુપ ના હવામાન અભ્યાસું મિત્રો સર્વે શ્રી નિતેશભાઇ વડાવિયા, શ્રી અલ્પેશ પટેલ, શ્રી પ્રફુલ હિરાપરા આજરોજ બપોરે નિર્દેશ આપેલ છે.જે નીચે મુજબ છે.

બી.ઓ.બી માં લો પ્રેશર ઉતરોતર મજબુત બની ની ડીપ્રેશન માં ફેરવાયું છે.જે હાલ 18.86N,86.51E પર કેન્દ્રિત છે.    જ્યારે dt.18 માં બી.ઓ.બી માં બીજી સીસ્ટમ આકાર પામેશે. 3.1 કી.મી લેવલ ના યોગ્ય પવનો થી ભેજ નું પ્રમાણ ઉંચું જશે.ચોમાસું ધરી પણ નોર્મલ થઇ જશે.  અલગ અલગ પરીબળો ની સંયુકત અસર થી dt.15 થી dt.21 દરમ્યાન રાજ્યના મોટા ભાગ ના વિસ્તારો માં વરસાદ નો સારો રાઉન્ડ આવી જશે.

સીસ્ટમ પુર્વ બાજુ થી આવી રહી છે. Dt.16 થી દક્ષિણ ગુજરાત માં તેમજ એમ.પી.રાજસ્થાન લાગુ ગુજરાત ના વિસ્તારો માં વરસાદ ની શરુઆત થઇ થશે.વરસાદ ક્રમશઃ અલગ અલગ વિસ્તાર માં આગળ વધશે.   રાજ્ય ના અલગ અલગ વિસ્તારો માં અલગ અલગ દિવસે હળવો.મધ્યમ.ભારે વરસાદ વરસાદ પડશે.કંયાક તેથી પણ વધુ,એકંદરે સારો કહી શકાય તેવો સેકન્ડ રાઉન્ડ આવશે.

સૌરાષ્ટ્ર માં હળવો મધ્યમ,કયાંક ભારે વરસાદ પડવા ની શક્યતા છે.દરિયા કાંઠા ના વિસ્તારો માં તેથી વધુ શક્યતા છે.  કચ્છ માં હળવા ,મધ્યમ વરસાદ ની શકયતા છે.

ઉત્તર ગુજરાત માં હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ ની શક્યતા છે એકંદરે સારો વરસાદ પડી જશે.

દક્ષિણ.મધ્ય.પુર્વ ગુજરાત માં મધ્યમ.ભારે કયાંક તેથી વધુ વરસાદ પડવાની  શક્યતા છે.  ટુંક માં રાજ્યના મોટા ભાગ ના વિસ્તાર માં સારો વરસાદ પડી જશે. હજુ પણ અમેરીકન મોડેલ અને યુરોપીયન મોડેલ વચ્ચે વરસાદ ની માત્રા અને સિસ્ટમ અંગે મતમતાંન્તર છે.

Note.હવામાન વિભાગ ના નિર્દેશ પ્રમાણે અનુસરવુ.

તા. ૧૩.૦૮.૨૦૧૮

અંતે આતુરતાનો અંત આવે એવી સ્થિતિ નિર્માણ થઈ છે મિત્ર શ્રી નિતેષ વડાવિયાએ વડગામ.કોમ ને જણાવ્યું છે કે આજે તા.૧૩.૦૮.૨૦૧૮ના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર થઇ ગયું છે. તેના યુએસી/લો પ્રેશર થી તા. ૧૬.૦૮.૨૦૧૮ થી ૨૧.૦૮.૨૦૧૮ દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ આવશે. મોટ ભાગના વિસ્તારોમાં વરસાદ આવી જાશે. વરસાદની માત્રાનો અભ્યાસ ચાલુ છે. આ લો પ્રેશર ૨૪ કલાકની અંદર વધારે મજબૂત બની ને વેલ માર્ક્ડ લો પ્રેશરમાં પરિવર્તિત થાશે. હાલ શક્યતા ૬૦ ટકાથે વધીને ૮૦% થઈ છે એટલે એકંદરે સારો વરસાદ આવી જાય તેવી શક્યતા છે. બાકી અપડેટ શ્રી નિતેષભાઈ વડગામ.કોમને ૧૫ મી સાંજ સુધી જણાવશે.

