વડગામનું કાવ્ય અને પદ્યસાહિત્ય

 

૨૭.૦૮.૨૦૨૧

 

(૧)

વર્ષારાણી

વ્હાલ ભરીને આવ ઓ વર્ષારાણી
ઠંડક બધે પ્રસરાવ ઓ વર્ષારાણી.

મયુલ ટહુકે, મેડક કરે કલશોર
સ્વીકારોને પ્રસ્તાવ ઓ વર્ષારાણી.

મથી રહ્યા છે બાળ કરવા દશૅન.
રમવી છે કાગળ નાવ ઓ વર્ષારાણી.

ઝરમર ઝરમર તું વરસી જલદી .
નદી નાળાંને છલકાવ ઓ વર્ષારાણી.

છત્રી, રેઇન કોટ અને પ્લાસ્ટીક બધા.
રિયાઝ સૂના પડ્યા છે ઓ વર્ષારાણી.

સુકાઈ રહી છે ખેતી અહી ખેડૂ ની !
આવી ખેડૂ ને હરખાવ ઓ …….. વર્ષારાણી.

///’ કવિ રિયાઝ મીર ///
અજવાસ

 

 

(૨)

 

એક હુંફાળા જીવનની હુંફાળી રચના માણો…

અમારા જીવન ના અનોખા રંગ છે
હૈયુ બાળક છે સપના અકબંધ છે

એજ છે જીજ્ઞાશાઓ અમારી !
પરસેવો છે સખત પરિશ્રમ છે.

પ્રેમ છે સ્નેહ છે આદર છે સાથે !
અનમોલ સોનેરી જો સબંધ છે

રુહાની દિલની વાતો રુહાની દિલ જ સમજી શકે !

બાકી માટે તો શબ્દો મારા એક નિંબંધ છે

હૈયા ની વાતને કહેતા હૈયુ જરા ગભરાય છે !
લાગે છે હૈયાને લાગણી જ પસંદ છે

ધડકન સાહિત્ય ને દોસ્તો છે શ્વાસ મારા !
બસ અજવાસ ના જીવને એની જ સુગંધ છે.સુગંધ છે…

રિયાઝ મીર ભલગામ તા વડગામ જિ. બનાસકાંઠા “અજવાસ”

poem logo

 

 

 

 

 

 

 

૨૬.૧૧.૨૦૧૯

#શબ્દોમારા #અર્થતમારા

સારા કે ઉત્તમ મૂલ્યાંકન હજુ રાહમાં છે.
શું ખબર? અહીં કોણ કોના બાનમાં છે.

થશે, થવાનું છે, થઈ રહ્યું છે, ચર્ચામાં છે.
આ શું? બિનઆમંત્રીતો પણ જાનમાં છે!!

ચળવળ ચાલી રહી છે હિતોના ટકરાવની,
ગભરાશો નહિ તલવાર હજુ મ્યાનમાં છે.

સમય સંજોગ પરિસ્થિતિને આધીન બધું,
આ નહીં તો અન્ય વિકલ્પ પણ ધ્યાનમાં છે.

આશા બંધાઈ જ્યાં વાદળોના ઘેરાવાથી,
પેલો પરિબળોનો પવન તો હજુ તાનમાં છે.

જરૂર પડ્યે બોલવાની કે મૌનની પરિભાષા,
મક્કમ મનોબળ વાળાનાં ભાનમાં છે.

સારા કે ઉત્તમ મૂલ્યાંકન હજુ રાહમાં છે….

નિતીનભાઈ રાવલ (નીમુ’રા)- પસવાદળ(વડગામ)

 

૨૪.૧૧.૨૦૧૯

આવળ બાવળ !!

બેઠ્યો ઘડીક સામે,
બાવળની,
નીરખ્યો;
બિચ્યારો એકલવાયો!
કારણ કંટક કુદરતી.

શૂળ ભાગી ઉરમહી મારા,
અફસોસ બાવળતણો;
લાચાર એ !
ઓછાયો ન છાયો તેનો ઘણો.

ઉભો થયો;
તે જ ઘડી અશ્રુ છલકાયા;
સાંભળી બાવળતણો પોકાર;
પાછો ફર્યો;
તરત જ સુકાયાં;
કારણ રણ કુદરતી.

કારણ અકારણ
બાવળ હંમેશ તરછોડાય છે.
છાયાનાં આદી! ઓ !
દુર્દશા ક્યાં ! સમજાય છે?

સર્વમાં સૂકો-દૂબળો,
ફક્ત ! એ જ જણાય છે.
છતાંય એકલાથી થોડો ઉખેડાય છે ?

જોજો…….
એકલો જ ઉભો રેવાનો,
જે વગર પાણીએ પોષાય છે.
નઠોર આપણ પડી જવાનાં;
અહીં પાણીનો મોલ ક્યાં? અંકાય છે

ઝાડવામાં તો ઠીક;
આવળ બાવળ આપણામાંય છે.
કડવાં કાટાંળા હોય ભલે !
સમજો તો એ પણ સારા જણાય છે.

નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ – વડગામ)

 

 

એક આપની ખિદમદમાં પેશકશ
રચના…..

નથી મંઝિલે જવું કોઇ ! સફર હૈયાની કરવી છે.
સતત વહેતી શબ્દોની ધારા !
સદા તમને જ ધરવી છે

મોહબ્બત -ઇશ્ક ના છે જ્યાં દિવાના !
જીંદગી આ ત્યાં વાપરવી છે .

સમજો ના મને પાગલ ઓ જમાનાના લોકો !
સમાધી સ્નેહ રાખી !
સભા બસ એની ભરવી છે.

ગુલાબી વાતનો આ મિજાજ ગુલાબી હો
સદા એ વાતની સુવાસ જ સંગરવી છે.

આલિશાન છે આ અડીખમ પ્રતિબિંબ મુર્તિ !
પુછીને ફૂલો ને એની પૂજા કરવી છે
સુકાનિ આમ તો એ ઇશ્વર અમારો હોડી !
ભરોસે જીંદગી બસ “અજવાસ”
એના તરવી છે.

:-રિયાઝ મીર ભલગામ તા વડગામ જિ .બનાસકાંઠા

.
પ્રેમ નામે પંતંગિયુ જો ઉડાઉડ કરતું રહે !
હતાશા ને પણ આમ પરવડતું રહે !

નફરત રહે દૂર સદાને માટે સ્વયં થી!
ક્રોધ નામે રમકડું ના નડતું રહે

ના ભેદ કે દરાર રહે દિલોમાં !
કાન દઇને દિલ સત્ય સાંભળતું
રહે

વ્હાલ વધે ! સ્નેહ નો સથવારો થાયે !
વાત્સલ્ય નું ઝાડવું નિત પાંગરતું રહે

કિલ્લોલ થાયે કલશોર થાયે “અજવાસ” પણ
ભીતરે તેજ આમ ઝળહળતું રહે.

:- રિયાઝ મીર ભલગામ તા વડગામ જિ .બનાસકાંઠા

એક નવી પેશકશ

સફર કંઇક નોખી મંઝિલ સાવ જુદી છે
રોજ આ હવાઓ સાથે મારે કાકલૂદી છે.

ગહન છે આ આસ્થા ઇશ્વર પર!
આ કેડી ત્યાં પહોંચવા સુધી છે

ઉર્મિ નો અહેસાસ છે રાહબર અમારો !
હજી ક્યાં નાવ અમારી મઝધારે ડૂબી છે

છું નિખાલસ સાવ હું અજવાસ વળી !
આ જ અમારી એક જગતમાં ખૂબી છે.

:- રિયાઝ મીર ભલગામ “અજવાસ”

 

૧૦.૦૮.૨૦૧૯

રિવાજોના આકાશે સંબંધોનો માહોલ ઘેરાય,
ને વરસે નહીં છતાં પલળતા હોય એવું થાય છે.

લડતા હોવાનો ડોળ કરે છે વૈરાગ અંતરનો,
સંસાર સામે છેવટે હારતા હોય એવું થાય છે.

ચૂલો ચેતાવવો પડે છે પેટને ઠારવા ‘નીમુ’રા’,
ઓલવાયા પછી સળગી જતા હોય એવું થાય છે.

ગમવા માટે અણગમતું કરતા હોય એવું થાય છે.

# નિતિનભાઈ રાવલ (નીમુ’રા) પસવાદળ (વડગામ)

 

૧૦.૦૮.૨૦૧૯
ઝરમર ઝીણા વરસાદે આવ્યો ઝીણો એક વિચાર
કેટલું આ મજબુત મેનેજમેન્ટ
કરે છે પરવર દિગાર

મિનીટ મા ઉગી પાંખ મકોડાને
થયો ઉડવાને તૈયાર
લીલી રે વનરાઇ ઉગી ! થયા
વેલાઓ ના શણગાર

આ વ્હોળા નદીઓ ને ડેમ ઉભરાયા પાણીનો નહી પાર
કેટલો છે દયાળું ઓ ઇશ્વર!
કેટલો છે ઉદાર ?

જીવે જીવે ને જગે જગે છે અસ્તિત્વ તારું
માનવી અમથો લડી મરે કહીને મારુ મારું

પૃથ્વીનો પામર હું શું જાણું ! મારી રીતે તને વખાણું
જાણી નથી શક્યો આ સંસાર
તું છે રામા તું છે રહિમન
માંગુ તારો હંમેશાં માટે આ પ્યાર

# રિયાઝ મીર ભલગામ (વડગામ)
બનાસકાંઠા

 

૦૪.૦૭.૨૦૧૯

ઝરમર ઝરમર જેવું કંઇક થાય છે.
ફોરા બહાર પડે અંદર કઈંક થાય છે.

અભરખા લાગલગાટ ઉભરી રહ્યાં,
મન ટહુક ટહુક જેવું કઇંક ગાય છે.

રોજ જીભે ચડતું પાણી આજે,
રિમઝીમ રિમઝીમ દ્લડ઼ે પીવાય છે.

શેરડો ટાઢકનો અંતરે ઉતર્યો ને,
ફરરર ફરરર લાગણી ફંટાય છે.

અંબર પર હોય કે હોય ધરા પર,
નાથની કૃપા આજે જગતે વરતાય છે.

ઝરમર ઝરમર જેવું કંઇક થાય છે.

સૌને અષાઢી બીજની શુભેચ્છાઓ..

નીતિનભાઈ રાવલ- નીમુ’રા (પસવાદળ – વડગામ)

 

૧૧.૦૬.૨૦૧૯

હશે તો કેટલાયે મારા જેવા.
દિવસમાં ખરતા તારા જેવા.

મીઠું મીઠું કૈંક મોઘમ રાખ્યું,
ઉઘાડું તો લાગે ખારા જેવા.

અવતાર એક, ઓરતા ઘણાં,
મૌનમાં પણ છે નારા જેવા.

ખુલ્લો પડું તો લીરે લીરા ઉડે,
ગંગાની પવિત્ર ધારા જેવા.

હશે તો કેટલાય મારા જેવા…

નીતિનભાઈ રાવલ- નીમુ’રા (પસવાદળ – વડગામ)

 

૨૦.૦૫.૨૦૧૯

છે ડૂમો, ડૂસકું થઈ જાય તો બસ.
જખમ પર થીગડું થઈ જાય તો બસ.

હું મારી શોધમાં ભીતર ગયો છું,
સફળ આ શોધવું થઈ જાય તો બસ.

ભરી ગ્યો છે સમય સૌ ઘાવ મારા,
દરદ સઘળું નવું થઈ જાય તો બસ.

હશે ઘર રોકકળ મારા મરણ બાદ,
સરળ ત્યાં ઊંઘવું થઈ જાય તો બસ.

ટળે ફેરા મરણ કેરા ‘કમલ’ના,
ખતમ આ જન્મવું થઈ જાય તો બસ.

કમલ પાલનપુરી [કમલેશભાઈ મકવાણા-જલોત્રા(વડગામ)]

 

૩૦.૦૪.૨૦૧૯

फ़ासलों से ड़र रहे थे तो फ़ासले मिले |
हरतरफ सफ़रमें गम के ही काफ़ले मिले |

ठोकरें हीं जिंदगी का नसीब हो गई,
ना कभी दुआ मिली थी ना होंसले मिले |

नींद आई ना मुजे जागा हूं में उम्रभर,
जागने के मेरे हिस्से में सिलसिले मिले |

आज ख़्वाब में वो आये तो रोने ही लगे,
फूटकर बहोत रोये थे फ़िर गले मिले |

आग कितनी होगी नफरत की उन के दिल में भी,
ख़्वाब भी यहाँ तो बेचारे सब जले मिले |

रोशनी है सिर्फ़ माँ बाप के ही कदमों में,
बाकी सब उजाले तो मुजको धुंधले मिले |

ये रुकी सी जिंदगी दोस्तोसेे चली ‘कमल’,
साथ ले के चले है कुछ सगे भले मिले |

कमल पालनपुरी (કમલેશભાઈ મકવાણા-જલોત્રા-વડગામ)

 

૧૬ .૦૪.૨૦૧૯

ઘનઘોર ઘેરાતા હોય છે વાદળો મારામાં
તું ના સમજ કેફ છે ગર્જનાનો મારામાં

પડઘાઓ અવિરત પડયા કરે છે,
છે કેટલીયે ગર્જના ભીતર મારામાં.

