વડગામની આજકાલ
૧૧ ઑગષ્ટ, ૨૦૧૬
ઇતિહાસ : માટીની ભેખડમાં સર્ફ સોડા !
વડગામ તાલુકાના કોદરાલી અને એદ્રાણા ગામ વચ્ચે ખારોડો હતી તેમા ઉસ થતો. તે માટી રાવળો ગધેડા ઉપર ગુણો ભરી ગામે ગામ વેચતા આ માટીની મહત્તાની લોકોને ખબર હોવાથી લોકો તે માટી વેચાતી લેતા અને તે માટીનું પાણી અલગ તારવીને તે માટીમાં મેલા ડાઘવાળા કપડા પણ ચોખ્ખા થઈ જતાં એ જમાનામાં સાબુ સર્ફની ગરજ સારતી આ ઉસવાળી માટીનું વેચાણ કરતા રાવળોને રોજી મળતી હતી.
(વડગામ ગાઈડ માંથી સાભાર…..) – www.vadgam.com