તા. ૧૨.૦૮.૨૦૧૮

જગતના તાત માથે અપુરતા વરસાદની મુસિબતોનો માર દિવસે દિવસે વધી રહ્યો છે. વડગામ પંથકમાં છેલ્લા ૫૨૮ કલાક પસાર થઈ ગયા છે હજુ મોસમનો કુલ આંકડો ૨૭૪ મી.મી થી આગળ વધ્યો નથી. દુષ્કાળ ડોકાઈ રહ્યો એમ લાગી રહ્યુ છે. ગઈ સાલે આ સમયે એટલે કે ૧૨ ઑગષ્ટ ના રોજ મોસમનો કુલ વરસાદનો આંકડો ૧૨૧૭ મી.મી દશાર્વતો હતો. આજે આ લખાય છે ત્યારે ૯૪૩ મી.મી ની ઘટ છે. શ્રાવણની શરૂઆત થઈ ગઈ છે ધીમે પગલે ૨૦૧૮નું ચોમાસુ હાથતાળી ના આપી જાય તો સારૂ.

સૌરાષ્ટ્રથી હવામાનના અભ્યાસુ મિત્ર શ્રી નિતેષભાઇ વડાવિયાએ વડગામ.કોમને  હવામાન અંગે નીચે મુજબની તાજા અપડેટ મોકલી આપી છે.

આવતી કાલે બી.ઓ.બી માં લો પ્રેસર થાય તેવી શકયતા છે. તા.૧૨  થી તા. ૧૬ માં રાજયમાં  કોઇક દિવસે  છુટા છવાયા વિસ્તાર માં હળવા ભારે ઝાપટા પડે તેવી શકયતા છે.કંયાક હળવો વરસાદ પણ જોવા મળશે.પવન હજુ રહેશે. પાછલા દિવસો માં ઉતર ગુજરાત માં પણ વરસાદી એકટીવીટી વધે તેવી શકયતા છે.દક્ષિણ ગુજરાત વધુ વરસાદી એકટીવીટી જોવા મળે તેવી શકયતા છે.

આગોતરુ એંધાણ

તા.૧૭ થી તા ૨૧ દરમ્યાન વરસાદ નો રાઉન્ડ આવે તેવી 60 % શકયતા છે. તા.૧૩ માં બંગાળની ખાડીમાં થનાર લો પ્રેસર મધ્ય પ્રદેશ સુધી આવે તો વરસાદ નો ગયા વખત કરતા સારો રાઉન્ડ આવી શકે છે.

તા. ૦૭.૦૮.૨૦૧૮

આ વર્ષે વડગામમાં વરસાદની ખાધ ચિંતાજનક રીતે વધતી જાય છે. અડધુ ચોમાસુ વિતી ગયુ છે ત્યારે હજુ માંડ ૩૫ ટકાએ અટક્યા છીએ. અષાઢ પૂર્ણ થવામાં ચાર દિવસ બાકી છે ત્યારે અત્યાર સુધી અષાઢ માત્ર આઠ ઇંચ વરસ્યો છે. કુલ આંકડો હજુ માત્ર ૧૦ ઇંચ બતાવે છે. બે મહિના બાકી છે ત્યારે તા. ૦૭.૦૮.૨૦૧૮ના રોજ વડગામમાં મોસમના વરસાદની  ૨૧ ઇંચની ઘટ છે. તેવા સંજોગોમાં હવામાન અભ્યાસુ મિત્ર નિતેષ વડાવિયાએ આઠ ઑગષ્ટ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન નીચે મુજબની આગાહી કરી છે જે ચિંતાજનક છે.