બહાર ક્યાંથી સંભળાય કોઈને,
ધરબાયેલી કૈંક વેદનાઓ મારામાં.

તું તો ગર્જયા પછી વરસે પણ છે,
ખુદ ભીંજાવા શીદને વરસું મારામાં.

બહારથી પલડવામાં હરખ થાય,
માંહ્યલો જાણે જ્યારે પલડું મારામાં.

તું તો માંડ વરહમાં બે ચાર માસ,
અહી તો હેલી બારેમાસ મારામાં.

અગમચેતી છે તારા ઘેરાવામાં,
જ્યા ચેતના જ ઘેરાય મારામાં.

વ્યર્થ વ્યથા ઠાલવુ છું હું,નહીં?
પ્રસરે રીવાજ ચીલાચાલુ મારામાં.

તારામાં તો માઘનું જળ પણ છે,
ફક્ત વરસ્યા પછી દુકાળ મારામાં.

– નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ-વડગામ)

 

૧૧ .૦૪.૨૦૧૯

હું છુ હંમેશ ને તુ પણ હોય એવુ તો નથી.
હાથ જેનો એનો સાથ હોય એવુ તો નથી.

ડાળી તમે ગમે તેટલી નમાવો ભીંજાવા,
દરિયામાં ભરતી રોજ હોય એવું તો નથી.

ભાવ નોખા ને હાવભાવ પણ નોખા,
અદામાં તમારી ઇમાન હોય એવુ તો નથી.

સંજોગ પણ કોક’દિ ચાલ બદલી નાંખે,
લથડવા નશીલા જામ હોય એવુ તો નથી.

એટલે જ તો ખુદને ભજું છુ ક્યારેક,
ભીતર બધાનાં રામ હોય એવુ તો નથી.

હું છુ હંમેશ ને તુ પણ હોય એવુ તો નથી.

– નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ-વડગામ)

 

૦૮.૦૪.૨૦૧૯

વડગામ છે….

મન મોજીલું રંગ રંગીલુ બનાસકાંઠા નું ગામ છે
સ્નેહ હૈયે ધરતું!
વ્હાલો દરિયો તે વડગામ છે
ચા પાણી ના રાજા લોકો
ખવડાનાર ખાન દાન છે
સ્નેહ હૈયે ધરતું મારુ આ વડગામ છે

તળપદી બોલી ને લહેકો નો
આ વાણી
ભલભલા ને નશો ચડાવે વડગામ નું આ પાણી

ટોરેન્ટ હોય કે સુરતી સિવીલ !
જીતી લે એ સૌના એ દિલ
હીરા બજારે બહું જેનુ મોટું નામ છે
સ્નેહ હૈયે ધરતું મારું આ વડગામ છે

રાધાકૃષ્ણ મંદિર ને સેભરીયા જ્યાં ગોગ છે
નમન મારા સિધ્ધેશ્વરી ને
શ્રદ્ધાળુ જ્યાં ના લોક છે
સુખ સુવિધા જ્યાં સ્વર્ગ જેવી
તંદુરસ્તી આ તમામ છે

સ્નેહ વરસાવ્યું જ્યાં માનવી તે વ્હાલનો દરિયો વડગામ છે
હસતા ચહેરા મળે જ્યાં
રસ્તે મળે રામ રામ છે…

ગૌરવ અમારા ગલબા કાકા
બનાસની બલહારી
સ્વાતંત્ર સેનાની કાળી દાસ ભોજક વડગામ ને આભારી
પ્રતિષ્ઠા એમની ઝળહળે
ગૌરવવંતુ આ ગાન છે.

–  રિયાઝ મીર ભલગામ (વડગામ) જિ બનાસકાંઠા

૦૬.૦૪.૨૦૧૯
મતદાન કરીએ….
ચાલો આપણી રાષ્ટ્રીયતાનું સન્માન કરીએ
ઉઠીને સૌ પ્રથમ મતદાન કરીએ
આપણી જાગીર છે આ મત આપણો !
એને કિંમતીને મુલ્યવાન ગણીએ
ચડસાચડસી ચાલે આ પક્ષોમા !
ન ટીકા ન તોફાન કરીએ
દેશ આપણો છે ને રહેશે !
ન મત આપી ન અપમાન કરીએ
સાચાને જીતાડીએ ને ખોટા ને પછાડીએ !
 સત્ય મેવ જયતે ઝંડાને સલામ કરીએ……
રિયાઝ મીર , ભલગામ (વડગામ) જિ બનાસકાંઠા

 

 

૨૭.૦૩.૨૦૧૯

ભોગી અસલમાં જિવતા નથી.
ત્યાગી મઝલમાં મરતા નથી.

હોય ગરીબ કે અમીરનાં,
શ્વાસ કદીય ડગતા નથી.

ખોદો કબર ઢંઢોળો ચિતા,
મળશે જોવા ઝુરતા નથી.

શી તરાનો સંયોગ હશે,
હસાવનાર હસતા નથી.

કંઇક એવો વિયોગ હશે,
રડાવનાર રડતા નથી.

જંગે ચડ્યો જીવ જગતે,
હિતમાં શિવ નડતા નથી?

હું અંદર તો છુ નીમુ’રા,
આનંદ હવામાં જડતા નથી.

– નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ-વડગામ)

 

૨૬.૦૩.૨૦૧૯

(કૃષ્ણ એ ગોકુળ છોડ્યા પછી ગોકુળ વાસી ઓ કહે છે…)

*માખણ*
એક વાર ગોકુળ માં આવી રે જા
એક વાર ગોકુળ માં આવી રે જા

તારી મૈયા જુએ છે તારી વાટ
સુદામો કરે છે તને આ યાદ !
ફરી ફરી વાંસળી તુ સંભળાવી જા
એકવાર ગોકુળમાં…

તારી વ્હાલી ગાવલડી રુંએ ચોધાર !
ગોપીઓ એ પણ છોડ્યા શણગાર !
ગોવર્ધન ઉપાડી પરચો બતાવી જા
એકવાર ગોકુળમાં…

તું ચોરે એટલું *માખણ* ઢળે છે અહી ,
બધું સૂમસામ લાગે આ ગોકુળ મહી !
એકવાર કદંબના ઝાડવે હિંચકા ઝુલાવી જા
એકવાર ગોકુળમાં….

રિયાઝ મીર ભલગામ તા વડગામ જિ બનાસકાંઠા 385421
8141636247

 

૨૧.૦૩.૨૦૧૯

#શબ્દો #મારા #અર્થ #તમારા

જે પાણીથી બોળ્યા રંગ.
એનાથી જ ઉતર્યા રંગ.

હાથ ઉઠે છે જે હેતથી,
વાલમ તું જળ અમે રંગ.

સ્પર્શ વચ્ચે પીસાઈ રહ્યો,
કાયમ એકમેક થવા રંગ.

લાલ પીળા લીલા આંખોમાં,
અંતરમાં લાગે ધૂળનો રંગ.

હું જોઈ શકું ને તું પણ,
ચાલ જોઈએ અંધારનો રંગ.

સ્મરણ તરબોળ ફરી થયા,
વીતેલી બધી હોળીનો રંગ.

શ્વાસનું ધણ ચાલ્યા કરે,
હોય સૌ સંગ તો સાત રંગ.

અંગના રંગ ઉતરી જવાના,
થઈ શકે તો ભીતર રંગ.

રંગી લીધો ને જોઇ લે,
ખાળમાં વહી રહ્યા છે રંગ.

હિસાબ કરીશું આવતી હોળીએ,
ત્યાં લગી જિંદગી તું મને રંગ.

– નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ-વડગામ)

 

૧૯.૦૩.૨૦૧૯

એક ઘટના હચમચાવી જાય છે
એ પછી તો આંસુઓ છલકાય છે.

પાંપણો ઉચકી નમાવી એમણે,
હોઠ ના બોલ્યા છતાં સમજાય છે.

જાણકારી છે બધાને કેટલી?
જીવ કાયા છોડી ક્યાં રોકાય છે.

આગ લાગે છે બરાબરની પછી,
જ્યાં હ્રદયના કોડ સૌ હોમાય છે.

શહેરમાં તો ખદબદી છે ગંદકી,
માણસો પણ માણસોને ખાય છે.

આ ઉદાસી જાણભેદું છે ખરી,
છેક મારા ઘર સુધી ફેલાય છે.

કે ગરીબી માર મારે જ્યાં “કમલ”,
દોસ્ત સઘળા બાદમાં પરખાય છે.

– કમલ પાલનપુરી…[શ્રીકમલેશભાઇ મક્વાણા-જલોત્રા(વડગામ)]

 

૧૯.૦૩.૨૦૧૯

હશે તો કેટલાયે મારા જેવા.
દિવસમાં ખરતા તારા જેવા.

મીઠું મીઠું કૈંક મોઘમ રાખ્યું,
ઉઘાડું તો લાગે ખારા જેવા.

અવતાર એક, ઓરતા ઘણાં,
મૌનમાં પણ છે નારા જેવા.

ખુલ્લો પડું તો લીરે લીરા ઉડે,
ગંગાની પવિત્ર ધારા જેવા.

હશે તો કેટલાય મારા જેવા…

– નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ-વડગામ)

 

૧૮.૦૩.૨૦૧૯

મૂંજારો

આજ ઈશ્વર એકલો પૂજાય છે.
માવતર ઘરડાં અહીં વિસરાય છે.

થાય જો મા બાપની ભોળી દુવા,
સૌ બલાઓ દૂર ભાગી જાય છે.

રક્ત પાઈને ઉછેર્યા એમણે,
ને હિસાબો પણ દવાના થાય છે.

ખોરડું નાનું બધાને સાચવે,
બંગલે ઘડપણ સદા વિખરાય છે.

આંસુડા કોરાં કરચલીમાં “કમલ”,
કૈક અનુભવથી હવે સૂકાય છે.

– કમલ પાલનપુરી…[શ્રીકમલેશભાઇ મક્વાણા-જલોત્રા(વડગામ)]

 

૧૫.૦૩.૨૦૧૯

પાક એકજ વાત રાખે ધ્યાનમાં,
સામી છાતી આવ તું મેદાનમાં.

મૂળથી આતંક આખો કાઢશું,
એટલી છે શક્તિ હિંદુસ્તાનમાં.

વિશ્વના નકશામાં ટકવું હોય તો,
એ પડોશી ને કહો રે ભાનમાં.

બાપ આખર બાપ છે જાણે છે ને,
આ ઈશારો તું સમજજે શાનમાં.

માફ કરવામાં નહીં આવે હવે,
ફેરશું નાપાક ને સમશાનમાં.

©® કમલ પાલનપુરી [કમલેશભાઈ મકવાણા- જલોત્રા (વડગામ )]

 

૧૪.૦૩.૨૦૧૯

તું નથી તો વાત ખાલી જાય છે ,
યાદ ભીની, રાત ખાલી જાય છે .

સાવ સૂનો સાંજનો આ માંડવો ,
ચાંદની બારાત ખાલી જાય છે .

મૂંઝવી નાખે હૃદયના ઓરતા ,
આંખનો ઉત્પાત ખાલી જાય છે .

ના નહીં આવી શકે ભીતર હવે,
દર્દની ઔકાત ખાલી જાય છે .

એમનો છે આ અનોખો વાયદો ,
ને શરત, સોગાત ખાલી જાય છે .

આ મિલનમાં ભાવ છે ભરપૂર જો ,
લાગણી, જજબાત ખાલી જાય છે .

અનવરશા જુનેજા (વડગામ)

 

૦૯ .૦૩.૨૦૧૯

જીંદગી છે તો આ બાદશાહી છે
જીવનમાં બીજું તો વાહ વાહી છે
કયાક કુદરત છે સાથે મારા !!
ને કયાંક કયાંક ખુદાની ખુદાઇ છે
પરિસ્થિતિ ને રોજ ઝઝૂમ્યા કરુ છું.
છું ટોચ પર ને પાછળ ખાઇ છે
પ્રેમ છે દિલમાં, લાગણી છે !
સાથે થોડી ઘણી માણસાઈ છે.
પીડાઓ ભોગવવી રહી” રિયાઝ” જગે,
જે -જે નસીબે મારા લખાઇ છે.

રિયાઝ મીર [ભલગામ – વડગામ]

 

૦૫.૦૩.૨૦૧૯

બેઠ્યો ઘડીક સામે,
બાવળની,
નીરખ્યો;
બિચ્યારો એકલવાયો!
કારણ કંટક કુદરતી.

શૂળ ભાગી ઉરમહી મારા,
અફસોસ બાવળતણો;
લાચાર એ !
ઓછાયો ન છાયો તેનો ઘણો.

ઉભો થયો;
તે જ ઘડી અશ્રુ છલકાયા;
સાંભળી બાવળતણો પોકાર;
પાછો ફર્યો;
તરત જ સુકાયાં;
કારણ રણ કુદરતી.

કારણ અકારણ
બાવળ હંમેશ તરછોડાય છે.
છાયાનાં આદી! ઓ !
દુર્દશા ક્યાં ! સમજાય છે?

સર્વમાં સૂકો-દૂબળો,
ફક્ત ! એ જ જણાય છે.
છતાંય એકલાથી થોડો ઉખેડાય છે ?

