સખી : વડગામમાં વિધાનસભા ચૂંટણી-૨૦૧૭માં મહિલા સંચાલિત મહિલા મથક
ચર્ચાઓ ભલે મહિલા શસક્તિકરણની થતી હોય. વિવિધ રાજકિય પક્ષો દ્વારા ભલે મહિલાઓને ટિકિટ ફાળવવામાં કંજુસાઈ દાખવવામાં આવતી હોય પણ આ મામલે રાજ્ય ચૂંટણી પંચ મહિલાઓ મામલે ઉદાર બનતુ જોવા મળ્યુ.
તાજેતરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડગામ વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય ચૂંટણી પંચની નિયુક્તિથી ચાલતુ મહિલા સંચાલિત મહિલા મથક “સખી” જોવા મળ્યું. આ મતદાનને લગતી તમામ કાર્યવાહી માત્ર મહિલાઓ કરી રહી હતી અને પોતે દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી છે તેવું આ મહિલાઓની કામગીરી થકી સાબિત સાબિત પણ થઈ રહ્યું હતું. રજ્ય ચૂંટણી પંચનો આ નવતર પ્રયોગ સાચા અર્થમાં મહિલા ઉથ્થાનની પ્રેરણા બની રહ્યો. વડગામ.કોમ રાજ્ય ચૂંટણી પંચની આ સકારાત્મક સોચને બિરદાવી અભિનંદન પાઠવે છે.