ગઇ કાલે 4.00pm આસપાસ બાય.ઓફ.બેંગાલ= બી.ઓ.બી= બંગાળ ની ખાડી માં બાગ્લાદેશ લાગુ વેસ્ટ બેંગાલ , 20.74N ,89.18E આસપાસ લો પ્રેસર થયું હતું જે 24કલાક માં વધુ મજબુત બની ને વેલ માર્કેડ લો પ્રેશર માં ફેરવાયું છે જે 12 કલાક માં વધુ મજબુત બને તેમ છે. dt.8.9 થી વધુ પવન માંથી રાહત મળશે.જ્યારે dt.10 થી પવન વધવા લાગશે.આજે સીસ્ટમ જમીની ભાગો પર આવી.dt.8 માં સીસ્ટમ નું યુ.એ.સી મધ્યપ્રદેશ સુધી આવે તેમ છે.અને બીજુ નબળુ યુ.એ.સી રાજસ્થાન લાગુ કચ્છ ગુજરાત આસપાસ ના વિસ્તાર પર છવાશે.બહોળુ સરક્યુલેશન થશે.( એક યુ.એ.સી સરકી ને અરબ સાગર માં આવશે.તે યુ.એ.સી ટ્રેક માં ફર ફર શંભવ છે) તેની અસર થી બોર્ડર વિસ્તાર લાગુ ઞુજરાત ના ભોગો અને કચ્છ તેમજ તેને લાગુ ઉતર સૌરાષ્ટ્ર ના છુટા છવાયા ભાગો માં ઝાપટા.હળવો કયાંક મધ્યમ વરસાદ ની શકયતા છે.બાકી ના વિસ્તાર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા કે કયાંક હળવો વરસાદ ની શકયતા છે.ટુંક માં મુખ્ય dt.8થી dt.11 સુધી માં થોડા ઘણા અંશે ફાયદો થાય તેમ છે.(વરસાદ ની માત્રા અંગે મોડલ મતમતાંન્તર છે કેમકે 3.1 km પર યુ.એ.સી છવાશે તે લેવલે ભેજ નું પ્રમાણ ધારણા કરતા ઓછુ રહે તેમ છે.એટલે અશમંજશતા છે હાલ વેધર મોડલ પ્રમાણે વરસાદ ની માત્રા અંગે કઇ પણ કહેવું મુશ્કેલ છે. જો છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા હળવો.કયાક મધ્યમ વરસાદ આવે તે બોનસ સમજવું.દર વખત કરતા આ આગાહી ની વિશ્વશનિયતા પણ ઓછી જ ગણવી.

 

તા. ૦૨.૦૮.૨૦૧૮

૨૧ જુલાઈ,૨૦૧૮ ના રોજ ૫૮ મી.મી વરસાદ પડ્યા બાદ આજે એટલે કે ૦૨.૦૮.૨૦૧૮ના રોજ વડગામ પંથકમાં વરસાદ પડ્યાને ૧૩ દિવસ કોરાધાકોર પસાર થઈ ગયા છે. તાલુકામાં ખરીફ પાકની વાવણી સંકટમાં છે. સોરાષ્ટ્ર્ના હવામાનના અભ્યાસુ મિત્ર નિતેષ વડાવિયા જણાવે છે કે હાલ દરિયાની સપાટીથી ૩.૧ કિ.મી લેવલની ઉંચાઈએ ભેજનું પ્રમાણ ઓછું છે એટલે ભારે વરસાદની શક્યતા નથી. હવામાની ભાષામાં ભાર વરસાદ એટલે ૨.૫ થી ૫ ઇંચ સુધીનો વરસાદ ગણાય એની શકયતા ખૂબ ઓછી છે. ૦.૭૫ થી ૧.૫ કી.મીના નીચલા લેવલમાં ભેજનું પ્રમાણ સારું છે એટલે જુજ છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા કે ક્યાંક હળવા વરસાદની શક્યતા ગણાય. મુખત્વે વરાપ રહેશે. ધુપ છાંવ જેવું વાતાવરણ જોવા મળે. ચોથી ઓગષ્ટથી પવનનું પ્રમાણ હજુ વધશે. હાલ વરસાદ માટે એક આશાનું કિરણ દેખાય છે. હાલ ફોરકાસ્ટ મોડલ પ્રમાણે છઠ્ઠી જુલાઈના રોજ બંગાળની ખાડીમાં  એક લો પ્રેસર થશે તેમજ આઠમી ઓગષ્ટથી વાતાવરણ સુધરતું જશે. જો હાલ ની સ્થિતિ પ્રમાણે મોડેલ જળવાય તો ગુજરાતમાં એક વરસાદનો હળવો રાઉન્ડ આવી શકે છે. હકીકતે શું થશે તેનો પાકો ખ્યાલ આઠ ઓગષ્ટની અપડેટમાં આવી જશે. ૨૦૧૭મી બીજી ઓગષ્ટે  વડગામ પંથકમાં કુલ ૧૨૧૬ મી.મી (૪૮.૬૪ ઇંચ) વરસાદ પડી ચૂક્યો હતો જે આંકડો આ વર્ષે બીજી ઑગષ્ટે ૨૭૪ મી.મી (૧૦.૯૬ ઇંચ) ઉપર અટકેલો છે. હાલના તબક્કે ગઈસાલની તુલનામાં લગભગ ૩૮ ઇંચ વરસાદની ઘટ છે. બીજી બાજુ સ્કાયમેટે પડતા પર પાટુ મારતા વરસાદનુ અનુમાન જે પહેલા ૧૦૦ ટ્કા હ્તુ તે ઘટાડીને ૯૨ ટકા કર્યુ છે એટલે કે હવે જે પહેલા આ વર્ષે ૧૦૦ વરસાદની આગાહી થઈ હતી તેમાથી ચોમાસુ ૮ ટક ઘટ્યું છે. અષાઢ મહિનાને પુરો થવામાં હવે ૯ દિવસ બાકી છે વરસી જાય તો ઠીક છે નહી તો પછી શ્રાવણના શરવડા અને ભાદરવાની ગાજ્વીજ સિવાય નસીબમાં કંઈ આવે એવું હાલના તબક્કે તો કંઈ જણાતું નથી. ચોમાસાએ પણ પોતાની પેટર્ન બદલી હોય એમ સાવત્રિક વરસાદ થતા નથી તાલુકા મથકમાં ૧ ઇંચ હોય તો બે-પાંચ કિલોમીટરના અંતરે આવેલા કોઈ ગામડામાં પાંચ ઇંચ હોય એટલે ગ્લોબલ વોર્મિંગ આને ક્લાઈમેટ ચેંજ ના લીધે સાર્વત્રીક વરસાદ એક સપનું બની ગયો છે. હા ચોમાસુ પાસુ ઠેલાયુ હોય તો કંઈક આશા રાખી શકાય નહી તો અષાઢ કોરો જાય એ ચિંતાજનક છે…..!!!