જોજો…….
એકલો જ ઉભો રેવાનો,
જે વગર પાણીએ પોષાય છે.
નઠોર આપણ પડી જવાનાં;
અહીં પાણીનો મોલ ક્યાં? અંકાય છે

ઝાડવામાં તો ઠીક;
આવળ બાવળ આપણામાંય છે.
કડવાં કાટાંળા હોય ભલે !
સમજો તો એ પણ સારા જણાય છે.

નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ-વડગામ)

 

૨૩.૦૨.૨૦૧૯

સવા ભાગનું આયખું કાઢવું પડશે
એ મકાનમાં ન્હોતી ખબર.
હાઇવેથી ચાર ઘાઉ ચાલવું પડશે
એ વાટમાં ન્હોતી ખબર.

જન્મભૂમિ પોકારે જાવું પડશે
એ ગામમાં ન્હોતી ખબર.
વનપ્રસ્થાશ્રમે નિવૃત થાવું પડશે
તત્કાલમાં ન્હોતી ખબર.

ભેરૂઓ સંગ ઓટલે બેસવું પડશે
એ માઢમાં ન્હોતી ખબર.
હૈયે ને હોઠેથી ઉમંગવું પડશે
એ વાતમાં ન્હોતી ખબર.

વારે તહેવારે રહેવું પડશે
વ્યવહારમાં ન્હોતી ખબર.
હરખાઈને જીવતર હોમવું પડશે
બાગમાં ન્હોતી ખબર.

એ મકાન નથી રહેવું પડશે
ઘરમાં ન્હોતી ખબર.
કુદરતે કુદરતથી રીઝવું પડશે
મુજમાં ન્હોતી ખબર.

સવા ભાગનું આયખું ગાળવું પડશે
વતનમાં ન્હોતી ખબર.
હાઇવેથી ચાર ઘાઉ ચાલવું પડશે
વાટમાં ન્હોતી ખબર.

નીતિન રાવલ નીમુ’રા (પસવાદળ-વડગામ)

 

૨૩.૦૨.૨૦૧૯

માતૃભાષા

અમૃત હોય જેનું બીજ એને અમૃત ફુટે,
મારી ભાષા એટલી મીઠી કે મહી ગળપણ ન ખૂટે!

હિન્દી- અગ્રેજી માસી મારી,
બંગાળી સમજવા માથા કુટે,
ભલે શીખ્યા આપ હો અંગ્રેજી,
પણ ખીચડી ને ખીચડી જ કહેવી પડે,
આનંદ આનંદ સૌ કોઇ કહે,
સાચો આનંદ તો એક ગુજરાતી જ લુંટે

ગર્વ છે મને આ ભાષા પર,કે લાગણીને પણ લખી શકીએ,
અંસંખ્ય છે શબ્દ -અર્થૌ કદી નહીં એ ખૂટે,

“રિયાઝ”કહુ રાજી થૈ થાય જોડણી ભુલ,ભાવ તો શું ભાવનાઑ પણ તુટે !

 

[રિયાઝ મીર – ભલગામ – વડગામ – 8141636247 ]

************

૧૨.૦૨.૨૦૧૯

પૂછ્યું કવિતાને! તું ક્યા સુધી?

છે સમાયેલ સૌમાં,બોલી ઉઠી,

હું છેક ભીતર લગી,સાંભળ…….

વેદનામાં છુ, વિવાદમાંય છુ.
સંવેદનામાં છુ, સ્પર્શમાંય છુ.

રૂદનમાં છુ , હાસ્યમાંય છુ.
દંભમાં છુ , અભિમાનમાંય છુ.

જડમાં છુ, ચેતનમાંય છુ.
સંઘર્ષમાં છુ, સંતોષમાંય છુ.

પળમાં છુ, યુગોમાંય છુ.
કણમાં છુ, બ્રહ્માંડમાંય છુ.

વિચારમાં છુ,વર્તનમાંય છુ.
હુંકારમાં છુ,મૌનમાંય છુ.

ભણતરમાં છુ, ગણતરમાંય છુ.
ભાષામાં છુ, પરિભાષામાંય છુ.

ડહાપણમાં છુ, ગાંડપણમાંય છુ.
ભક્તિમાં છુ,શક્તિમાંય છુ.

સમજમાં છુ, નાસમજમાંય છુ.
માનવામાં છુ,નમાનવામાંય છુ.

ધ્યાનમાં છુ,ધંધામાંય છુ.
ધોરણમાં છુ, ધારણામાંય છુ.

ક્યાં નથી? સવાલ માત્રથીય પર છુ.

તું રામ તો હું સીતા છું.
તું કૃષ્ણ તો હું રાધા છું.

જન્મતાની ચીખથી મૃત્યુ વેળાની શિખ સુધી,
અનંત છું… બ્રહ્મ છું…રહસ્ય છું…
હું કવિતા છુ…હું કવિતા છુ…હું કવિતા છું.

 – નીતિન રાવલ – નીમુ’રા (પસવાદળ – વડગામ)

************

બાળગીત

કોરો આ કાગળ છે ! ચાલ એમાં લખીએ કંઇક !!
થઇ જાય ભુલો તો રબરથી ભુસીએ કંઇક

સબંધો ની વાતો આ પપ્પા વાગોળે ,
આપણે ભાઇબંધીની વાતો આ કરીએ કંઇક

મમ્મી ની વાતો તો આ ઘર આખું જાણે,
એના વિષે રે આપણે ટાંકીએ કંઇક

દાખલા રે બધા મારા ટીચરે શિખવ્યા !!
ફરી એને ચાલ ગોખીએ કંઇક

દાદાના રે વડી ડાબલા ખોવાયા,
ચશ્માં પે’રીને રસ્તે ગોતીએ કંઇક

હિંચકે ઝુલે મારી બેના રે એકલી,
ચાલ અને ઝુમીએ કંઇક

 – રિયાઝ મીર ( ભલગામ –વડગામ )

************

તારા નયનોની ભાષા આ વાંચ્યા પછી બીજું વાંચવાનું નથી ગમતું
તારી સંગે આ લાગણી રાચ્યા પછી બીજે રાચવાનું નથી ગમતું

અણધારી આંખો એ મસ્તી હતી પણ ઇશારે બીજાના નાચવાનું નથી ગમતું

સાંભળતો સાદ ત્યારે હૈયું સાચવતો,
બીજાના હૈયાની દોરીને કાંતવાનુ નથી ગમતું

શમણા રે જોયા તા પ્રીત ઓ સજની,
બળીને આ દિલને દાઝવાનું નથી ગમતું

સબંધોના અવકાશ મા પ્રેમ એક પારેવું
જગતને છેતરી સંબંધો રાખવાનું નથી ગમતું.

 – રિયાઝ મીર ( ભલગામ –વડગામ )

************

જિંદગી ની હાડમારી લાગશે
મોતનો પણ દાવ ભારી લાગશે‌

એજ ચર્ચા ત્યાં સતત થાશે પછી,
ખાનગી જે વાત મારી લાગશે.

છો મુસીબત આવતી ના ભાગવું,
પીઠ પાછળ જો ખુવારી લાગશે.

આંખમાં છે તીર ને તલવાર પણ,
ઈશ્ક માં પણ એક કટારી લાગશે.

ફૂલ ની ક્યારી તમારી ખીલશે,
જો ભ્રમરની ત્યાં સવારી લાગશે.

આવ ભીતર બોલશે મારો ખુદા,
ઠોકરો જો એક ધારી લાગશે.

લોક મારી જો ગઝલને વાંચશે,
તો હ્રદયમાં ચોટ ભારી લાગશે.

 – અનવર જુનેજા (વડગામ)

 

10.02.2019

વાયરા સાથે વસંત નુ સ્વાગત
શિશિર પછી હેમંતનુ સ્વાગત

ચંચળ નારી ના નયનો ખિલ્યા,
સુંદર એક સંવતનુ સ્વાગત

પાલવ પણ રહે નહી સરખો,
પ્રેમીઓના એકાંતનુ સ્વાગત

ઉપચાર આ દર્દ નો કોઈ બતાવો,
બતાવે એ મહંતનું સ્વાગત

“રિયાઝ”મોજ ગુલમહોર ની,
ખરા બપોરે ભગવંતનુ સ્વાગત

રિયાઝ મીર – ભલગામ (વડગામ)

 

 

06.02.2019

વડગામ તાલુકાના નાંદોત્રા ગામના પૂ. વાલજીરામ મહારાજ લિખિત ધોળ (ગીતનો એક પ્રકાર) રાગ – સામળિયાની સાથે રે….

જીવલડા ના જોયું રે જુઠા જગતને જાગીને
વિચારીના જોયું રે, ભ્રમણા તારી કેમ ભાગે

જાણ્યા વિના ઘણા ફરતો, ચોરાસીમાં જઈ પડતો
તારા પાપો તને જાતે નડશે રે,ભ્રમણા તારી કેમ ભાગે રે

અનંત જુગ આથડ્યો પ્રાણી તારી ગતિ તે નવ જાણી
આશામાં અટવાતો રે, ભ્રમણા તારી કેમ ભાગે રે
દરેક જન્મે મળી નારી તેનાથી તે બાંધી યારી
ના જોયું તે તો જાગી રે, ભ્રમણા તારી કેમ ભાગે રે

દરેક દેહમાં વિષય વળગ્યા, ખૂબ ભોગ ભોગવી વળ્યા
તારા ફેરા ના ટળીયા રે, ભ્રમણા તારી કેમ ભાગે રે

મનુષ્ય દેહ તને દીધો ઉગરવાનો ઉપાય ના કીધો
હવે ચેતી ચાલો રે, ભ્રમણા તારી કેમ ભાગે રે

મહાન મોટા મોટા બળીયા વાલાથી વિમુખ રહ્યા
અહંકામ તેના ના ગળીયા રે, ભ્રમણા તારી કેમ ભાગે રે

વાલુરામ કહે ગુરૂ પ્રતાપે મળો છો મારા વાલા
હરી ઓળખાસે રે, ભ્રમણા તારી કેમ ભાગે રે

પૂ.વાલજીરામ મહારાજ – નાંદોત્રા (વડગામ)

 

06.02.2019

ના કહો તો નાત આખી બોલશે
હા કહો તો જાત આખી બોલશે.

છે ભરેલા કેમ રંગો સાંજના?
રાહ દેખો રાત આખી બોલશે.

આવશે આંસુ વહીને પાંપણે,
ભેદ એના વાત આખી બોલશે.

બોલશે ઝાંઝર,સહારે પ્રેમના
જો જે ને સોગાત આખી બોલશે.

આંખ તારી એક ઈશારો આપતી,
યાદની મ્હેલાત આખી બોલશે.

આજ ઝાકળ જેવું લાગે આંખમાં,
જામતી મધરાત આખી બોલશે

– અનવર જુનેજા- વડગામ

06.02.2019

જિંદગી ની હાડમારી લાગશે
મોતનો પણ દાવ ભારી લાગશે‌

એજ ચર્ચા ત્યાં સતત થાશે પછી,
ખાનગી જે વાત મારી લાગશે.

છો મુસીબત આવતી ના ભાગવું,
પીઠ પાછળ જો ખુવારી લાગશે.

આંખમાં છે તીર ને તલવાર પણ,
ઈશ્ક માં પણ એક કટારી લાગશે.

ફૂલ ની ક્યારી તમારી ખીલશે,
જો ભ્રમરની ત્યાં સવારી લાગશે.

આવ ભીતર બોલશે મારો ખુદા,
ઠોકરો જો એક ધારી લાગશે.

લોક મારી જો ગઝલને વાંચશે,
તો હ્રદયમાં ચોટ ભારી લાગશે.

અનવર જુનેજા – વડગામ

 

06.02.2019

દરીયાએ પૂછ્યુ લહેરોને
હમણાથી કેમ ધીમી છો ?
લહેરોએ કીધુ ;
ભરતી નહી હવે તો ઓટ જ છે.

દરીયો મૂંઝાયો,
હવે કેમ કરીને ઘૂઘવાશું ?
ઠંડી વાયરીએ કીધૂ
ભગવાનને હવે તો ખોટ જ છે.

કીનારો મલકાયો,
આમને કેમ કરીને સમજાવીશું ?
ખારાશ વધી ગઇ છે
જ્યાં મનેખની દરીયા કરતાં.

દરિયો છલકાયો,
દુઃખના આંસુ કેમ કરીને બતાવીશું ?
અમે તો ઓળઘોળ
આંસુડાં પી જઇએ છીએ.

ઝાકળ ઠંડી પડી,
કહે અમે જ તો તમ અશ્રુ સ્વરૂપ.
તડકો તપ્યો, કહે
મને અવિરત ઝીલનારો એક તું જ છે.

આકાશ વાદળને વીજળીયું નો
ઘડઘડાટ ગુંજી ઉઠ્યો.
પેલો વરસાદ તો જાણે!
દરીયાના તપનું ફળ.

નદીઓ ઝરણાં ખાબોચિયાં
છબછબીયા કરી રહ્યા.
નિર્મળ મીઠા નીર જાણે ! કંઇક કહી રહ્યાં.

કુદરતના કારીગર આ બધાં
આજ સજીવન થઇ રહ્યાં
જડ મનેખ જાણે! આજ નઠોર થઇ રહ્યાં.

