સબંધ નો સરવાળો – ભાગ ૧
સુર્ય નારાયણે પોતાના ઘોડા શણગારી પલાણ માંડ્યા! અને કિરણ એક પહાડોની તિરાડ છેદી સીધુ ધરતી ને ચુંમ્યુ,કુકડાએ બાંગ પોકારી,દુધના વાસણો ખખડ્યા !
બકાલાની બુમ પડી , મંદિરમાં ઘંટારવ થયો ,કબુતરા ચણ ચણવા ઉડા ઉડ કરી અને નભ ને ભરી દીધું અને એવામાં પાર્થ પોતાનું ગૃહકાર્ય કરી રહ્યો હતો.
તેના દાદા ચશ્માં ચડાવી ચાની ચુસ્કી સાથે સવારની ગરમાગરમ ખબરો વાંચી રહ્યા હતા.ગામના યુવાનો ગામના ચૉરે ગલ્લા પર માવા ચોળી અને ઠીઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા.
એટલામાં કોઇએ સાદ કર્યાં અને બધાની નજરો ત્યાં મંડાણી !!
“અરે દોડો દોડો ઘરમાં આગ લાગી !!
સાદ સાંભળતાની સાથે વાતાવરણ ગંભીર બન્યું!સહુના હોશ ઉડી ગયા ,બધા બધા અનિમેષે સાદ જ્યાં થી આવ્યો તે તરફ જોવા લાગ્યા,પછી તો ધુમાડાના ગોટા જોયા ને બધા એ તરફ દોટ મુકી,ઘરવખરી બળતી જોઇ,ટાબરિયાં ની ચીસો સંભળાઇ ,ભરરચક મેદની મા લાલ બંબાની ધારોથી ઘર પર પાણી છાંટવામા આવ્યું પણ આ…શું ?
ફુલકુંવર જેવી બાઇ એક લાલ રંગની સાડી મા બળી ને ખાખ થૈ ગઇ ,લાશનો કદરુપો ચહેરો સૌ માટે અવાંચક બન્યો ,
સૌ હેબતાઈ ગયેલા અવાજ પણ ન નીકળે એવા જીભ થૈ ગૈ ,એટલામાં પૉલિસ જીપનુ સાયરન વાગી અને ઇન્સપેક્ટર ઝાલા પોતાના સ્ટાફ સાથે ઇક્વિટગેશન માટે આવી પહોંચ્યા,
અને તપાસ શરુ થૈ,
ઇન્સપેક્ટર મેદની ને ખસેડી લાશ પાસે આવી ગયા.
વાતાવરણ શાંત ભાસતું હતું.
બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ દુર્ઘટના કઇ રીતે સર્જાઇ !
એનું કારણ જાણવા જિજ્ઞાસા વશ મેદની ના મુખ પર તાળાં હતા , ઇન્સપેક્ટર પોતાની ટોપી ઉતારી મહિલાનું સન્માન કર્યું, પછી પુછ્યું !
કેવી રીતે આ ઘટના બની ?
કોણ છે આમના વારસ દાર ?
પ્રશ્ન સાંભળતા જ બધા સ્તબ્ધ થયા ,પછી એક વ્યક્તિ સામે આવે અને ધ્રૂજતા અવાજે જીભ ઉપાડી ને કહ્યું “સાહેબ ,બિચારી નથી આ, આને તો જાતે જ બળી છે,એમાં કોઇનો કોઇ દોષ નથી !” ,ને શબ્દો અટકાવી દીધા,
“તો ! તમે કોણ છો અને આ કેવી રીતે કહો છો ? ઝાલા એ કડક થઇ પુછ્યું,
વ્યક્તિ ગભરાય ગયા અને મૌન માં સ્થિતપ્રજ્ઞ અવસ્થાએ ઝાલા સામે જોઇ રહ્યા, ઝાલાએ તેમના મૌન પાછળનુ રહસ્ય ઉકેલવા ફરીથી સવાલો પુછ્યા,
વ્યક્તિ એ ધ્રૂજતા અવાજે જવાબ આપવાનું શરું કર્યું , “અરે
સાવ સોના જેવી બાઇ આ પરંતું નસીબ સંજોગે પતિ દારુડિયો ભટકાયો સાહેબ ,અને પતિ ના રોજના ત્રાસ થી કંટાળી બાઇ એ મોતને વ્હાલું કર્યું, બાઇ પરનો ત્રાસ આ આખું ગામ જાણે છે સાહેબ,!
