સંપાદન

વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામના વતની અને એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર માં પ્રોફેસર તરીકે કાર્યરત ડો.રમેશભાઈ પટેલ એ પોતાના કોલેજના અધ્યાપકોના સહયોગથી GPSCતૈયાર કરેલ GPSC – Class 1/2 Exam Book List મોકલી આપ્યું છે. આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે માર્ગદર્શકરૂપ બની શકે તેમ હોઈ આપના સંપર્ક માં હોય તેવા યુવાનોને નીચેની Link ફોરવર્ડ કરવા વિનંતિ

 

GPSC – Claas 1/2 Exam Book list ——–>

 

  1. ઈતિહાસ –

 

-આ માટે સૌ પ્રથમ ગુજરાત બોર્ડ ધો. ૧૧-૧૨ની બુક્સ વાંચવી.

-ગુજરાત ઈતિહાસનાં સિલેક્ટીવ ટોપિક – “ગુજરાતની અસ્મિતા” માંથી કરી શકાય.

– જો હિન્દી/અંગ્રેજી વાંચી શકો તો -NCERT ખૂબ જ સરસ છે. (Old/New)

– ગાંધીજી અને ડો.આંબેડકર વિષેનાં મુદ્દા ઈન્ટરનેટ પરથી એક વાર બેઝીક જોઈ લેવા, તેમાં બહુ ઊંડાણમાં ઉતારવાની જરૂર નથી.

– ના મળતાં ટોપિકની મારી નોટ્સ ( Pdf )  ક્વિક રીવિઝન માટે મુકીશ….

 

  1. સાંસ્કૃતિક વારસો –

 

ભારતનાં સાંસ્કૃતિક વારસા માટે –  નીતિન સિંઘાનિયા ( સિલેક્ટીવ સિલેબસ મુજબ  ટોપિક્સ )

– ગુજરાત સાંસ્કૃતિક વારસા માટે – વિશ્વકોશ ટ્રસ્ટ પબ્લીકેશનની “ ગુજરાત” બૂક માંથી સિલેક્ટીવ ટોપિક જોઈ શકાય.

 

  1. ભારતીય રાજ્યવ્યવસ્થા, બંધારણ, આંતરરાષ્ટ્રીય સબંધો –

 

– સૌથી શ્રેષ્ઠ બૂક – એમ. લક્ષ્મીકાંત ( હિન્દી/અંગ્રેજી )

– ગુજરાતીમાં – વિકલ્પ કોટવાલ સાહેબની બંધારણની બૂક વાંચી શકાય.

– આંતરરાષ્ટ્ર્ય સબંધો માટે અલગ બૂક વાંચવાની ખાસ જરૂર નથી. કરન્ટ અફેર્સમાં તે આવી જ જશે.

 

  1. સામાન્ય બૌધિક ક્ષમતા ( Maths+Reasoning)

 

-લીબર્ટી પ્રકાશનની ( Maths+Reasoning ) બૂક માંથી સિલેક્ટીવ ચેપ્ટર જોઈ શકાય.

 

  1. ભારતીય અર્થતંત્ર અને આયોજન –

 

– બેઝીક કન્સેપ્ટ માટે – ધો.૧૧-૧૨ ની બૂક એક વાર જોઈ શકાય. ( તેની આંકડાકીય માહિતી પર ધ્યાન ન આપવું )

– Mrunal Patel નાં Youtube પરથી સિલેક્ટીવ વિડીયો જોઈ લેવા.

– Economy માં કરન્ટનાં પ્રશ્નો વધુ આવતા હોય છે, આથી તેના પર ખાસ ધ્યાન આપવું.

– Indian Economy – Magbook – Arihant publication ( Hindi/English ) – ઘણી સારી બૂક છે.

 

  1. ભૂગોળ –

– સૌ પ્રથમ ગુજરાત બોર્ડની ધો. ૧૧-૧૨ ની બૂક જોઈ લેવી.

– ધો.૧૧-૧૨ ની NCERT પણ ખૂબ સારી છે. ( હિન્દી/અંગ્રેજી )

– હિન્દી માધ્યમની – (ભૂગોળ સમગ્ર અભ્યાસ – મહેશ બર્નવાલ) ઘણી સારી બૂક છે.

– ગુજરાત ભૂગોળ – લીબર્ટી પ્રકાશનની બૂક માંથી સિલેબસનાં પોઈન્ટ્સ કરી શકાય.

 

  1. વિજ્ઞાન અને ટેકનોલોજી –

– આ વિષયમાં દરેક ટોપિકનું બેઝીક નોલેજ અને તેના પર આધારિત કરન્ટ ખૂબ પુછાય છે.

– બેઝીક માટે – વર્લ્ડ ઈનબોક્ષ પ્રકાશનની બૂક વાંચી શકાય.

 

  1. પર્યાવરણ –

-અંગેજીમાં – Shankar IAS ની નોટસ ઘણી સારી છે.

– ગુજરાતીમાં – વર્લ્ડ ઈનબોક્ષ પ્રકાશનની બૂકમાંથી સિલેક્ટીવ ટોપિક વાંચી શકાય.

– ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડને – પર્યાવરણની બૂક પણ વાંચી શકાય.

– સાથે સાથે પર્યાવરણનાં કરન્ટ અફેર્સનાં  ટોપિક ખાસ જોવા.

 

  1. કરન્ટ અફેર્સ – 

– Daily Current Affairs —- Gktoday.in, Insightonlindia.com જેવા ઓનલાઈન માધ્યમ અથવા StudyIQ પરનાં રોજના કરન્ટનાં વિડીયો જોઈ શકાય.

– લીબર્ટી- LGK જેવા ગુજરાતી માસિક મેગેઝીન  ( ઓછામાં ઓછાં છેલ્લાં 6 મહિનાના )

 

*નોંધ –

 

-ઉપરનું લીસ્ટ મારા અનુભવનાં આધારે મુક્યું છે. શક્ય છે તેના સિવાય પણ ઘણી અન્ય  બુક્સ રેફરન્સ તરીકે કામ લાગી શકે છે.

– ઉપર જણાવેલી બુક્સ માંથી સ્વ-વિવેકાનુસાર વાંચન કરવું

– અહી કોઈ પણ પ્રકાશન કે લેખકનું પ્રમોશન કરવાનો કોઈ હેતુ નથી.

– જે લોકો ઘણા સમયથી તૈયારી કરે છે તે આથી પણ આગળની હિન્દી/અંગ્રેજી રેફરન્સ બૂક વાંચે.

 

-ડો. આર.આર.પટેલ (ભાંગરોડીયા)