નિતીનભાઈ રાવલ (નીમુ’રા) – પસવાદળ-વડગામ

 

03.02.2019

જીવતો છતાં મડદું થઈ કહી દીધું.
પડઘાએ છેક અંદર જઇ કહી દીધું.

પડ્યું હશે આંસુ તીવ્ર વેગથી કોક’દિ,
હૃદયથી પહેલા આંખે કંઈ કહી દીધું.

અવાક થઈ જોઈ રહ્યો બધું મૂર્ખ,
પોતાનાએ પારકા થઈ કહી દીધું.

છેતરવાની રમતમાં પાસા સંબંધોના,
લાગણીઓ એ લાગ લઈ કહી દીધું.

માયાના મેળામાં મ્હાલી થાક્યા નીમુ’રા,
હચમચ્યા અમે લોકો એ વાઈ કહી દીધું.

જીવતો છતાં મડદું થઈ કહી દીધું.
પડઘાએ છેક અંદર જઇ કહી દીધું.

નિતીનભાઈ રાવલ (નીમુ’રા) – પસવાદળ-વડગામ

 

30.01.2019

મારી જ ઈચ્છાઓ મને કાયમ છળ્યા કરતી હતી,
ઘુંઘટની બારોબાર બે નજરો મળ્યા કરતી હતી.

છાતી ભરેલી હોય જાણે વેદનાથી એકલી,
એતો ગયા ભવની હતી પીડા, કળ્યા કરતી હતી.

હું ક્યારનો શોધું મને ચીસો ઉપર ચીસો કરી,
ને રાતના અંધારમાં ચીસો ભળ્યા કરતી હતી.

રોકી હશે આ રાત કોઈએ નિસાસો નાંખી ને,
આજે પહેલાં જેમ ક્યાં રાતો ગળ્યા કરતી હતી ?

થોભી જવાની જીદમાં છે શ્વાસ મારા આમ તો,
ભીતર પરાણે આગ જાણે કે બળ્યા કરતી હતી.

કમલ પાલનપુરી…(કમલેશભાઇ મક્વાણા : જલોત્રા-વડગામ)

22.01.2019

આજ લખીને કાગળ મોકલે,
ભીનો સંદેશો વાદળ મોકલે.

ભેજ છે વાતાવરણમાં કેવો,
કોઈ આંખોમાં જળ મોકલે.

ફૂલો પર આવીને વસી ગયું,
કોણ નભથી ઝાકળ મોકલે.

કહાની છે અધૂરી અમારી,
શબ્દોમા વિશ્વાસનું છળ મોકલે.

વાટ જોતી ઘરડીમા દિકરાની,
ક્યારે ખાવા અંજળ મોકલે.

મને આવીને કાનમાં કહેલુ,
એય ખાસ તું સાંભળ મોકલે.

જિંદગી તો સમતલ જાય છે,
કોણ એના પર સળ મોકલે.

પર્વત પણ પોકારી ઉઠ્યા છે,
ઝરણા ને કહો ખળખળ મોકલે.

અનવર જુનેજા વડગામ

 

[1]

પ્રેમની પણ પરિભાષા હોય છે કૈંક.
સ્પર્શ સ્મિત સંવેદના ઝલક જેવું કૈંક.

નજરના રસ્તે જતાં જતાં ક્યાંક,
ઇશારામાં પણ પ્રેમ જેવું હોય છે કૈંક.

ઝલક માત્ર અને મૌન હંમેશનું,
અબોલામાં પણ પ્રેમ જેવું હોય છે કૈંક.

રાહત શુકુન અનુભવાય એવા ફક્ત,
સ્મિતમાં પણ પ્રેમ જેવું હોય છે કૈંક.

કહેવા બોલવામાં ફર્ક હોય છે વ્હાલા,
ભળવા મળવામાં પણ પ્રેમ જેવું હોય છે કૈંક.

નિતીનભાઈ રાવલ (નીમુ’રા) – પસવાદળ-વડગામ

 

[2]

જયાં છું ત્યાંથી તો,
જયાં છું ત્યાંથી તો,
પાછો વળવાનો નથી જ.
ચાલને! થોડું આગળ ચાલીએ.
રસ્તે ભલે ને કંઈ ન મળે,
પગદંડી તો પાડીએ.

સૂરજ આથમે છે જરૂર,
ઓલવાઈ જવાનો નથી જ.
ચાલને! થોડું અજવાળું કરીએ,
અજવાસ ભલેને ન ફેલાય,
આશા તો પ્રગટાવીએ.

હિમાલય અડગ છે એવો,
ડગવાનો તો નથી જ,
ચાલને! થોડો હડસેલીએ,
લેશમાત્ર ભલેને ન ખસે,
હિંમત તો રાખીએ.

નિતીનભાઈ રાવલ (નીમુ’રા) – પસવાદળ-વડગામ

 

19.01.2019

એ બધા સામેના છેડે ચાલતા ગયા.
અમે પગદંડી પાડતા રહી ગયા.

મેં બધી બાબતો ગંભીરતાથી લીધી.
હળવાશથી લેનારા આગળ નીકળી ગયા.

મેં બધી વાતો મહત્વાકાંક્ષાની કીધી.
ઉપેક્ષા કરનારા આગળ નીકળી ગયા.

મેં બધી લાતો સામી છાતીએ ખાધી.
છટકી જનારા આગળ નીકળી ગયા.

મેં બધી મદીરા સંવેદનાની પીધી.
વેદના આપનારા આગળ નીકળી ગયા.

મેં બધી શક્તિ સહન કરવા દીધી.
બીજે વેડફનારા આગળ નીકળી ગયા.

મેં બધી વખત ઠોકરો ખાધી.
ઠોકર મારનારા આગળ નીકળી ગયા.

મેં બધી ઘડીઓ ફેરવી સીધી.
ઊંધી કરનારા આગળ નીકળી ગયા.

મેં જીવનપંથ પર સીધી લીટી લીધી.
વાંકા જનારા આગળ નીકળી ગયા.

મેં બધે જરૂર નિષ્ફળતા દીઠી.
સફળ થનારા શુ?? આગળ નીકળી ગયા.

મેં બધી વાતો દંભી કીધી.
એને સમજનારા આગળ નીકળી ગયા.

નિતીનભાઈ રાવલ (નીમુ’રા) – પસવાદળ-વડગામ

 

16.01.2019

[1]

દર્દ છે તો દવા છે,
ગમ છે તો મજા છે.

હાથ લંબાવી ને કરો,
દુઆ છે તો ખુદા છે.

શોધું હું ક્યાં જઈને ?
દિલમાં તમારા જગા છે.

વહેમ ના કરો મુજ પર,
શંકા થી મોટી શ્રધ્ધા છે.

મંઝીલ મળશે જરુર થી,
મુશ્કેલ ભલે રસ્તા છે.

છંદ નથી ભાવ છે મારા,
રદીફ છે ને કાફિયા છે.

ગમે કે ના ગમે સહુ ને,
આપણા મન ની રચના છે.

અનવર જુનેજા (વડગામ).

[2]

સાંજ સ્મરણ ને તારી યાદ,
રાત જાગરણ ને તારી યાદ.

નિશદિન જપતો રહું છું,
રોજ રટણ ને તારી યાદ.

જીવન છે મદહોશી માં,
એક જ કારણ ને તારી યાદ.

સંઘરી રાખેલી છે હજુયે,
ઘડીઓ વેરણછેરણ ને તારી યાદ.

કરીને વિલાપ શું કરું,
ભીની પાંપણ ને તારી યાદ.

સાંધવા બેઠો એ પળોને,
તૂટેલું દર્પણ ને તારી યાદ.

અનવર જુનેજા (વડગામ).

 

11.01.2019

મનની પણ મોસમ હોવી જોઇએ.
જિંદગી થોડી ઓસમ હોવી જોઇએ.

વરસવું તપવું થીજવું રીજાવું,
પ્રકૃતિ જેવી લાગણી હોવી જોઇએ.

અમથા નથી ગોરંભાતા વાદળો,
હવાની મંદ ઝડપ હોવી જોઇએ.

ધીમા ડગલે કણ કણ નિહાળું,
નજર થોડી નમેલી હોવી જોઇએ.

ઉડીએ તો આકાશને પાર,
કલ્પના પણ અનંત હોવી જોઇએ.

નવજાત પર્ણને કંઇક પુછુ,
લીલી વાતો રંગીન હોવી જોઇએ.

સમયે સમયે બદલાતાં રહેવું,
મોસમ પણ ઓસમ હોવી જોઇએ.

મનની પણ મોસમ હોવી જોઇએ…

નિતીનભાઈ રાવલ (નીમુ’રા) – પસવાદળ-વડગામ

 

09.01. 19

ક્યાં કદી માગ્યું છે આખું નગર તારું.
વિલસી રહ્યો ફકત એક નજર સારું.

ભાવ એવો રાખ્યો નથી, લૂંટી લઉ,
કાયા છોડી, નજરથી નજર ઉતારું.

એટલે,ક્ષણોને પત્તાની જેમ રમુ છું,
બાજી તું જીતી લે ને હરખાવું મારું.

ઇજહારનો તો સવાલ જ નથી,
એક નજર મળે ને! મનોમન વારુ.

નિતીનભાઈ રાવલ (નીમુ’રા) – પસવાદળ-વડગામ

08.01.2019

नींद की लाश पे ख़ड़ी आँख़े |
कब्र ख़्वाबों की हैं बनी आँख़े |

काश वो लौट कर ही आ ज़ाए ,
राह में उन की थक गई आँख़े |

सूख़ कर हो गई हैं वो सहरा ,
आँसुओसें बहुत लड़ी आँख़े |

बाद मुद्दत के वो मिले मुज़को,
देख़ते ही ये रो पड़ी आँख़े |

थी “कमल” चाह दीद के उनकी ,
मौत के बाद है ख़ुली आँख़े |

-कमल पालनपुरी [કમલેશભાઈ મકવાણા-જલોત્રા(વડગામ)]

 

05.01.2019

અઢી દિવસ હેતના ઉભરા ને,
મેણા ખાવા આખો અવતાર.

વગર વિચારે ઓળંગવા ઉંબરા ને,
ધુણધાણી કરવો માવતરનો અવતાર.

પ્રીતના પલાણ માંડી ભાગશો તમે જો,
જીવતા મારશો મા-બાપને તમે તો.

માવતર જીવે મારા ઉજળા મોંઢે,
આવો દિલમાં રાખજો સદાય વિચાર.

લાડે કોડે તને હુંફાળા હેતથી ઊછેરી,
દરેક બાપને ખૂબ જ વ્હાલી હોય દિકરી.

એ જ દિકરી ઘરથી જાય નિસરી
એવા બાપનું થઈ જાય જીવવું બેકાર.

અઢી દિવસના……

-શ્રી દલસંગભાઈ આર.ડેકલિયા ( ડી.આર.) -વડગામ

 

22.12.2018

એ સમય સંજોગ ને સ્થળ જરૂરથી આવશે.
તમારામાં વળી જજો તો ઉકેલ બધો આવશે.

ફકત એક ઉમ્મીદ લઈને ચાલતો થયો.
ક્યા ખબર? અપેક્ષાઓના ઝૂંડ પાછળ આવશે.

બસ! એક બે પગલા આગળ ગયો,
ક્યા ખબર? મારા જ મને બેડીઓ પગે બાંધશે.

અથાક પ્રયત્નો છતાં ન ખસ્યો,
કયા ખબર?મુજ પર રહેલી આશનો ભાર વર્તાશે.

પરાણે કમને જરીક પાછળ ફર્યો,
કયા ખબર? પેલી અપેક્ષિત નજરો મને લાગશે.

છેવટે હારી થાકી હેઠો બેસી ગયો,
હતી ખબર, એકદિ મને મળવા હું જરૂર આવશે.

નીતિન રાવલ (નીમુ’રા) [પસવાદળ – વડગામ]

 

21.12.2018

[1]

સ્વતંત્ર સ્વમાન સ્વાર્થ સ્વ સ્વ કોઈ જાણે છે?
અર્થ અતિ સરળ પરંતુ વિભાવના વિશાળ છે.

વિચારલક્ષી અભિગમ પરને આધારે મહત્તમ,
વર્તનલક્ષી અભિગમ સ્વને આધારે ન્યૂનતમ છે.

આ ભેદ જગમાં દરેક જાણભેદમાં છે,અભેદ,
સ્વ ને પરનો ભેદ દૂર કરનારા ન્યૂનતમ છે.

દુન્યવી લોકોમાં આદર્શ શોધનારા મહત્તમ,
નિજ આત્માને આદર્શ માનનારા ન્યૂનતમ છે.

સઘળું જે છે વિશાળ જગમાં એ જોનારા મહત્તમ,
સ્વનજરને જ વિશાળ અનુભવનારા ન્યૂનતમ છે.

બીજાઓની દેખાદેખીથી પ્રેરીત મહત્વાકાંક્ષી મહત્તમ,
જાતપારખું નિજાનંદથી પ્રેરીત મહત્વાકાંક્ષી ન્યૂનતમ છે.

લોકો પર પ્રભાવ પાડવાની લાહ્યમાં જીવનારા મહત્તમ,
સ્વપરિક્ષણથી જાતને પ્રભાવિત કરનારા ન્યૂનતમ છે.