“અરે પણ આવો ત્રાસ હતો તો અમારી ચોકી એ આવવુ હતું!પણ આ પગલું શા માટે ? ઝાલા વળતો પ્રશ્ન કર્યો?
“અરે સાહેબ ,ચોકી એ જાય તો ખોરડું લાજે ,આજ દન સુધી આ ગામની કોઇ સ્ત્રી ચોકી સુધી પહોંચી જ નથી ને તમે ચોકી ની વાત કરો છો ,અરે સાહેબ ચોકીમાં શું ! આ ગામની સ્ત્રી ગામના ચોકમાં પણ નથી ફરિયાદ કરી શકતી ?? વ્યક્તિ એ પ્રશ્નાર્થ સાથે પુર્ણ વિરામ ઉમેર્યું,
આખું ગામ એ તરફ જોતું રહ્યું કરુણ ઘટના ગામને પ્રશ્નો મુકતા ગયું!
બધા એક બીજને પ્રશ્નો પુછવામાં વ્યસ્ત બન્યાં ,ગલી એ ગલીએ અને ગલ્લે ગલ્લે બસ એક જ વાત મુકુલ ગયો ફાંસીના માંચડે,
“આ દારૂ શુ માંગે ભાઇ ,એક હામટા બેય જીવ ભરખી લે ,બિચારીને બહુ ત્રાસ હશે નહી,
: કંટાળી ગઇ હશે ,આમેય સંસાર જીવતા ય સળગાવી છે ,ભગવાન જેવા ભગવાન જેવાં ભગવાનને પણ ટોણો મારી સીતાજીને વનમાં ધકેલી દીધા પછી આતો માત્ર માણસ છે એનું થાય !!”નિરાશા વ્યક્ત કરતા ગામના એક ભાઇ બોલ્યા !!
“હા,ખરેખર સાચું કહ્યું, બિચારીને જીવતે સળગવુ પડ્યુ છે,
“અને યઆમેય બિચારી ચંત્યાઓમાં તો
તો સળગતી હતી , આ ત્રાસ કેમ સહન થાય !!”
ગામના ગુલાબજી એ જીવ બાળ્યો!!
“અરે કાકા હવે આ હવે આ જીવ બાળવો રહેવા જ દો , તમે ત્રાસ થતો તો બચાવવા આગળ કેમ ન આવ્યો, અન્યાય સામે કાર્યવાહી કરવાની જગ્યા મુંગા બની અન્યાય ને સાથ આપ્યો, ખરેખર કાકા મુઆ પછીની આ જીંદગી છે ,સાલું જીવતા જો આટલી ફિકર થાયને તો આ વાત વાગળવાનો વારો નો આવે, ખરેખર કાકા !” એમ કહી ગામના જુવાન ચંદ્ર કાન્તે તાળી પાડી !!
ને આજુબાજુના લોકો એ પણ એની વાતને ટેકો આપ્યો,,
અને કાકા ના ચહેરાનો રંગ ઉડી ગયો,
પણ જવાબ આપ્યા વગર રહે તો કાકા શાના ,તરત પ્રત્યુતર વાળ્યો ને જવાબ આપ્યો “અરે નાદાન અમે તો ચુપ રહ્યા પણ તારે તો રોકવા જવું હતું, અમે થોડી ના પાડી હતી !!”
હા, હુ જતો પણ તમારા આ ગામના કાયદાઓ એ મને ત્યાં ન જ જવા દીધો, કારણકે
વડીલો કાયદા ઘડે અમારા જેવા યુવાનો તોડે પછી રિવાજો નેકોણ માને ?
“કાયદો ?”
“કેવા કાયદો ??”
“તમે જે ઘડો છે !”
તે ?
