વડગામ તાલુકાના જલોત્રામાં ચાલતી યોગ વિદ્યાપીઠ.
વડગામ તાલુકાના જલોતરા ગામમાં પતંજલી યોગ વિદ્યાપીઠ ના માધ્યમથી યોગ દ્વારા વ્યક્તિ વિકાસ નું નોંધપાત્ર કાર્ય ચાલી રહ્યું છે અને આ મહત્વપૂર્ણ જવાબદારી નિસ્વાર્થ અને સેવાકીય ભાવે શ્રી હસમુખભાઈ ડી. ભટોળ સફળતાપૂર્વક ઘણા લાંબા સમયથી નિયમિત નિભાવી રહ્યા છે. તાજેતરમાં પતંજલી મહિલા યોગ સમિતિ દ્વારા જલોત્રા મુકામે આયોજિત મિટીંગમાં તા. ૫.૦૧.૨૦૧૮ થી તા. ૦૭.૦૧.૨૦૧૮ દરમિયાન ગુજરાતી શાળા, જલોત્રા મુકામે યોગ શિબિર યોજવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રભારી યોગ શિક્ષિકા સોનિકાબેન દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામિણ મહિલાઓને યોગના મહત્વ વિશે માહિતગાર કરી જરૂરીમાર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
શ્રી હસમુખભાઈ ભટોળ દ્વારા સમગ્ર મિટિંગનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યુ હતું. જલોત્રા મુકામે તેમજ વડગામ તાલુકાના અન્ય ગામોમાં પણ યોગના માધ્યમથી સ્વાસ્થય પ્રત્યે જનજાગૃતીના પ્રયાસોને બિરદાવી વડગામ.કોમ શ્રી હસમુખભાઈ ભટોળને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.