સ્વાહા સ્વાહા સ્વાહાની આહુતિ જ આપનારા મહત્તમ,
સ્વાહાસ્વાહાસ્વાહા અંતરનાદ પારખનારા ન્યૂનતમ છે.

નીતિન રાવલ (નીમુ’રા) [પસવાદળ – વડગામ]

[2]

અલખધણીના ધામમાં હું તો નીકળી રે જવાનો.
અંતરની ધૂણી ધખાવી હું તો રાખ થઈ જવાનો.

આ જંતર ને મંતર ન આવડે સભ્યતાના,
લાખોના લાખો ગણ્યા છેવટે એકડો થઈ જવાનો.

કાયાના ખોખામાં રહેલને બહાર ફંફોસી રહ્યો,
જગતમાં ભમતો ભોમિયો ભગત થઈ જવાનો.

ગત ને અવગત બંને છેડા હયાતી ને હસ્તીના,
ક્ષણોની છે અભિલાષા,સરવાળે શૂન્ય થઈ જવાનો.

શોધું છુ એવા જ્ઞાન ને, જે છે જ અંતર્ધ્યાન રે,
હું જ મારો ગુરૂ ને હું જ ચેલો થઈ જવાનો.

અલખધણીના ધામમાં હું તો નીકળી….

નીતિન રાવલ (નીમુ’રા) [પસવાદળ – વડગામ]

 

19.12.2018

[૧]

દુઃખ આવને એકલા થવું છે.
મૌન વિસ્તારે એટલા થવું છે.

મોહ ઘડીઓ સુખની છોડી,
ક્ષણમાં અનંત તેટલા થવું છે.

નખથી લઈને શીખા સુધી,
હિમાલય જેટલા થવું છે.

ધ્યાનના ધબકારા સાંભળી,
આત્મલીન વહેલા થવું છે.

દુઃખ આવને એકલા થવું છે.
મૌન વિસ્તારે એટલા થવું છે.

નીતિન રાવલ (નીમુ’રા) [પસવાદળ – વડગામ]

[૨]

રેતની જેમ ઉડતો રહ્યો.
જ્યા હતો ત્યા ન રહ્યો

હવામાં તારા શ્વાસનો,
અહેસાસ લઇ વહી રહ્યો.

પુછે છે બધા અત્તરનું,હું,
ફોરમનું નામ લઇ રહ્યો.

સોડમ તારી મને જ,
વરતાય,મનમાં કહી રહ્યો.

મ્હેક છે ને,આ ગુલદસ્તો,
ક્યાક મુજમાં ઘર કરી રહ્યો.

રેતની જેમ ઉડતો રહ્યો….

-નીતિન રાવલ (નીમુ’રા) [પસવાદળ – વડગામ]

 

15.12.2018

આંખોમાં તારી છબી મઢેલી છે,
તું મારા હ્રદયમાં વસેલી છે.

પાંપણે આપ્યો પલકારો હા નો,
ખુલ્લી સદા દલડાની ડેલી છે.

દર્પણમા જોયા છે સપનાઓ મેં,
આંખો આપસમાં લડેલી છે.

તારુ વદન બને પ્રેરણા મારી,
બહુ બધી કવિતા જો લખેલી છે.

નથી અવકાશ તારા માટે ગમ,
જિંદગી ખુશીઓ થી ભરેલી છે.

ઠોકર મળે છે હર રાહમાં મને,
સફર મારી પથ્થરોથી સજેલી છે.

મહેકે છે બાગ પવનની લહેર થી,
ગુલાબ, મોગરો,ચંપો,ચમેલી છે.

વહેંચી લઈએ બીજાને પણ થોડી,
ખુશીઓ જે થોડીક બચેલી છે.

 – અનવરભાઈ જુનેજા (વડગામ)

 

15.12.2018

આજ પાદરે બેસવાનો અનુભવ અનેરો હતો.
તફાવત તો ફક્ત! ઉમરનો હતો.

ઠંડા પોરનો વડલાનો છાયો,પંખીઓનો કલરવ,
બાંકડાની બેઠક,ચાની કીટલીની મહેક,પેલો,
જર્જરીત ગલ્લો,પડુ પડુ થઈ રે’લુ પંચાયત નું મકાન,
બિસ્માર આરોગ્યધામ,રડતો કૂવો,એકીટશે,
જોઈ રહ્યો, નજરોથી જે સેલ્ફી લેવી હતી કાયમ માટે.

અચાનક ધૂળનો ગોટો ચડ્યો, સફાળો જાગ્યો,
સામે સાતની લોકલ જે ઉભી હતી.
જાણે! યાદોનો ટપાલી ન ઉભો હોય.

આજ! પાદરેથી ઉઠવાનો અનુભવ કપરો હતો.
તફાવત તો ફક્ત! મજબુરી નો હતો.
માથે જવાબદારીનો જે ટોપલો હતો.
બધું ખરું નીમુ’રા પણ મનથી વૈરાગી હતો.

આજ! પાદરે બેસવાનો અનુભવ….

નીમુ’રા

14.12.2018

ત!!

અનુભવો છે,ઘણાંય અંગત.
સૌના હોય, જેની જેવી સંગત.

જો હોય! સમ-સત્-સ્વજનની પંગત.
કરી લઈએ ગમ પડે એવી ગમ્મત.

જિંદગી રોજ રમે અવનવી રમત.
હાર જીતમાં પલટે,એ જ જહેમત.

તો,ખુશીઓની આવી જાય રંગત.
મનભરીને માણીએ આવી પળો તુરંત.

કોને ખબર? ક્યારે? શરૂ થાય નવી રમત.
ક્યાંથી લાવીએ? રોજ નવી કરામત.

ગોતી લઈએ એવી તો સંગત.
જિંદગી હરપળ લાગે જીવંત.

હાર-જીત,સુખ-દુઃખ ચક્કર કાયમ ચલત.
ચાલ! અનુભવથી કેળવીએ ચાલ સતત.

અનુભવો છે,ઘણાંય અંગત નીમુ’રા.
સૌના હોય, હશે! જેની જેવી સંગત.

નીતિન રાવલ (નીમુ’રા) [પસવાદળ – વડગામ]

 

05.12.2018

આમ સાવ જતા ન રહેતા.
તમે મનમીત છો.
તમે સંગીત છો.
ભણકારા સદાય કહેતા…
આમ સાવ જતા ન રહેતા..

સપનાની લઈ આવે કીટલી,
ને ભ્રમણાની પીવરાવે ચૂસકી,
તમે મોળા પણ છો.
તમે મીઠા પણ છો.
તરસ્યા રોમેરોમ કહેતા…
આમ સાવ જતા ન રહેતા.

વાદળની પારે અંબરની હારે,
વરસીને હરસી જાણે!
તમે ઝરમર છો.
તમે તરબોળ છો.
ભીના હૈયા કહેતા..
આમ સાવ જતા ન રહેતા…

નીતિન રાવલ (નીમુ’રા) [પસવાદળ – વડગામ]

 

30.11.2018

ગામમાં પ્રવેશ વેળા ધ્યાનથી નિરખવું છે એ ઝાડને.
સાવ ઉપરછલ્લુ ઘણું જોઇ નાખ્યું સાક્ષાત છોડીને.

લઈ લઉ હસ્તાક્ષર હયાતીના એની જોડેથી,
છેવટે મારી દરેક મુલાકાતનો અડીખમ સાક્ષી છે ને.

પોતાના પોતાના કરીને જીવ પરોવી નાંખ્યો,
ધરતીનાં ખોળે લોક સિવા બીજું બધુંય છે હો ને.

ગામની ભાગોળ સીમ પાદર ને પેલો ચોક,
ભાઈબંધો એવા બનાવું આખું ગામ આપડું હો ને.

આ બધાની સાથે મૌન મૌન રમવું છે ,બસ ,
અંદરખાને જીતી જાઉં, બિચારા કીટટા ન પાડેને.

ટકી રહેવા અખતરા ને પેંતરા કર્યે જાવા નીમુ’રા,
ઇના કરતા આ અડીખમો જોડે થોડું જીવી લઉંને.

પેલા ઝાડને…..

– નીમુ’રા (પસવાદળ – વડગામ)

 

21.11.2018

ઘરના પગથિયે બેસી સામેનું દ્રશ્ય જોવું છે.
સાથે શું લઇ જઈશ? એ તાદૃશ જોવું છે.

જન્મથી લઇ આ ક્ષણ સુધીનો માંડવો,
નિજઘરના આંગણે રોપીને જોવું છે.

આંખો ખુલ્લી હોય ને હું બંધ ઘણી વખતે,
મોહ મણનો છોડી કણ કણને જોવું છે.

હું જ છું મારો વારસો પછી શું ભેગું કરું,
હયાતીના હસ્તાક્ષર કરીને જોવું છે.

જીવંત હોવાનો પુરાવો બીજો શું હોઈ શકે,
હૃદયથી બે કાનની મધ્યે આંખોથી જોવું છે.

સાથે સળગવાનો છે એને પામી લઉ નીમુ’રા,
ભીતરમાં બેસી આ ભવનું ભુવન જોવું છે.

કમાઈ તો શકવાના નથી શ્વાસ નીમુ’રા,
છુટ્ટા હાથે ભરપૂર ખર્ચીને જોવું છે.

નીમુ’રા (નીતિનભાઈ રાવલ – પસવાદળ –વડગામ )

 

16.11.2018

સમયની રેત પર પડેલા પગલાં નથી રહેવાના.
તમે આવ્યા ને આ ગયા, કાયમ નથી રહેવાના.

મળીશું બેહદ એ શમણાં,હકીકત નથી રહેવાના.
ઉડે છે રાખ આ મિલનની,મળતા નથી રહેવાના.

સમેટુ યાદ એ વખતની,દિવસો નથી રહેવાના.
ચુભે છે ઘાવ એ સ્મરણનાં,ઘાયલ નથી રહેવાના.

ચુકેલી નાવ એ સફરની,મુસાફિર નથી રહેવાના.
જીવીશું જાણી એ મરણને,ભટકતા નથી રહેવાના.

સમયની રેત પર….

નીમુ’રા (નીતિનભાઈ રાવલ – પસવાદળ –વડગામ )

10.11.2018

એ ચહેરા પર લાલિમા લાવી શકું.
સ્મિત ને હાસ્યમાં જો પલટી શકું.

માનજો આ એ જ હથિયાર છે,
ચલાવ્યા વિના ઘાયલ કરી શકું.

મનથી હૃદય સુધી ખૂબ લડ્યા,
અંત ખેંચતાણનો લાવી શકું.

મારું સર્જન મારું વિસર્જન,
જો! વારે તહેવારે કરી શકું.

આ અંદર અમથો હસતો હું,
બહાર ખડખડાટ હસી શકું.

ચહેરો એ જ છે મારા વ્હાલા,
અરીસામાં નહિ અંતરમાં જોઈ શકું.

હકીકત હેવાન છે નીમુ’રા,
અરજ! જલસો અંદર જીવી શકું.

નીમુ’રા (નીતિનભાઈ રાવલ – પસવાદળ –વડગામ )

01.11.2018

મૃત્યુની ખુમારી એ લાશ હતી.
અંતની સવારી એ લાશ હતી.

મન અને હૃદયનું રણમેદાન,
યુદ્ધનું પરિણામ એ લાશ હતી.

મારું ને તારું પડતું મૂકીએ,
આખરે સહિયારી એ લાશ હતી.

પકડીને લઈ જશે સમય છેવટે,
અંતિમ પડાવ એ લાશ હતી.

આસક્તિઓ ઘેરી ન વળે જોજો,
મોહની સમાધિ એ લાશ હતી.

સ્વને સાક્ષી માનજો કૃત્યો પર,
અજાતશત્રુ સમી એ લાશ હતી.

ઊંડો કૂવો હતાશાનો એની અંદર,
મારામાં દેખાતી એ લાશ હતી.

જીદંગી ભરેલી પડી છે લબાલબ,
જીવશો નહિ તો એ લાશ હતી.

મૃત્યુની ખુમારી…..

નિતિનભાઈ રાવલ (નીમુ’રા) , પસવાદળ-વડગામ.

01.11.2018

छोड दे माँ बाप, वो औलाद क्या |
फिर खुदा के सामने फरियाद क्या |

खुद ही प्रज्वल्लित हुआ भीतर से में,
अब बढे अंधेरे की तादाद क्या |

आजमाना है तुजे भी ए खुदा,
कर सकेगा प्यार में बर्बाद क्या |

पींजरे से रीहा करके देख ले,
वो परिंदा मन से है आजाद क्या |

ईश्क की आँधी से उजडा है ‘कमल’ |
आशियाना हो सके आबाद क्या |

કમલેશભાઈ મકવાણા (ક્મલ પાલનપુરી) – જલોત્રા – વડગામ

 

30.10.2018

આલીશાન સપનાઓ છે જકડાયેલા.
આંખો ખૂલ્લી, હાથ છે બીડાયેલા.

સ્પર્શને અડકી લઉં અદબથી,
જાણે! ચહેરા પર નજર છે ઢોળાયેલી.

રંગ આ માહોલ ને હું રંગીલો,
મનડુ ટહુકે ,હોઠ છે સીવેલા.

સપના પળના પરોણા,મનકુડી,
વરહ ને દહાડા ખોટ છે ગણેલા.