‘કે કોઇ પણ સ્ત્રી નું માનવું નહીં, કોઇ પણ સ્ત્રી પુરષ ને તોડી નાખે તે માટે સ્ત્રી ની વ્હારે જવું નહિં! ”
આવા અટપટા કાયદાના કારણે આજે એક નિર્દોષ બાઇ મોતને ભેટી ! ખેર જવા દો આ તમારા વડીલો મતે પાપ નથી પુણ્ય છે ?ને
આટલું એકી શ્વાસે ચંદ્રકાન્ત બોલી ઉઠ્યો!
બધા જ લોકો તેના સમર્થન મા તાળીઓ પાડી ,
અને ગુલાબકાકા નર્વસ થઇ ગયા,આમ વાતો ના અંતે બધા છુટા પડ્યા અને બપોરની વેળા થઇ ,ધોમધખતો તડકો,સુરજદાદા પોતાના અસલ મિજાજ મા માથે ચડ્યા.
આ બાજું ઇન્સપેક્ટર ઝાલા એ પી.એમ રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યાં હતા.કોન્સ્ટેબલ ફાઇલો ગોઠવવામાં વ્યસ્ત હતા.ને અચાનક જ એક માણસ ચોકી મા આવ્યો અને ટેબલ પર કાગળ મુક્યો,ઇન્સપેક્ટર કંઇ બોલે એ પહેલાં જ શબ્દ સંભળાયો “આ રહ્યો પી.એમ રિપોર્ટ !
શબ્દ સાંભળતા જ ઇન્સપેક્ટર ની આતુરતાનો અંત આવ્યો કેશ સોલ્વ થયો એવી ખુશી ઇન્સપેક્ટર ના ચહેરા પર ચમકી !તરત તે બોલી ઉઠ્યા “થેન્કસ્ !! ડૉ.સુભાષ આપે તો મારા કાર્યને આસાન કરી દીધું,”
કહી રિપોર્ટ હાથમાં લીધો .
રિપોર્ટ ત્રણ ચાર પાનાં નો હોવાથી તે વાંચવા મા મશગુલ થયા.
પુર્ણ અભ્યાસ બાદ જ રિઝલ્ટ બહાર પાડવું એ ઝાલાનો નિર્ણય હતો.મક્કમ તા ઝાલાની આગવી ખુબી હતી.આ 22વરસની સર્વિસ મા આજ સુધી ઝાલાને કલંકનો ડાઘ પણ નોહતો લાગ્યો,
ઝાલા એક ઇમાનદાર પોલીસ ઑફિસર હતા.
બીજા લોકોના દિલમા તેમના માટે આદર્શ હતા.ઝાલાનો આ પ્રતિભાશાળી ચહેરો રાજકારણી ને ખુંચતો હતો.આમ આર્મીના તે આઇડલ હતા.સમયે સમયનું કાર્ય કર્યું. અને બપોરની વેળા સંધ્યા ની સાથે ભળી ગઇ,સુરજદાદા પણ ક્ષિતિજે આવી સમયનો સાથ આપ્યો.
આ વિસ્મયતા ઝાલાને ઘેરી વળી અને ઝાલા નામમાં અનેક પ્રશ્નો ઉભા થયા જેનાં જવાબ શોધવા તેમણે ખોંખારો ખાઇ તૈયારી બતાવી ,આ બાજુ પોલિશ દળના જવાનો એ ઘરવખરી ની તપાસ કરી રહ્યા હતાં. ત્યાં એક કોન્સ્ટેબલ ના હાથમાં એક અડધો બળેલ કાગળ નો ટુકડો હાથ લાગ્યો,
તેણે કાગળ હાથમાં લઇને અને વાંચવાનો પ્રયાસ કર્યો પણ સ્પષ્ટ પણે વાંચી શકાયું નહિ તેથી કાગળ ઝાલા સાહેબ ના આપ્યો,ઝાલા સાહેબ કાગળ ને જોતા જ સમજી ગયા કે આ સુસાઈડ નોટ જ છે તેમણે કાગળ ને બારીકાઈથી જોયું અને કબ્જામાં લીધું,
અને એટલામાં એમ્બ્યુલન્સ ની સાયરન વાગી અને ટોળાં ની નજરો એમ્બ્યુલન્સ ની તરફ ડોકાઇ,એમ્બ્યુલન્સ ના માણસોઉતરીને લાશને હળવેકથી પકડી અને પલટાવી ચહેરાની ખાલ કાળી પડી ગયેલી ચામડી મા લોહી ભરાયેલું એવો ભયાનક ચહેરો હૈયા ને હચમચાવી નાખે એવું દ્રશ્ય ,આજુબાજુ મા ચાર ટાબરિયાં ની રો કકળે તો વાતાવરણ ગમઘીન બનાવી દીધું !
