જન્મ દિવસ ની અનોખી ઉજવણી…!

Manojbhai-1સુરતની બે સંસ્થાઓ “માનવ સેવા સંઘ” અને “છાયંડો” એ બે સેવાકીય ક્ષેત્રે જાણીતા નામ છે. એવું જ એક જાણીતું અને વિશ્વાસપાત્ર નામ સરગમ બિલ્ડર્સ છે. સરગમ બિલ્ડર્સના ભાગીદારી પેઢીના માલિકોએ આકરી મહેનત કરી માત્ર રૂપિયા જ નથી રળ્યા પણ તેનો સત્માર્ગે સદુપયોગ પણ કરતા રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલ ના પ્રાંગણ માં આવેલી આ બે સંસ્થાઓ “માનવ સેવા સંઘ” અને “છાયંડો” ની રૂબરૂ મુલાકાત લઈએ તો અહેસાસ થાય કે કેટલું મોટું માનવ સેવાનું કાર્ય આ સંસ્થાઓના માધ્યમથી થઈ રહ્યું છે. થોડાક વર્ષો અગાઉ મને મારી સુરત મુલાકાત દરમિયાન આ બંને સસ્થાઓ દ્વારા થઈ રહેલા પ્રેરક કાર્યો ને નજરે જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.

Manojbhai-3

ઉપરોક્ત પૂર્વભૂમિકા બાદ આપણે આ લેખ ના મુખ્ય વિષય તરફ આવીએ તો વડગામ તાલુકાની દક્ષિણ સરહદ ઉપર વસેલ કોદરામ ગામના વતની આદરણીય શ્રી લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ એ સરગમ બિલ્ડર્સ ના ભાગીદારો પૈકી એક ભાગીદાર છે તેમજ ઉપરોક્ત બંને સસ્થાઓ માં અન્ય દાતાઓ પૈકી તેઓ પણ એક આજીવન દાતા છે તેમ કહીએ તો ખોટું નથી. પરમાર્થના કાર્યો માં તેમની દાન ની સરવાણી સતત વહેતી રહેતી હોય છે એ સુરત હોય કે માદરે વતન કોદરામ…! તેમના ના પરમાર્થ ના કાર્યો વિષે અગાઉ વડગામ વેબસાઈટ ઉપર લખાઈ ચૂક્યું છે. તેમના પુત્ર અને મારા મિત્ર શ્રી મનોજભાઈ પણ પિતાના પગલે જીવન મૂલ્યો ને સાચવીને આગળ વધી રહ્યા છે તેઓ એ પોતાના પુત્ર જૈમીનની ઉજવણી કંઇક અનોખા અંદાજ માં ઉજવવાનું નક્કી કર્યું છે. તેમના પરિવારે નક્કી કર્યું છે છાયંડો સસ્થા દ્વારા સુરત સિવિલ હોસ્પટલ માં દર્દીઓ અને દર્દીઓના સગાવહાલાઓ માટે ટોકન દરે ચાલતી ભોજન શાળા માં  જૈમીન ના જન્મદિને રૂ ૧,૦૦,૦૦૦/- દરવર્ષે અન્નદાન તરીકે આપવા અને તે પણ આજીવન એટલું જ નહી પોતાના પરિવાર ને હાજર રાખી સુરત હોસ્પિટલ ના દર્દીઓ અને દર્દીઓ સાથે ઉપસ્થિત તમામ લોકો ને સ્વહસ્તે સાત્વિક ભોજન જમાડવું આ કાર્ય માં પોતાની બે નાની દીકરીઓ ને પણ આ દિવસે ભોજનાલયમાં ભોજન પીરસવાનું કામ આપીને જીવન મૂલ્યોની કેવી સાચી કેળવણી આ પરિવાર પોતાના બાળકો ને પેઢી દર પેઢીથી આપી રહ્યું છે તે દિશાસૂચક છે. ઉચ્ચ વિચારસરણી સાથે યોગ્ય જીવનશૈલીની સમજણ વિકસે તો જીવન સાર્થક ગણાય તે લવજીભાઈ મોતીભાઈ પરિવાર પાસેથી થોડુંક શીખવા જેવું ખરું !

ચી. જૈમીન ને www.vadgam.com તરફથી Happy Birthday ….!!

Manojbhai-2