આલીશાન સપનાઓ….

નિતિનભાઈ રાવલ ( નીમુ’રા) – પસવાદળ: વડગામ

 

07.010.2018

દુઃખ આવને એકલા થવું છે.
મૌન વિસ્તારે એટલા થવું છે.

મોહ ઘડીઓ સુખની છોડી,
ક્ષણમાં અનંત તેટલા થવું છે.

નખથી લઈને શીખા સુધી,
હિમાલય જેટલા થવું છે.

ધ્યાનના ધબકારા સાંભળી,
આત્મલીન વહેલા થવું છે.

દુઃખ આવને એકલા થવું છે.
મૌન વિસ્તારે એટલા થવું છે.

નિતિનભાઈ રાવલ (નીમુ’રા) [ પસવાદળ-વડગામ]

 

02.10.2018

કેવા એ સત્ય ના સાગર હશે ગાંધી
કેવા એ જ્ઞાન ની ગાગર હશે ગાંધી

એક લાકડી થીય દેશને ટેકો થાય ?
વિચારકોથી ય પર હશે ગાંધી

કેવો દેશ પણ પામ્યો ! આ આઝાદી
મનથી મજબૂત સખ્ત એ ભીતર હશે ગાધી

કેવા ચાહકો પણ જોઈ રહ્યા સ્મૃતિ ચિન્હ !
આમ તે સંવેદનાઓ સભર હશે ગાંધી

પુરુષાર્થ અને પ્રાર્થના ઓ કરી હંમેશઆ
રાષ્ટ્રપિતા એ પ્રખર હશે ગાંધી

વંદુ છુ હુ વીર ભારત તણા સંતાનને
“રિયાઝ “એટલે મૃત્યુ પછી અમર હશે ગાંધી

રિયાઝ મીર ( ભલગામ – વડગામ)

 

02.10.2018

ગેબી એ નિનાદ વાગે જે શંખનાદ.
આકાશવાણી લાગે બાપુનો સાદ.

શાશ્વત સાક્ષાત સર્વ કરું જ્ઞાત.
સાંભળો! બાપુ હું કરું વાત.

મૂર્તિપૂજા ને મંદિરપ્રવેશ વિવાદ.
મતમાં નહીં મનમાં પણ વિષાદ.

સત્યથી જાણે! અભડાયેલા સંવાદ.
સમજણ હાંસિયે,નવરાના ચાલે વાદ.

બાપુ ઉપરથી કેવો લાગે છે?
આ પ્રદેશ ને સમાજનો વિખવાદ.

કહેવા માંડુ તો આકાશ ઉભરાઇ જાય.
બાપુ નીચે આવોને તો બધું સમજાઇ જાય.

નિતિનભાઈ રાવલ (પસવાદળ – વડગામ)

 

29.09.2018

 

[1]

મોટા મોટા ખેરખાઓને જોગિંગ કરતા જોયા છે.
જિંદગી પૈસા માટે ને પછી પૈસો જિંદગી માટે દોડાવે છે.

સાપેક્ષાવાદ એ અપેક્ષાવાદની એવી મુરત છે.
અંગતવાદ ભજન કરે જાય ને કૈંક માંગે જાય છે.

વાદવિવાદ આ સંસારના કંઈ ઓછા છે!
પંચાત બીજાની ને પ્રશ્નો પોતાના અધૂરા છે.

ખુશીની વ્યાખ્યા સિલેબસમાં સમાવી હોત,
દરેક જણ સફળ ને હર મુકામે અફર હોત,

આ કાયા એ તો માયાનું મલક છે નિમુ’રા,
અર્પણ નહીં સમર્પણ કરો તર્પણ થઈ જશે.

નિતિનભાઇ રાવલ ( પસવાદળ – વડગામ)

[2]

ચડ્ડીમાંથી પેન્ટમાં ને ઝભલામાંથી શર્ટમાં આવ્યો.
પણ મારામાંથી પેલો હું બહાર ન આવ્યો.

કપડા પહેરાવે રાખે છે આ શોઑફનો શોરૂમ,
દર્પણ મારું ને દેખાવ બીજાને પૂછી આવ્યો.

પેલી નાનપણથી પાટી ને પેનને પૂછવું છે,
જિંદગી એવી તો ચિતરી છે હું ભૂંસવા આવ્યો.

આ હજુ જેટલું બાકી છે ને સમયનું સગપણ,
એક બે રાતો મારી જોડે વિતાવીને આવ્યો.

નીકળ્યો જરૂરથી હું મારા જ રસ્તે નીમુ’રા,
લોકોએ ભટકાવે રાખ્યો ને હું અફળાતો આવ્યો.

નિતિનભાઇ રાવલ ( પસવાદળ – વડગામ)

 

22.09.2018

ગઝલ ઘેઘુર છે આ જીંદગી નો વડ હુ શું કરું ?
ઉંડા છે આ ભીતરના પડ હુ શુ કરું?

ચુપ રહું છું તોયે અવાજો કાનમાં ગુંજે,
દુ:ખનું છે કે આ સુખનું ઓછડ હું શું કરું?

સમજુ જાણું છું છતાં ચાલ્યો છું હુ !!
રસ્તો છે આ ખોટો અણઘડ હું શું કરું ?

નહિ છુટે મને આ ચાહવાની લત !!
લાગી છે આગ આ ભડભડ હું શું કરું ?

નિહથ્થો નથી કલમ મારુ હથિયાર છે,
તુટી જશે છે પ્રીત મા આ ધડ હુ શું કરું ?

મસ્તક નમાવુ છુ હુ ઓ ખુદા તુજ ને!
‘રિયાઝ’ રહેતી ન મનની પકડ હુ શું કરું?

રિયાઝ મીર – ગઝલકાર [મુ.પો- ભલગામ તા.વડગામ ]

— मीर रियाझ कवि गझलकार

 

19.09.2018

 

[1]

અલખધણીના ધામમાં
હું તો નીકળી રે જવાનો.
અંતરની ધૂણી ધખાવી
હું તો રાખ થઈ જવાનો.

આ જંતર ને મંતર
ન આવડે સભ્યતાના,
લાખોના લાખો ગણ્યા
છેવટે એકડો થઈ જવાનો.

કાયાના ખોખામાં રહેલને
બહાર ફંફોસી રહ્યો,
જગતમાં ભમતો ભોમિયો
ભગત થઈ જવાનો.

ગત ને અવગત બંને છેડા
હયાતી ને હસ્તીના,
ક્ષણોની અભિલાષા,
સરવાળે શૂન્ય થઈ જવાનો.

શોધું છુ એવા જ્ઞાન ને,
જે છે જ અંતર્ધ્યાન રે,
હું જ મારો ગુરૂ
ને હું જ ચેલો થઈ જવાનો.

અલખધણીના ધામમાં
હું તો નીકળી….

-નિતિનભાઈ રાવલ (પસવાદળ-વડગામ)

[2]

માણસ કેવો આઝાદ છે,બોલો.
ગુલામ ખુદનો જ વળી, બોલો.

આખી જિંદગી વેઠ કરીને તૂટ્યો,
પોણા ભાગ અંદર સબડયો,બોલો.

ગમતું કરી ન શક્યો વખતોવખત,
ન ગમતું કરી રહ્યો સખત,બોલો.

એક બે શ્વાસ ઉછીના લીધા,ત્યાં,
એ પણ ઉધારે ચડી ગયા,બોલો.

જમાનત લેવી છે જિંદગીમાંથી,
થોડા આઝાદ થઈ જઈએ,બોલો.

માણસ કેવો આઝાદ છે…બોલો…

-નિતિનભાઈ રાવલ (પસવાદળ-વડગામ)

[3]

આમ સાવ જતા ન રહેતા.
તમે મનમીત છો.
તમે સંગીત છો.
ભણકારા સદાય કહેતા…
આમ સાવ જતા ન રહેતા..

સપનાની લઈ આવે કીટલી,
ને ભ્રમણાની પીવરાવે ચૂસકી,
તમે મોળા પણ છો.
તમે મીઠા પણ છો.
તરસ્યા રોમેરોમ કહેતા…
આમ સાવ જતા ન રહેતા.

વાદળની પારે અંબરની હારે,
વરસીને હરસી જાણે!
તમે ઝરમર છો.
તમે તરબોળ છો.
ભીના હૈયા કહેતા..
આમ સાવ જતા ન રહેતા…

-નિતિનભાઈ રાવલ (પસવાદળ-વડગામ)

 

 

 

12.09.2018

ગાઢ નીંદરડી ક્યારે આવી? ખબર નથી.
આફત કે પ્રેમ ઉજાગરાનો, ખબર નથી.

ઝબકી ને જાગી જવાય છે,કોઈક,
છે બારણે કે ભીતર એ,ખબર નથી.

જમાનો છે આ તો, ડરી જવાય છે,
એ પારકા છે કે પોતાનાં, ખબર નથી.

ક્યારેક સારું સારું લાગી આવે છે,
સપનું છે કે હકીકત એ ,ખબર નથી.

ખબર બધીય હું કામ રાખવી ભઈ,
ખોટે ખોટુય કે છે લોકો કે ખબર નથી.

આ શ્વાસ છે ને ત્યાં સુધી આવું બધું,
છોડયા પછી તો ?????,ખબર નથી.

નિતીનભાઈ રાવલ – પસવાદળ (વડગામ)

 

09.09.2018

[1]

 

ક્યાં કદી માગ્યું છે આખું નગર તારું.

વિલસી રહ્યો ફકત એક નજર સારું.

 

ભાવ એવો રાખ્યો નથી, લૂંટી લઉ,

કાયા છોડી, નજરથી નજર ઉતારું.

 

એટલે,ક્ષણોને પત્તાની જેમ રમુ છું,

બાજી તું જીતી લે ને હરખાવું મારું.

 

ઇજહારનો તો સવાલ જ નથી,

એક નજર મળે ને! મનોમન વારુ.

નીતિનભાઇ રાવલ (પસવાદળ – વડગામ)

[2]

 

સપનાની સફરમાં એક

મટકું આવે તો ચાલે.

છેલ્લો હું ને બીજા બધા

આગળ રહે તો ચાલે.

 

ઘરના તરંગી બહારના બેરંગી

દુનિયા અતરંગી

જે મળે તે ખાઈ પીને

મસ્ત ઊંઘી’રો તો ચાલે.

 

મોસમ બિચારી રહી

માણસ નિયમિત બદલાય

બેઋતુમાં આ ઘનચક્કર

નહીં બદલાય તો ચાલે.

 

બીજા તમને નડે

તમે બીજાને નડો,નાહકના

હાયહાયના હાઇવે છોડી

વન-વેમાં રહો તો ચાલે.

 

વિસામો મોજ હોવો

જોઈએ ભલે એવરેજ તૂટે,

નોનસ્ટોપ જીંદગીમા

અંતર થોડું કપાય તો ચાલે.

 

સપનાની સફરમાં……

 

નીતિનભાઇ રાવલ (પસવાદળ – વડગામ)

 

 

05.09.2018

એક પછી એક પડાવ.
કૈંક મોટા લાગે પહાડ.

છે એની પાછળ લગાવ.
શુ નાખું? ધાડ કે ત્રાડ.

મોહનાં ઉંબરે ઝુકાવ.
પારખી લેજો તમ નાડ.

જિંદગી જાણે! કાગળ નાવ.
ઓલા વાયરે કીધા ઘાવ.

બજારે બજારે છે ભાવ.
ખાલી કિંમતનો વટાવ.

ખાખના ઉભા છે પડાવ.
નહીં ધાડ! કે નહીં ત્રાડ.

રાખને તું શું? જલાવ.
આગ ફાકીને બેઠા છીએ.

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

31.08.2018

પાછા ફરવાની જીદ ના કર,
અળગો કરવાની જીદ ના કર.

જાતે પ્રગટ્યો છું, સળગ્યો છું,
તું ઓલવવાની જીદ ના કર.

કોણ બચ્યું છે મઝધારેથી,
અણઘડ તરવાની જીદ ના કર.

આંખોમાં હેલી છે કાયમ,
જો ભીંજાવાની જીદ ના કર.

એ આવે એવું લાગે છે,
હમણાં મરવાની જીદ ના કર.

કમલ પાલનપુરી…(કમલેશભાઇ મક્વાણા : જલોત્રા-વડગામ)

 

30.08.2018

ઘનઘોર ઘેરાતા હોય છે વાદળો મારામાં,
તું ના સમજ કેફ છે ગર્જનાનો મારામાં.

પડઘાઓ અવિરત પડયા કરે છે,
છે કેટલીયે ગર્જના ભીતર મારામાં.

બહાર ક્યાંથી સંભળાય કોઈને,
ધરબાયેલી કૈંક વેદનાઓ મારામાં.

તું તો ગર્જયા પછી વરસે પણ છે,
ખુદ ભીંજાવા શીદને વરસું મારામાં.

બહારથી પલડવામાં હરખ થાય,
માંહ્યલો જાણે જ્યારે પલડું મારામાં.

તું તો માંડ વરહમાં બે ચાર માસ,
અહી તો હેલી બારેમાસ મારામાં.

અગમચેતી છે તારા ઘેરાવામાં,
જ્યા ચેતના જ ઘેરાય મારામાં.