 

તા. ૨૬.૦૭.૨૦૧૮

૨૦૧૮નો જુલાઈ મહીનો પુરો થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વડગામના સરકારી દફ્તરમાં પંથકના સરેરાશ વરસાદનો ૩૫.૨૧ % વરસાદ નોંધાયો છે. ગઈ સાલ આ સમયે એટલે કે ૨૬ જુલાઈ ૨૦૧૭માં સરેરાશ વરસાદનો ૧૫૦.૯૧ % વરસાદ વડગામ પંથકના સરકારી દફ્તરે નોંધાયો હતો. એટલે ખ્યાલ આવશે કે જુલાઈ મહિનો વરસાદી પાણી માટે કેટલો મહત્વનો હશે….!! અથવા તો પછી જલવાયુ પરિવર્તન ને કારણે ચોમાસુ પાછુ ઠેલાયુ હોય નહી તો આ સમયે વડગામ પંથકમાં આટલી અધધધ કહી શકાય એટલી ઘટ ન હોય દાળમાં જરૂર કંઈક કાળુ છે… !! મુક્તેશ્વર ડેમના પાણી મોભે ચડ્યા નથી….તા.૨૬.૦૭.૨૦૧૮ની સાંજ સુધીમાં ૬૬૧.૫૭ ફુટની ક્ષમતા સામે હજુ ૬૪૦.૯૪ ફૂટની જળ સપાટી બતાવે છે…૨૭.૩૧% પાણીનું સ્ટોરેજ છે. નવીન પાણીઓ આવરાનો આંકડો શૂન્ય દર્શાવી રહ્યો છે….

હવામાનની આગાહીના અભ્યાસુ એવા સૌરાષ્ટ્રથી મારા મિત્ર શ્રી એન.ડી.વાવડીયા એ વડગામ.કોમને આજ રોજ એટલે કે તા.૨૬.૦૭.૨૦૧૮ના રોજ નીચે મુજ્બનો હવામાનનો વરતારો મોકલી આપ્યો છે.

ચોમાસુ ધરી નો પશ્ચીમી છેડો ગંગાનગર પર છે દિવસો જતા વધુ ઉતર બાજુ જશે.ચોમાસુ ધરી હિમાલય ની તળેટી માં સરકી જશે.એટલે ઉતર ના રાજ્યો તેમજ ઉતર પુર્વ રાજ્ય માં વરસાદ નું જોર વધશે. જ્યારે આગામી 2.3 દિવસ માં પુર્વિય વેસ્ટ બેંગાલ આસપાસ લો પ્રેસર થશે.જે ગુજરાત ને અસરકર્તા નથી. હાલ દરિયા ની સપાટી થી 3.1 km લેવલ ની ઉચાઇ એ ભેજ નું પ્રમાણ ઓછું છે. એટલે ભારે વરસાદ ની શક્યતા નથી.જ્યારે 0.75km to 1.5 km ના નીચલા લેવલ માં ભેજ નું પ્રમાણ સારુ છે.એટલે જુજ છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા કે ક્યાંક હળવા વરસાદ ની શક્યતા ગણાય.મુખ્યત્વે વરાપ રહેશે.વાદળ છાયું વાતાવરણ રહેશે.આગાહી સમય દરમ્યાન પવન નું જોર રહેશે.