પૉલીસ અને આજુબાજુના લોકો અવાક્ બની તેની એમબુલેન્સ સફેદ કપડાની લપેટી લાશને લઇ જતા જોતા જ રહ્યાં,
“આ વિધાતા પણ કેવી છે “જેના સુખ છીનવતાય વાર નથ કરતી “પાર્થ ના દાદા આંખે આંસુ લૂછતાં બોલાઇ જવાયું.
ઇન્સપેક્ટર રે આગળ ની તજવીજ હાથ ધરી અને કસુરવાર કોણ છે તેને ઝડપી પાડવા એફ.આઇ.આર અને આરોપી વિરુધ્ધ સખત સજા થાય તેનું બીડું ઉઠાવ્યુ.
પોલીશ પ્રાથમિક તપાસ કરી ચાલી ગઇ,આગળ ની તપાસ પી.એમ પછી ..એમ ઝાલાના મને નિર્ણય લીધો.
ગામે પણ બેચેન હાલત મા થોડી રાહત મળી પણ વાત ચોરે ચૌટે ચર્ચા વા લાગી કે શા કારણે આ બાઇ મરી ? ,એનો હત્યારો કોણ ?
સુરજ દાદાને પણ આથમતા વાર ન લાગી આરતી નો નાદ થયો અને સુરજ પણ ક્ષિતિજે આવી પહોંચ્યો.અને પંખીઓ પોતના માળામાં ગીત ગાતાં ગાતાં પરત ફર્યા, અને સાંજ ધીમે ધીમે રાત્રીમાં ફેરવાઇ ગઇ પણ એક સળગતો સવાલ મનમાં આપી ગઇ ??
જે ના જવાબ માટે આખું ગામ ઉજગરા કરતું થઇ ગયું,!!
સુરજ ઉગ્યો,પંખીઓએ કલરવ કર્યો, અઝાન થઇ,આરતી વાગી, દુધવાળાની સાયકલ ખખડી અને છાપા વાળાની બુમ સંભળાઇ ,! શાંત વાતાવરણ કોલાહલ મા પ્રવેશ્યું!
આનંદનગર મા ઉત્સાહ નું વાતાવરણ સર્જાયું!
કંકુ છાંટી ને કંકોતરી મોકલજો
માંય લખજો બેની બાના નામ માણેક સ્તંભ રોપીયો..
વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
મીંઢણ પરણે ને ઝાડ બાળ કુંવારા..
આવા લગ્ન ગીત બહેનો પોતાના ગળામાંથી વહેતો મુક્યા .
આ શું કોઇ લગ્ન જ હશે ?
નક્કી!!
સંધ્યા પોતાના હાથે મુકાઇ રહી હતી ! મહેમાન ને સગાવ્હાલા ચા પાણી કરી રહ્યા હતાં, શામિયાણો વરરાજા ને આવકારવા રંગીન લાગતો હતો. સંધ્યા ની મા ચંપા પણ લાલ સાડી પહેરી હોઠ પર આછી મુસ્કાન સાથે મહેમાનો ને આવકારી રહી હતી,સંધ્યા ના પિતા પોતાના સેલફોન થી મહેમાનો ને રસ્તો બતાવી રહ્યા હતા,સંધ્યાનો ભાઇ રોનક લાલ શેરવાનીમા એકદમ ખુબસુરત લાગતો હતો.
સંધ્યા ની સહેલીઓ મશ્કરીઓ મા હાસ્ય કિલ્લોલ કરી રહી હતી , રસોડામાં થી ધુમાડાની ખુશ્બુ આવી રહી હતી,દિકરીને પરણાવવા અશોકભાઈ એ પુરે પુરી તૈયારીઓ કરી હતી
જનૈયાઓને પકવાન જમાડવા અને સમાજ મા ડંકો વગાડવાના કોડ આમેય કયા બાપને ન હોય !!