વ્યર્થ વ્યથા ઠાલવુ છું હું,નહીં?
પ્રસરે રીવાજ ચીલાચાલુ મારામાં.

તારામાં તો માઘનું જળ પણ છે,
ફક્ત વરસ્યા પછી દુકાળ મારામાં.

નિતિન રાવલ (પસવાદળ – વડગામ)

 

 26.08.2018

ગામમાં પ્રવેશ વેળા ધ્યાનથી નિરખવું છે એ ઝાડને.
સાવ ઉપરછલ્લુ ઘણુંયે જોઇ નાખ્યું સાક્ષાત છોડીને.

લઈ લઉ હસ્તાક્ષર હયાતીના એની જોડેથી,
છેવટે મારી દરેક મુલાકાતનો અડીખમ સાક્ષી છે ને.

પોતાના પોતાના કરીને જીવ પરોવી નાંખ્યો,
ધરતીનાં ખોળે લોક સિવાય બીજું બધુંય છે હો ને.

ગામની ભાગોળ સીમ પાદર ને પેલો ચોક,
ભાઈબંધો એવા બનાવું આખું ગામ આપડું હો ને.

આ બધાની સાથે મૌન મૌન રમવું છે ,બસ ,
અંદરખાને જીતી જાઉં, બિચારા કીટટા ન પાડેને.

ટકી રહેવા માટે અખતરા ને પેંતરા કર્યે જાવા,
ઇના કરતા આ અડીખમો જોડે થોડું જીવી લઉંને.

પેલા ઝાડને…..

નીતિન રાવલ (પસવાદળ – વડગામ)

22.08.2018

તંગ ગલીઓમાં ગહન ઉમંગ હતો.
ખાલી! આવજાવનો રસ્તો ન હતો.

સામે છેડે મંજિલ દેખાતી જ્યાં,
હું તો જાણે! ગેટ સેટ ગો હતો.

અધવચ્ચે પહોંચ્યો ને ખબર પડી,
પ્રારંભબિંદુ પર હું તો સેટ હતો.

ચંચળતાએ દોડાવ્યે રાખ્યો નાહક,
મન નહીં મંજિલમાં વ્યસ્ત હતો.

બે છેડા વચ્ચેની આ જીવનગલી,
અંતર પળમાં પુરનાર શિવ હતો.

હજાર વાનાં હરિના દીધેલ છે,
ખુદરતને નીરખો એ જ જીવ હતો.

તંગ ગલીઓમાં….

નીતિન રાવલ (પસવાદળ – વડગામ)

 

21.08.2018

જ્યાં જવાનીમાં
પગ મૂક્યો
મારી જિંદગીએ,
અને એને
ત્યાં પ્રેમથી
ભેટો થઈ ગયો.
બન્ને વચ્ચેની લડાઇમાં
મારી ઈચ્છાઓ,
અરમાનો,
સપનાઓ
બધું જ
સાવ એકદમ
વેરણ છેરણ
થઇ ગયું છે…
ને
ત્યારથી હું

બધાના ટુકડા ભેગા કરીને
અંતિમવિધીની
તૈયારી કરી રહ્યો છું…
ડૂસકે ડૂસકે
રોઈ રહ્યો છું
ભીતર ભીતર…

કમલ પાલનપુરી…[કમલેશભાઇ મક્વાણા-જલોત્રા(વડાગામ)]

 

14.08.2018

સંભાળી શકાય તો સંભાળજો એક ક્ષણ.
ભડકે બળશે બધું, કેવી રીતે? કહેશો પણ.

સંસાર એ તો ખુલ્લા ત્રાજવા જેવો છે,
આઘાપાછું રેવાનું ભલે તોલીયે કણ કે મણ.

એક તરફ નમવા પાછળ ઘણા કારણો,
હવા હોય કે પછી હોય બેઇમાન જણ.

રસ્તો એક છે ને ફાંટા બે સંસારીઓના,
મારગે સંગાથ ખપે બાકી તો અફાટ રણ.

સંભાળી શકાય તો સંભાળજો એક ક્ષણ…

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

05.08.2018

खर्च करने को बचा ही क्या है! आंसू के सिवा,
दोस्ती का कर्ज अभी भी उधार है।

अबे सालो! वो तुम्ही हो जो पल में,
आंख नाम कर दो,वरना मजाल है किसी की,
आंख भी मिलाये हमसे।

रूखा सूखा ही सही एक बार तो मिला करो,
कुछ भी नया नही है , बस ,
दिन चड़ता है और शाम ढलती है।

वो महोल्ला और हर एक घर का आंगन,
पैरो तले रोंदी हुई वो मिट्टी,
कोने कोने में महकती मस्ती,
वो लड़ना झगड़ना, महोल्ले के बीचोबीच,
आसियाने में हो रहा शोर,
उसकी गूंज आज भी सुनाई देती है।

कमबख्तों कमसे कम फोन करके
चिल्लाओ तो सही,बहुत दिन हो गए,
किसीको बिन वजह गालिया दिए हुए।

सबकुछ न समझते हुए भी ,
दोस्ती समज में आ जाया करती थी।
आज सबकुछ समझते हुए भी,
रिश्ते समझ मे नही आते।

वह चहरे चिपक से गये है,
जिंदगी के केनवास में,
खाली दीवाल पे आज वही देख रहा हु।

न आवाज है न कोई रंग, फिर भी,
जिंदगी का सबसे हसीन नजारा देख रहा हु।

वो सभी पल साथ मे बिताये हमने ,
आज रिवाइंड करके देख रहा हु।

काश! कोई दीवाल में जाने का रास्ता ढूंढ दे।
ऐसे गले मिलेंगे की सांस थम जाए,
वैसे भी दम घुट रहा है अभी।

ए दोस्त जाते जाते एक बार,
उधार चुकाने का मौका दे जाना,
सूत समेत मिलूंगा………………

-नीतिन रावल ( पासवदल -वडगाम )

फ्रेंडशिप डे की ढेर सारी बधाइयां।

 

01.08.2018

मंजीले मिल जाए तो ठहरा न करो,
मुकाम बदल जाएंगे इरादों के.

रास्ते पे मुડ मुડ के देखा न करो,
कदम डगमगा जाएंगे हौंसलो के.

जजबातो के संग होली खेला न करो,
रंग बिखर जाएंगे अरमानो के.

हवाओ के संग दोस्ती किया न करो,
आगाज समेटे जाएंगे तुफानो के.

हमें आगे ही बढ़ना हे राही,
अंदाज नवाज़े जाएंगे सफर के.

-नीतिन रावल ( पासवदल -वडगाम )

 

28.07.2018

वक्त बहुत बदल सा गया है आज.
साम होने को है कोई यार नहीं आज.

दिल जल रहा है बारिश के होते भी,
दर्द ऐ हवा से खफा बूझता नहीं आज.

वो महफिले समा को सजाती थी,
सज़दा करते करते थक जाते है आज.

बिन बुलाये इकठ्ठा हुआ करते थे,
फोन के होते हुए वो पहचान नहीं आज.

गली गली में बसेरा हुआ करता था हमारा,
ठीक दरवाजे के पास गाडी रुकती है आज.

वो भी क्या दिन थे छुट्टीओ के बिंदास्त,
छुट्टी में भी सिड्यूल बना रहता है आज.

मिजाज तो अब भी वही का वही है,
हकीकत से आगे बढ़ नहीं शकते आज.

काश ये सब भूल जाते तो अच्छा होता,
जिंदादिल झखम थोड़ी न मिटेंगे आज.

वक्त बदल सा गया हैआज……

नीतिन रावल ( पासवदल -वडगाम )

 

26.07.2018

મનની પણ મોસમ હોવી જોઇએ.
જિંદગી થોડી ઓસમ હોવી જોઇએ.

વરસવું તપવું થીજવું રીજાવું,
પ્રકૃતિ જેવી લાગણી હોવી જોઇએ.

અમથા નથી ઘોરંભાતા વાદળો,
હવાની મંદ ઝડપ હોવી જોઇએ.

ધીમા ડગલે કણ કણ નિહાળું,
નજર થોડી નમેલી હોવી જોઇએ.

ઉડીએ તો આકાશને પાર,
કલ્પના પણ અનંત હોવી જોઇએ.

નવજાત પર્ણને કંઇક પુછુ,
લીલી વાતો રંગીન હોવી જોઇએ.

સમયે સમયે બદલાતાં રહેવું,
મોસમ પણ ઓસમ હોવી જોઇએ.

મનની પણ મોસમ હોવી જોઇએ…

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

  23.07.2018
ધૂળને ઢોળીને ઢંઢોળવા દે.
યાદોની ઝોળી ફંફોળવા દે.
વતનની વાત છે યાર,થોડું,
ચીકણું કરીને ચોળવા દે.

શેઢે શેઢે વાટે વાટે પગરવા દે.
અભરખા ગામઘાટે ખંખેરવા દે.
વતનની વાત છે યાર,થોડું,
થોભી થોભીને જવા દે.

યાદ ગલીના કમાડ ઉઘાડવા દે.
ખૂણે ખૂણે ભીંતે ભીંતે ભમવા દે.
વતનની વાત છે યાર,થોડું,
ઘસીને ઘરને અડવા દે.

ચોરે ચોરે ચૌટે ચૌટે બેસવા દે.
હોંશે હોંશે મોટે મોટે બોલવા દે.
વતનની વાત છે યાર,થોડું,
મન ફાવે તેમ ફેંકવા દે.

આસનીયા ખાટે ખાટે પાથરવા દે.
ચૂરમું થાળી સાથે ચાટવા દે.
વતનની વાત છે યાર,થોડું,
અમી ભરીને ઓડકારવા દે.

વતનના વૃંદાવનમાં વિહરવા દે.
મને આજે શહેર છોડવા દે.
વતનની વાત છે યાર,થોડું,
ખરેખર નહીં તો ખ્યાલમાં જીવવા દે.

ધૂળને ઢોળીને….

  • નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

20.07.2018

ક્યારનું મનમાં હતું, ભીંજાઉ હું વરસાદમાં,
જાય મોસમ સાવ કોરી, આવ તું વરસાદમાં.

હોય કાયમ સાથ તારો એજ તો છે ઝંખના,
ફાવશે ના જીવવું પણ એકલું વરસાદમાં.

જો પલળવાનું થશે એના જરા સંગાથમાં,
યાદ રે’શે છેક આખું આયખું વરસાદમાં.

કાનમાં આવી કહી ગઇ આજ વાછટ લ્યો, મને.
ભીતરે ભીના થવાને ચાલશું વરસાદમાં.

છે તલપ ભીના થવાની આ વખતની માગણી,
આપણા સૂકાપણાને કાપશું વરસાદમાં.

તું અચાનક માર છાપો ને અટક કર યાદને,
વાત મારી ધ્યાનમાં લઇને આવ તું વરસાદમાં.

રાહ જોઈ છે અમે તો ક્યારની ચાતક સમી,
ને કમલ થાશે મિલન તો આપણું વરસાદમાં.

  • કમલ પાલનપુરી – 9712118401
    [કમલેશભાઈ મકવાણા – જલોત્રા(વડગામ) ]

 

19.07.2018

કહું છું આજ મેલી દો મને એકલો.
અરે નથી જોઈતો વળી આ વેપલો.
ભલો મનખો દેહ મળ્યો દૂધે દોહેલો.
છાંટા ઉડાડયા જગતે જાણે માંહ્યલો.
કહું છું આજ….

હાથે કરેલા હૈયે વાગશે એ જાણી લો.
આજ દન બધાનાં આવશે પામી લો.
પરસેવા પરકામ ને સતકર્મ કરી લો.
છતાય અપજશ કેરો લાહવો માણી લો.
કહું છું આજ….

કાંટાળો આ પંથ સદાય માટે વ્હોરી લો.
હે! અનાસક્ત બની આસક્તિ જીતી લો.
ફૂલડાં પથરાશે પંથતણા વધાવી લો.
તાં કામ ન લાગે પરકામ લાગશે જાણી લો.
કહું છું આજ….

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

15.07.2018

આભ કે આંખો વરસે બોલો તમને શું ગમે ?
સાજન ધરતી કે ધબકાર તરશે બોલો તમને શું ગમે ?

  • પ્રશાંત કેદાર જાદવ (કોદરામ-વડગામ)

 

15.07.2018

 

કવિઓની મોસમ આવી છે.
વર્ષાની મોસમ આવી છે.

ફૂલગુલાબી ઠંડક વ્યાપી,
ગોટાની મોસમ આવી છે.

ભીની માટીની સોડમને,
લેવાની મોસમ આવી છે.

પૂર બહારે ખીલે ધરતી,
કૂંપળની મોસમ આવી છે.

મા…. આપે શેકીને ધાણી,
ખાવાની મોસમ આવી છે.

કાગળની હોડી ને બચપણ,
તરવાની મોસમ આવી છે.

ચાલ ‘કમલ’ જઇએ જંગલમાં
ફરવાની મોસમ આવી છે.

  • કમલ પાલનપુરી
    [કમલેશભાઈ મકવાણા – જલોત્રા(વડગામ) ]

 

 

14.07.2018

[1]

ચાલો જીવી લઈયે ભૂલ ને ભૂલાવી ને,
મંઝીલ સામે જઈયે કદમ ઉઠાવી ને.