આગાહી સમય દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ના ભાગો માં કોઇક દિવસે અમુક વિસ્તાર માં હળવા ઝાપટા કે ક્યાંક હળવો વરસાદ જોવા મળે.જેમા કોસ્ટલ સૌરાષ્ટ્ર ,ગુજરાત બોર્ડર ના ભાગો અને દક્ષિણ ગુજરાત માં વધુ(એકલ દોકલ વિસ્તાર માં મધ્યમ વરસાદ ની)  શકયતા છે.જ્યારે કચ્છ ના વિસ્તાર માં ઓછી શકયતા છે.

 

તા. ૨૦.૦૭.૨૦૧૮

તા. ૨૦ જુલાઈ,૨૦૦૧૮ ના રોજ સવારે ૮.૦૦ વાગ્યા સુધી કુલ ૨૧૬ મી.મી વરસાદ સાથે જિલ્લામાં વડગામ બીજા સ્થાને છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતા વિભાગમાં નોધાયો છે જે ૩૪૯ મી.મી જેટલો છે. જીલ્લા માં સૌથી ઓછો વરસાદ ૧૬ મી.મી સાથે વાવ વિભાગમાં નોધાયો છે.૧૯૮૮ થી ૨૦૧૭ સુધી એટલે કે છેલ્લા ૩૦ વર્ષો ની વડગામ તાલુકાની વરસાદની સરેરાશ ૭૭૮ મી.મી છે (૩૧.૧૨ ઇંચ) જુદા જુદા સમય મુજબ જોઈએ તો આ એવરેજ ૩૧ થી ૩૫ વચ્ચે આવે છે . તો છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ પકડીઓ તો હજુ વડગામ પંથક માં મોસમ નો કુલ ૨૭ ટકા જેટલો વરસાદ તાલુકા મથકે નોધાયો છે.આ મોસમનો ૧૫ જુલાઈ એ એક માત્ર ૬૬ મી.મી સાથે ભારે રાઉન્ડ આવ્યો છે…મોટે ભાગે હળવા થી મધ્યમ વરસાદનાં ઝાપટા પડી રહ્યા છે. વધુ વરસાદ માટે પુરતો સમય છે.

આ બાજુ તાલુકા નાં એક માત્ર ડેમ મુક્તેશ્વર ડેમ માં તા.૨૦.૦૭.૨૦૧૮ની સવારે પાણી ની નવી આવક ૩૫૦ કયુસેકથી શરૂ થઇ છે જેથી મુક્તેશ્વર ડેમ ની જળસપાટી માં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. હજુ પણ ડેમની જળસપાટી સાજે ૭.૦૦ વાગ્યા સુધીમાં ડેમની પૂર્ણ સમક્ષતા કરતા ૨૦.૯૬ ફૂટ જેટલી નીચે છે.પણ નવી આવકની શરૂઆત થઇ તે આનંદ નાં સમાચાર છે કારણ કે ડેમ માં પાણી નું સ્ટોરેજ માત્ર ૨૬.૫૬ ટકા જેટલું જ છે.ડેમની પાણી ની પૂર્ણ ક્ષમતા ૬૬૧.૫૭ ફૂટ ની સામે ૨૦.૭.૨૦૧૮ ની સાંજે ૭.૦૦ વાગે મળતા આંકડા મુજબ જળસપાટી ૬૪૦.૬૧ ફૂટ છે…!! આજે સવારે ૮.૦૦ કલાકે જળ સપાટી ૬૩૯.૫૬ ફૂટ હતી ત્યારબાદ સમયાંતરે વધારો થતો રહી સાંજે સાત કલાકે ૬૪૦.૬૧ સુધી પહોંચી હતી. એટલે કે જળસપાટીમાં ૧.૦૫ ફૂટ જેટલો વધારો થયો હતો.