ધિબ્બાગ ઢોલ વાગ્યો અને શરણાઈ એ સુર ફુંક્યો…ને અદ્ભુત અવર્ણનીય વાતાવરણ ઉભું થયું!
સંધ્યા લાલજોડામાં મન મોહક લાગતી હતી ,તેના હૈયા માં પતિને પામવાના અભરખા હતા,પણ બધા ની વચ્ચે શરમાતી હતી, તેની શરમાવું જોઈ સહેલીઓ તેને ચિડાવતી હતી,મહેંદી ભરેલા હાથ એકદમ ખુબસુરત લાગતા હતા,તેનું રુપ કંઇ અપ્સરતાથી ઓછું નોહતું !!
ચંદ્ર ને પણ શરમ આવે એવો એનો ગુલાબી ચહેરો પોતાની ખુશીઓની ચાડી ખાતો હતો,
સંધ્યા નો આમ હસતો ચહેરો જોઇ ચંપા પણ હરખ ઘેલી થઇ ઉઠી હતી ,સંધ્યા ની ફોઇ તો તેને નજર ન લાગે તે માટે કાળા ટીલા ને મહારાજ પાસે જાતજાતની વિધીઓ કરાવતી હતી.
મંડપ ની ચૉરી ના શણગાર માટે માળી ફુલો ગુંથતા હતાં,
તેના ફુવા કુંદન રસોડામાં જે કંઇ ખુટે તે મદદ કરતા હતા,સંધ્યા ના પિતરાઇ ભાઇઓ જમણવાર માટે ટેબલ ખુરશી અને વાસણોનો ગોઠવવામાં વ્યસ્ત હતા.
જમણવાર ચાલું થવાની તૈયારીમાં જ હતો. પુરીઓ તળાતી હતી ને બાળકો મંડપના આગળ પાછળ કુદાકુદ કરી રહ્યા હતા.મહેમાનો નુ આગમન શરુ હતું, આવકાર ના નાદ ,અને અલક મલકથી વાતોથી વાતવરણ એકદમ ખુશી નુ બન્યું હતું,
એટલાંમા જ સંધ્યા ના પિતાનો મોબાઈલ રણક્યો !
ટ્રીન…..ટ્રીન….ટ્રીન….
“અરે કોનો ફોન છે ?”,એમ કહી સંધ્યા ના
પિતાએ હસતા હસતા ફોન ઉપાડ્યો !!
ફોન કાને લગાવી તે સત્બધ જ થઇ ગયા, ફોન કરનાર વ્યક્તિ નો અવાજ સાંભળી તેમના પગ તળે થી જાણે જમીન જ લઇ લીધી,
સંધ્યા ના પિતાનો હસમુખો ચહેરો ઉદાસી ને ઘેરી વળ્યો ,ફોન ના સમાચારે તેમના સપનાને ચકનાચુર અને હૈયેથી ભાગી પાડ્યાં, તે અચાનક બધાની વચ્ચે રડવા લાગ્યા,મહેમાનો પણ તેમને આ રીતે રડતા જોઇ સૌ એમની આજુ બાજુ થઇ ગયા ,,કોઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યું,
અને પાવા લાગ્યાં, ત્યારે….
“અરે મારા સપનાને જ પાણી ફેરવી દીધું હવે આ પાણી પીવાથી શુ થાય ” સંધ્યા ના પિતાના મોઢેથી શબ્દો સરી પડ્યાં,
લોકો વાતને જાણવા આતુર બન્યાં!!
“અરે પણ થયું શું એતો કહો ? ” કોઇ જણથી બોલી જવાયું.
“અરે…ભા…ઇ શું નથી થયું એ કહે !!”પ્રત્યુત્તર વાળ્યો
પ..ણ કહો તો ખરા..?
ચંપા એ સવાલ કર્યો !!
અરે થાય શું!તારી ભાભી…
તારી ભાભીમરી ગઇ ! એ પણ સળગીને” સંધ્યા ના પિતાએ રડયા રડતા જવાબ આપ્યો.