ના કરીયે ગફલત ફરી થી એજ જીવન મા,
આગળ વધીયે નવો રસ્તો બનાવી ને.

ના ખબર પડે મને છંદશાસ્ત્ર ની છતાય,
લખીયે નવી રચનાઓ કલમ ઉઠાવી ને.

ભલે ને ભૂલ કાઢે લોકો આપણા મા,
વધશુ આગળ મન ને સમજાવી ને.

ઉદાસ ન થા મન મારા ફરી કર કોશિષ,
પ્રયત્નો થકી જ નવી ડગર બનાવી ને.

  • અનવર જુનેજા (વડગામ)

[2]

થયું મિલન ત્યારે હૈયાને ખાલી કરવા ખભો મળ્યો,
વરસો બાદ ખોવાયેલો જાણે હું પોતાને મળ્યો.

લાંબી છે સફર ને સાથ નથી સંગાથ નથી કોઈનો,
ઘણું થાકી ગયા પછી આજે મને વાતો નો વિસામો મળ્યો.

ઘણા ચહેરાઓમાં શોધ્યો મેં પોતાને, ખૂબ મળ્યાને છૂટ્યા,
મારું જ પ્રતિબિંબ જોવા મને એની આખો નો આયનો મળ્યો.

જખ્મો તો મળ્યા એટલા કે કોને કહેવા આપણા,
હવે મળ્યું કોઈ પોતાનું એવો અહેસાસ પોતાનો મળ્યો.

ભૂલાયેલો ભટક્યા કરું છું હું આ જગત પર,
હાથ પકડીને સાથ આપનારો સાથ કોઈનો મળ્યો.

જિંદગીની રમત પણ બહુ અજબ છે દોસ્તો,
કોઈ પણ સબંધ વગર આજે આ ખોવાયેલા ને ઋણાનુંબંધ મળ્યો.

  • મનીષ ડી.ચૌધરી (વડગામ)

 

13.07.2018

જાહેરમાં રડીય શકતો નથી.
સાવ સાદો છું નડિય શકતો નથી.

ખુદ મને જડીય શકતો નથી.
ક્યાં સંતાયો છું? કળીય શકતો નથી.

ઠોકરથી પડીય શકતો નથી.
ઘણો ઘવાયો છું,થોભીય શકતો નથી.

જમાનાથી લડીય શકતો નથી.
જમ જેવો છે,જીતીય શકતો નથી.

મહેફિલ માણીય શકતો નથી.
જુઠ્ઠા જામ છે,લથડીય શકતો નથી.

આઘાતથી ડરીય શકતો નથી.
ભેરૂના જ ભય,કંઈ કરીય શકતો નથી.

ધીમેથી દોડીય શકતો નથી.
ટેવાયેલા શ્વાસ છે,હાંફીય શકતો નથી.

જાહેરમાં રડીય શકતો નથી…..

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

11.07.2018

[1]

એકલતા એવી તો ખૂંચે છે,ઘણી વખત.
આસપાસનું અજવાળું અંધારામાં ખોવાઈ જાય છે.

આંસુ અમસ્થા નથી! નીકળતા આંખમાંથી,
લાગણીનો ડૂચો ગળામાં ભરાઈ જાય છે.

વીતેલી પળોનો બેકઅપ ના હોય બોસ!,આવનારી
પળોને ઇન્સ્ટોલ કરવામાં સમય વીતી જાય છે.

સુખને નથી બાથ ભીડી શકાતી,
દુઃખને નથી લાત મારી શકાતી,
રોજ નવું પ્લાનીંગ!શા માટે,સમજાય છે?

આ રહી જશે,તે રહી જશે,પેલું રહી જશે,
અતિ મહત્વકાંક્ષામા જાત ભૂલી જવાય છે.

ક્યારેક એકલા હસી પડાય છે.
ક્યારેક એકલા રડી જવાય છે.
ઉપરવાળા!તે દીધેલું જીવન ત્યારે જ સમજાય છે.

સમય વીતી જાય છે…….

  • નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

[2]

સમયની રેત પર પડેલા પગલાં નથી રહેવાના.
તમે આવ્યા ને આ ગયા, કાયમ નથી રહેવાના.

મળીશું બેહદ એ શમણાં,હકીકત નથી રહેવાના.
ઉડે છે રાખ આ મિલનની,મળતા નથી રહેવાના.

સમેટુ યાદ એ વખતની,દિવસો નથી રહેવાના.
ચુભે છે ઘાવ એ સ્મરણનાં,ઘાયલ નથી રહેવાના.

ચુકેલી નાવ એ સફરની,મુસાફિર નથી રહેવાના.
જીવીશું જાણી એ મરણને,ભટકતા નથી રહેવાના.

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

[3]

પગલું એક ચાલ્યા ને જોજન થયું.
ત્રાંસુ તમે હસ્યા ને ખંજન થયું.

સ્થિર થઈને વહી રહયા ખળખળ,
ડૂબકી તમે લગાવી ને મંથન થયું.

આંસુ વ્યથાને લઈ પડયા ટપટપ,
મળ્યા તમે અમસ્થા ને સર્જન થયું.

લાગ થઈને લડી રહયા લથપથ,
ઝલક તમે પળભર ને ચમન થયું.

પગલું એક ચાલ્યા ને જોજન થયું…..

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

05.07.2018

વડગામના પસવાદળના શ્રી નિતિનભાઈ રાવલની ત્રણ રચનાઓ…..

[1]

રેતની જેમ ઉડતો રહ્યો.
જ્યા હતો ત્યા ન રહ્યો

હવામાં તારા શ્વાસનો,
અહેસાસ લઇ વહી રહ્યો.

પુછે છે બધા અત્તરનું,હું,
ફોરમનું નામ લઇ રહ્યો.

સોડમ તારી મને જ,
વરતાય,મનમાં કહી રહ્યો.

મ્હેક છે ને,આ ગુલદસ્તો,
ક્યાક મુજમાં ઘર કરી રહ્યો.

રેતની જેમ ઉડતો રહ્યો….

[2]

ક્યાં કદી માગ્યું છે આખું નગર તારું.
વિલસી રહ્યો ફકત એક નજર સારું.

ભાવ એવો રાખ્યો નથી, લૂંટી લઉ,
કાયા છોડી, નજરથી નજર ઉતારું.

એટલે,ક્ષણોને પત્તાની જેમ રમુ છું,
બાજી તું જીતી લે ને હરખાવું મારું.

ઇજહારનો તો સવાલ જ નથી,
એક નજર મળે ને! મનોમન વારુ.

[3]

માન્યું,જડતાં હોય.
થોડાં લચીલા થવાય.

આ તો મન છે મન,
ગમે ત્યારે છંછેડાય.

બંધનો ખુલ્લી આંખે,
આંખને બંધ કરાય.

પ્રયત્ન કરુ છું, હુ,
કંઇક શાશ્વત દેખાય.

શબ્દસ: જરૂરી નથી,
સર્વને સઘળું સમજાય,

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

05.07.2018

ગરીબી જવાન થઈ ગઈ,
અડધી રાતે
શહીદની પત્ની
પોતાના બાળકોને
સમજાવતી
હતી કે,
મારી એકલીના
હાથપગની
મજૂરી ઉપર
આપણું ઘર ચાલે છે
એમાં તમારી ભૂખ
સંતોષી શકું છું.
તમને ભણાવવાના
માત્ર અરમાન રહ્યા છે…
ભણાવી શકવાની કોઈ જ
સગવડ નથી.
આટલું કહેતા કહેતા
એ બિચારી બાઇથી
ડૂસકું નંખાઈ ગયું.
ને એ ડૂંસકાનો અવાજ
છેક
પાદર સુધી ગયો.
અને એ ડૂસકું સાંભળીને
પાળીયો
આખી રાત રડ્યો…

કમલ પાલનપુરી
9712118401

 

30/06/2018

પાનખરમાં એક કૂંપળ ફૂટી નીકળી.
ખરેખર જે નજાકતથી એ નીકળી.

જીવ રુંધાઇ ગયો શ્વાસ ચુકી ગયો,
લહેરકી એ હવાની પાતળી નીકળી.

ઝૂરી રહ્યો હું જરૂરથી ,એ સમય,
થપ્પો આપીને તુંય ગયો નીકળી.

નડે છે બંધનો બંધ કવરનાં,બાકી,
હકીકતથી આગળ ગયો હોત નીકળી.

મોહનાં કોણ!મોહતાજ નથી અહીં,
ભ્રમર વિના થોડી! ખીલે છે કળી.

ચહેરા હાવી થઇ જાય છે,એ હદે,
પોતાનાં લાગે હોય પારકા વળી.

ચાલને એક લટાર મારી આવીએ,
એ કૂંપળ નીજઘરે તો નથી?નીકળી

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)

 

28/06/2018

તન ભીંજાય ને મન ભીંજાય,
એ ભીંજાય અંગત હેત રે,સોડમ સાંભરે રે,
એ મારી વતનની ભીની ભીની રેત રે,સોડમ સાંભરે રે.

માટી મલકાય ને જાત હરખાય,
એ મ્હેકાય ઉકરડાની મ્હેક રે,સોડમ સાંભરે રે.
હવે નહિ જાઉં હું મેલી દેશ રે,સોડમ સાંભરે રે…

સીમ પછેડીથી નભમાં છવાય,
એ મેઘધનુની કોર રે,સોડમ સાંભરે રે.
જોયા કરે ટગર ટગર લોક રે,સોડમ સાંભરે રે…

રેશમી રૂમાલ જેવી ગોકળગાય,
એ બાળપણાની મોજ રે,સોડમ સાંભરે રે.
જૂની જૂની જગાડેલ જ્યોત રે,સોડમ સાંભરે રે…

હૂંફાળો ફુંફાળો બાફ વરતાય,
મસ્ત ખેતોમાં લહેરાતો મોલ રે,સોડમ સાંભરે રે.
વ્હાલો ઠંડી વાયરી નો સ્પર્શ રે,સોડમ સાંભરે રે…

ઝરમર ઝરમર મેહુલો ઝીલાય,
સુના પગલાં પકડે વાટ રે,સોડમ સાંભરે રે.
નળિયે વરસે જોગનો ધોધ રે,સોડમ સાંભરે રે…

મંદ મંદ જાણે! જોબન છલકાય,
માદક ચોતરફ એવો ઘાટ રે,સોડમ સાંભરે રે.
નહીં ભીંજાવામાં લગીર બાધ રે,સોડમ સાંભરે રે…

એ મારી વતનની ભીની ભીની રેત રે…..

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)

 

25/06/2018

કોઇ દિવસ મ્હેર જેવું થઇ ગયું.
ક્યાંક કાળા કેર જેવું થઇ ગયું.

આજ સામે એ મળી, બોલી નહીં,
એનુ વર્તન શે’ર જેવું થઇ ગયું.

શું લખ્યો કાગળ તમે નફરત ભરી,
આ હ્રદય ખંડેર્ જેવું થઇ ગયું.

કો’ક મારા પર હવે હાવી થયું,
જીવતર ત્યાં ઝેર જેવું થઇ ગયું.

જ્યારથી તેં એકલો મૂક્યો મને,
ત્યારથી અંધેર જેવું થઇ ગયું.

આવવાની વાત જ્યાં એની સુણી
ને ગલીમાં લ્હેર જેવું થઇ ગયું.

એક સાંધે જ્યાં મથીને આ ‘કમલ’,
ભાગ્ય તૂટે તેર જેવું થઇ ગયું.

કમલ પાલનપુરી
[કમલેશભાઈ મકવાણા – જલોત્રા(વડગામ) ]

 

23/06/2018

નવા ઘરમાં પ્રવેશ કરતાં……

સામાન જે બદલી રહ્યો છું હું.
જરા હિસાબ પતાવી લઉ હું.

આટલું રહ્યો આટલું ભોગવ્યું,
આ લો પકડો ચાલતો થાઉં હું.

ઉપાડ્યો ભર્યો ગોઠવ્યો ગાડીમાં,
નીકળી પડ્યા રસ્તે બધા ને હું.

ફરીથી ઉપાડ્યો મુક્યો ગોઠવ્યો,
નવું મારું ઘર ને ઘરમાં નવો હું.

ધીરે ધીરે પ્રસર્યો ઘરમાં એ રીતે,
ઘર બદલ્યું પણ રહ્યો હું નો હું.

એ જ રીતે બદલાઈ જવાનું,
ખોળીયું એક’દિ તોયે હું હું હું.

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)

 

21/06/2018

ગાઢ નીંદરડી ક્યારે આવી? ખબર નથી.
આફત કે પ્રેમ ઉજાગરાનો, ખબર નથી.

ઝબકી ને જાગી જવાય છે,કોઈક,
છે બારણે કે ભીતર એ,ખબર નથી.

જમાનો છે આ તો, ડરી જવાય છે,
એ પારકા છે કે પોતાનાં, ખબર નથી.

ક્યારેક સારું સારું લાગી આવે છે,
સપનું છે કે હકીકત એ ,ખબર નથી.

ખબર બધીય હું કામ રાખવી ભઈ,
ખોટે ખોટુય કે છે લોકો કે ખબર નથી.

આ શ્વાસ છે ને ત્યાં સુધી આવું બધું,
છોડયા પછી તો ?????,ખબર નથી.

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)