આજે દિવસ દરમિયાન તાલુકા મથકમાં મધ્યમ વરસાદ (૩૪ મી.મી) થતા કુલ વરસાદનો આંક ૨૫૦ મી.મી. (૧૦ ઇંચ) સુધી પહોંચ્યો છે.


તા. ૧૯.૦૭.૨૦૧૮

તા.૧૯.૦૭.૨૦૧૮ નાં રોજ સાંજે ૫.૩૦ વાગ્યા સુધી તાલુકા મથક વડગામમાં દોઢ કલાક માં ૩૮ મી.મી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૨૦૨ મી.મી પહોંચ્યો. પંથકના સરેરાસ વરસાદ નાં ૨૪ ટકા વરસાદ એટલે કે ચોથા ભાગનો વરસાદ પડી ચુક્યો છે…તાલુકામાં વરસાદી જળસંગ્રહનો કોઈ પ્રયાસ થયો નથી કદાચ થયો હોય તો આ ચોથા ભાગનું પાણી વહી ગયું કે કોઈક જગ્યાએ જળસંગ્રહ નો નાનકડો પ્રયાસ થયો વિગતો કોઈની પાસે હોય તો મોકલી આપવા વિનંતિ. મોકેશ્વર ડેમમાં પાણીની કોઈ નવી આવક કે જાવક નથી.

તા. ૧૬.૦૭.૨૦૧૮

વડગામ પંથકમાં છેલ્લા ૧૦ વર્ષની વરસાદની સરેરાશ ૮૩૮.૨ મી.મી. (૩૩.૫૨ ઇંચ) છે. આ આંકડાને ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે તા.૧૬.૦૭.૨૦૧૮ ના દિવસે સવારના ૭.૦૦ વાગ્યા સુધી મોસમનો ૧૯.૫૭% વરસાદ નોધાયો છે. મોકેશ્વર ડેમ ની સપાટી જળાશયની પૂર્ણ સપાટી થી હજુ ૨૧.૯૫ ફૂટ નીચે છે. હાલમાં ડેમમાં નવીન પાણીનો કોઈ આવરો નથી. ડેમની સાઈટ વિસ્તારમાં મોસમનો સ્થાનિક કુલ ૬ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

તા. ૧૫.૦૭.૨૦૧૮

વડગામ પંથક્માં લાંબા વિરામબાદ આખરે વરસાદનું આગમન થયું. ૧૫ જુલાઇ ૨૦૧૭ ના રોજ ૪૮ મી.મી વરસાદ થયો હતો પણ કુલ વરસાદનો આંક ૩૨૮ મી.મી બતાવતો હતો. જ્યારે ૧૫ જુલાઈ ૨૦૧૮ ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી તાલુકા મથકે ૬૦ મી.મી વરસાદ નોંધાયો છે પરંતુ કુલ વરસાદનો આંક માત્ર ૧૫૮ મી.મી. છે જે ગયા વર્ષ કરતા ૫૦% ની ઘટ દર્શાવે છે. છતાં દેર આયે દુરસ્ત આયે ન્યાયે હાલ તો જગતના તાત ના તાળવે ચોંટેલા જીવ હેઠા બેઠા છે. મંઝીલ દૂર છે પણ કુદરત ધારે તો પડી રહેલી ઘટ ને માત્ર ગણતરીના કલાકોમાં સરભર કરી શકે એવો વિશ્વાસ છે.

બફારો બરકરાર છે અને ભેજનું પ્રમાણ ૮૦% આસપાસ બતાવે છે. હવામાન ખાતુ ભારે થી અતિભારે વરસાદની આગાહી જણાવી રહ્યું છે. IMD ના નકશામાં વાદળોએ ગુજરાતને ઘેર્યુ છે એટલે અપેક્ષા છે કે આકાશ માંથી સારુ પાણી પડશે….!!

 

તા. ૧૦.૦૭.૨૦૧૮

ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આપણે ઘણી વાર હવામાન ખાતાની ભાષામાં સાંભળતા હોઈએ છીએ કે હળવો, મધ્યમ, ભારે, અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અથવા તો કેટલો વરસાદ પડ્યો તો આપણે એ જાણવું જરૂરી છે કે કેટલા મી.મી વરસાદ પડે તો તે હળવો, મધ્યમ, ભારે કે અતિભારે વરસાદની કેટેગરીમાં ગણાય તો આવો જાણીએ વરસાદનીઆ Terminology ને…

Rain fall amount in (MM)

Descriptive term used in  forecast
0.0 No Rain
0.1 to 2.4 Very Light Rain
2.5 to 7.5 Light Rain
7.6 to 34.9 Moderate Rain
35.0 to 64.9 Rather Heavy Rain
65.0 to 124.9 Heavy Rain
Exceeding 125.9 Very Heavy Rain

 

તા. ૦૮.૦૭.૨૦૧૮

मानसून दे रहा धोखा , बरसात नहीं हुई तो आँखों से बरसेगा पानी !