ત્યાં તો ચંપા ના હૈયા પર ચાબખો પડ્યો ને ચંપા બેહોશ થઇ ઢળી પડી ,
મહેમાનો પણ ગભરાઈ ગયા અને વાતાવરણ ગમઘીન બન્યું,
શામિયાણાનો રંગ સૌને ફિક્કો લાગવા માંડ્યો, ખુશીની લહેરે માતમમાં છવાઇ ગઇ ,સબંધોની દુનિયામાં સમયે પરીક્ષા લીધી અને સંધ્યા ની ડોલીની જગ્યાએ તેની મામીની અર્થી ઉઠી!
લગ્નનો માહોલ આમ અચાનક જ સમયની એક થપાટે માતમ મા છવાઇ ગયો ,અને સંધ્યા પીઠી ચોળેલી હાલતે મામાને મળવા તૈયારી થઇ , મહેમાનો પોતાના ઘરે રવાના થયા, સંખ્યા બંધ જમણવાર નુ આયોજન એક જ પળમાં વેર વિખેર થયું
“હે ઇશ્વર તને પણ આ જ ગમે છે,તું યે મારી પરીક્ષા કરે છે ?અરે જા, તું પણ આ પથ્થર મા જડાઇ સાવ પથરો બની ગયો છે ,મારી જરાય દયા ના આવી ! અરે એક હર્યું ભર્યુ ઘર તોડાવોનો શો અધિકાર છે તારો ?અરે ..આમ ચુપચાપ રહેવાથી તને મારી ભડકતી આગથી તને કોઇ નહિ બચા
અવશ્ય ડોલાવી દેશે” ચંપા પાગલ અવસ્થાએ આ ઇશ્વર ને ઠપકો આપી રહી હતી.
અને આમ ધીમે ધીમે સૂરજ પણ આ વાત સાંભળી જાણી દુ:ખી થઇ ક્ષિતિજે આવી પહોચ્યો ,
અને સંધ્યા ઢળી ગઇ
આ બાજું સંધ્યા ની મામીનું પી.એમ કરવા લઇ ગયા,ગામ આખું શોકાતુર વાતાવરણમાં ડુબ્યુ હતું ,ચલહપહલ ચાલતી હતી કે હવે શું થશે રહસ્ય ઉકેલવા ગામવાસીઓ તર્કવિતર્ક કરી રહ્યા હતાં, કાળની ઝાપટે એક ઘર તબાહ કરી દીધું! સંજોગ પરિસ્થિતિ કપરી બધાના ચહેરા પર કરુણતાના ભાવ સ્પષ્ટ પણે વંચાઇ રહ્યા હતા.
ગામનો ઝાંપો નિર્જન ભાસતો હતો.
એટલામાં પોલીસની જીપ હાથકડી લઇ આવી પહોંચી .ગામલોકોની જિજ્ઞાસા વધી છતાં ચુપચાપ ઝાલા સાહેબ ની વાત સાંભળવા આતુર હતા.
શું?કોને એરેસ્ટ કરશે ?તે એક પ્રશ્ન હતો.
ઝાલા સાહેબ જીપથી ઉતરી પોતની વર્ધી ટાઇટ કરી અને ઉંચા સ્વરે બોલ્યાં “ક્યાં છે હરામખોર,!!
સૌ નત મસ્તકે જવાબ હિન ઉભા હતાં! પોલિસ કાફલો ભરી બંદુકે તપાસ કરવા લાગ્યો !
“અરે આપ કોની વાત કરો છો ,સાહેબ ,આરોપી મળી ગયો ?
પાર્થના દાદા એ સહજતાથી જવાબ આપ્યો.
હા, સુસાઈડ નોટ થી સાબિત થાય છે કે તેનો પતિ મુકુલ જ કસુરવાર છે ,તેના ત્રાસથી આ બાઇ એ પગલું ભર્યું છે !
ઝાલાએ દોષી ઠેરવતા કહ્યું,
“અરે સાહેબ શું વાત કરો છો ?
દાદાના શબ્દો સ રી પડ્યા.
એટલામાં પોલિસ દળ મુકુલ ને પકડી જીપ તરફ લઇ આવ્યું,
“આ રહયો સાહેબ આરોપી !!”
કોન્સ્ટેબલે કહ્યું ‘
એમ કહી પૉલીસ જીપ માં બેસાડીને થાણા તરફ રવાના થઇ ,
(ક્રમશ:)