પર્વતારોહણની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નું સર્વોત્તમ ઉદાહરણ.
પાલનપુર યુથ હોસ્ટેલ ગુરૂપર્વત પર્વતારોહણ યાત્રા નાં આયોજક શ્રી વિપુલભાઈ ચૌધરી, તેમની ટીમ અને તમામ સહભાગી યુવાનોને વડગામ તાલુકાના મુમનવાસ ગામ નજીક આવેલા પાણિયારી આશ્રમ ઉપરના ગુરૂ નાં પર્વત ઉપર પર્વતારોહણની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નું સર્વોત્તમ ઉદાહરણ પુરૂ પાડવા બદલ વડગામ.કોમ અભિનંદન પાઠવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી વિપુલભાઈ ચૌધરી એ વડગામ તાલુકાના કરનાણા ગામના વતની છે અને વડગામ.કોમ નાં સક્રિય સભ્ય પણ છે. તેઓશ્રી પાલનપુર ડાયરી ,વડગામ ડાયરી, ડીસા ડાયરી જેવા વિવિધ પ્રકારનાં Android App પ્રોજેક્ટ ડેવલોપ કરવાની સાથે અનેક સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાનો અમૂલ્ય અને કીમતી સમય ખર્ચી રહ્યા છે તે યુવાપેઢી માટે દિશાસૂચક છે.