પાછલા પંદર દિવસથી વડગામ પંથકમાં વરસાદ લોકોને લલચાવી રહ્યો છે. ધાનની રોપણીનો મહત્વનો સમય ચાલી રહ્યો છે પરંતુ ખેડૂતો અસહાય દશામાં આસમાન સામે મીટ માંડીને બેઠા છે. કૃષિ જાણકારોનું માનવું છે કે જો યોગ્ય સમયે વાવણી કરવામાં ના આવે તો ઉત્પાદન પણ અસર થઈ શકે છે.વડગામ તાલુકામાં આમ પણ નહેરો અને તળાવોમાં બારેમાસ પાણી રહેવું એ તો ઇતિહાસ બની ગયો છે. એક માત્ર મોકેશ્વર ડેમમાં પણ પાણીનો જથ્થો માત્ર ૨૪ ટકા જેટલો બચ્યો છે. આ સમય દરમિયાન ગઈ સાલ ૨૭૫ મી.મી વરસાદ વડગામ પંથકમાં વરસી ચૂક્યો હતો જેની સામે આ સમયે એટલે કે ૨૦૧૮ના જુલાઈના પ્રથમ અઠવાડિયાની સમાપ્તિ વખતે  માત્ર્ ૬૫ મી.મી વરસાદ જ નોંધાયો છે જે ધણી મોટી માત્રામાં ઘટ દર્શાવી રહ્યો છે. ટકાવારીમાં જોઈએ તો ગઈ સાલ  આ સમયે ૩૭.૨૯ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો જેની સામે આ વરસે આ સમયે માત્ર ૮.૩૫ ટકા જેટલો વરસાદ વડગામ પંથકમાં પડ્યો છે જે ચિંતાનો વિષય બનતો જાય છે. આ વરસાદ ખેડૂત તો ખેડૂત પણ હવામાન વિભાગ ને પણ ઠગી ન જાય તો સારું….!!!

 

તા. ૨૯.૦૬.૨૦૧૮

मानसून  के दस्तक से मौसम हुआ खुशनुमा !

તાલુકા મથક વડગામ મુકામે તા.૨૮.૦૬.૨૦૧૮ ના રોજ દિવસ દરમિયાન ૨૯ મી.મી. વરસાદ થતા મોસમ-૨૦૧૮નો અત્યાર સુધીનો કુલ વરસાદનો આંક ૪૧ મી.મી નોંધાયો. ગરમીનો પારો લઘુત્તમ ૨૮ તેમજ મહત્તમ ૩૪ ડિગ્રી સુધી મુવમેંટ કરી રહ્યો છે. પવન કલાકના ૧૪ થી ૧૮ કી.મી પ્રતિ કલાક ની વચ્ચે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૭૧% જેટલુ છે. હાલની પરિસ્થિતિ જોતાં તાલુકામાં મધ્યમથી ભારે વરસાદી ઝડિયાં પડી શકે છે…..!! પંથકમાં સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદની રાહ જોવાઈ રહી છે.

તા. ૨૮.૦૬.૨૦૧૮

वडगाम में पहुंचा मॉनसून , अगले ४८ घंटे में हो सकती है जमकर बारिश

તા.૨૭.૦૬.૨૦૧૮ને બુધવારની રાત્રે ૧૨ મી.મી વરસાદ સાથે વડગામ તાલુકો ચાલુ મોસમમાં વરસાદી આંકડાની દ્રષ્ટીએ બનાસકાંઠા જિલ્લામાંપ્રથમ ક્રમાંકે રહ્યો હતો જ્યારે જિલ્લાના અમીરગઢ,ભાભર,દાંતા અને વાવમાં વત્તો ઓછો વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય વિસ્તારો ખાતુ ખોલવાની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં તા.૨૮.૦૬.૨૦૧૮ની સવારે ૮.૩૦ થી માંડીને આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે જ્યારે અન્ય હવામાનની નવાજુની  તરફથી મળતી માહીતી મુજબ એક સિસ્ટમ સાઉથ રાજસ્થાન તરફ આવી રહી છે જેની અસર હેઠળ આજથી ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ થશે જે આવતા બે-ત્રણ દિવસ રહેશે. હજુ સાર્વત્રિક ભારે વરસાદના સંજોગો નથી. અત્યાર સુધી વડગામમાં મોસમનો ૧.૫૪ ટકા વરસાદ નોંધાયો છે જેમાં આગામી સમયમાં ક્રમશ: વધારો જોવા મળશે.

તા. ૦૭.૦૬.૨૦૧૮

Paani૧૯૮૮ થી ૨૦૧૭ સુધીના આંકડાને ધ્યાન માં લઈએ તો વડગામ પંથકનો સરેરાશ વરસાદ ૭૭૮ મી.મી (૩૧.૧૨ ઇંચ) છે. એવું અનુમાન લગાવી શકાય કે આવનાર વર્ષોમાં જ્યાં સુધી વડગામ તાલુકા માં દર વર્ષે ૩૦ થી ૩૫ ઇંચ વરસાદ પડે તો તાલુકાના સરેરાશ વરસદનાં આંકાડામાં ખાસ કોઈ ફેર પડે તેમ નથી એટલે ભૂગર્ભ જળ ને લઈને ખાસ કઈ હરખાવા જેવી સ્થિતિ નાં બને જે છે એ ગબડ્યા કરે. હા એક માત્ર ઉપાય વરસાદી પાણી ને વહી જતું અટકાવી તેને ભૂગર્ભમાં ઉતારી તળનાં પાણીની પરિસ્થિતિ માં થોડો ઘણો સુધારો કરી શકાય. આનાથી ઉલટું જો આવનાર વર્ષો માં દર વર્ષે ૩૫ ઇંચ થી ઓછો વરસાદ થાય તો તાલુકાનાં ભૂગર્ભ જળ ની પરિસ્થિતિ કફોડી થાય. પર્યાવરણ અને વરસાદી પાણી સંગ્રહની બાબતમાં પ્રજાજનો ની બેદરકારી સરેરાશ આંકડાને ને ૩૦ ની નીચે નાં લઇ જાય એ જોવું રહ્યું.

ગુજરાત નાં ૨૫૧ પૈકી ૪૦ તાલુકાઓમાં છુટા છવાયા વરસાદ નું આગમન થઈ ચુક્યું છે ત્યારે બનાસકાંઠા નાં તમામા તાલુકા વરસાદ નાં આગમનની કાગડોળે રાહ જોઈએ રહ્યા છે. સુખદ સમાચાર એ છે કે હવામાન ખાતા એ આ વર્ષે સરેરાશ વરસાદ ની આગાહી કરી છે એ જોતા ૩૦ થી ૩૫ ઇંચ વચ્ચે વરસાદ થાય તો આ વર્ષનું ગાડું તો ગબડી જાશે પણ જે વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ થયો એ વર્ષો ચોક્કસ કપરા હશે.

 

*****

 

તા. ૦૫.૦૬.૨૦૧૮

જાહેર વિજ્ઞપ્તિ

મુક્તેશ્વર જળાશય યોજના

કાર્યપાલ ઇજનેરશ્રી, સીપુ યોજના વિભાગ, પાલનપુરની યાદી જણાવે છે કે ચોમાસું-૨૦૧૮ દરમિયાન ચાલુ સાલે ઉપરવાસમાં ભાર વરસાદ થાય તો મુક્તેશ્વર જળાશય યોજના તાલુકો વડગામ તેની પૂર્ણ સપાટીએ ભરવાનું આયોજન છે. અને તેવા સમયે વધુ વરસાદ થાય તો ડેમના દરવાજા ખોલી પાણી નીચેવાસમાં સરસ્વતી નદીમાં પાણી વહેડાવવાની સંભાવના રહેલી છે. જેથી આવા સમયે તમામ જાહેર જનતાને જણાવવાનું કે નદીના વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ, નદીના વિસ્તારમાં પ્રવેશ થવાને કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી હોઈ જેની જાહેર જનતાએ નોંધ લેવી અને જરૂરિયાતને સમયે જાનમાલને નુકશાન થાય નહિ તે રીતે પશુધન સાથે સલામત સ્થને ખસી જવા વિનંતી છે.

રેફ્: સંદેશ તા. ૦૩.૦૬.૨૦૧૮ પાના નં-૨

www.vadgam.com