વડગામ તાલુકાની સમસ્યાઓ.
વડગામ તાલુકાની મુખ્ય સમસ્યાઓ શું છે તે બાબતે એક યાદી તૈયાર કરવાનો નમ્ર પ્રયાસ શરૂ કર્યો છે આપ પણ વડગામ તાલુકાની કોઈ સમસ્યાઓથી અવગત હો અને તેનો નીચેની યાદીમાં સમાવેશ ન હોય તો વડગામ.કોમ ને ૯૪૨૯૪૦૭૭૩૨ ઉપર વોટ્સએપ કરીને મોક્લી શકો છો જેથી તેનો યાદીમાં સમાવેશ કરી શકાય.
વડગામ તાલુકામાં અગ્નિશામક સાધનોનો અભાવ છે. તાલુકામાં ક્યાંય પણ આગની ઘટના ઘટે છે ત્યારે આગ બુઝાવવા માટે પાલનપુર, સિધ્ધપુર, ઊંઝા સહિત ડીસાના ફાયર ફાયટરો ઉપર નિર્ભર રહેવું પડે છે. વડગામ તાલકુમાં અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, ખાનગી હોસ્પિટલો, સહકારી સંસ્થાઓ સહિત ખાનગી શાળાઓ આવેલી છે તેમ છતાં તાલુકામાં અગ્નિશામક સાધનો તેમજ ફાયર સેફ્ટી અધિકારી સહિત ફાયર ફાયટર તંત્ર પાસે ઉપલબ્ધ નથી.
કર્માવાત તળાવ ભરવાની વર્ષો જૂની માંગણી નો કોઈ ઉકેલ નથી.
નહેરો દ્વારા સિંચાઇના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી.
પીવાના શુદ્ધ અને નિયમિત પાણીનો અભાવ.
જંગલીભૂંડ, નીલગાય અને બીજા તૃણાહારીઓ ખેડૂતોના માથાના દુ:ખાવા સમાન છે.તેઓ ખેતરના ઊભા પાકને નુકશાન પહોંચાડે છે.
ભૂગર્ભજળ નું સ્તર દિનપ્રતિદિન નીચે ઉતરતું જાય છે.
વડગામ અને છાપી જેવા સ્થળો એ ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.
ગૌચર નું પ્રમાણ ઘટતું જાય છે.
રખડતા ઢોરોનું દિનપ્રતિદિન વધતા પ્રમાણના પરિણામે ખેતીમાં ભજવાડ ઉપરાંત નાગરિકોને ઇજા પહોંચાડવાનું જોખમ વધતું જાય છે.
જીઆઇડીસી (GIDC) નો અભાવ.
વડગામ તાલુકાની ઐતિહાસિક ધરોહરો રીનોવેશન અને જાળવણી ના અભાવે મૃતપ્રાય થઈ રહી છે…દા.ત્ વડગામ તાલુકામાં આવેલી પ્રાચીન વાવો અને ધાર્મિક સ્થળો ,પાળિયાઓ વગેરે.
હવામાન સ્ટેશનનો અભાવ.
મોટાભાગના રોડ અને ડીવાઈડર નાજુક હાલતમાં ..
તાલુકામાં આવેલા બધાજ તળાવો સુકાભઠ્ઠ…તળાવો ભરવાની કુદરતી કે કુત્રિમ વ્યવસ્થાનો અભાવ.
તાલુકા મથક સહીત તાલુકાના મોટા ગામોમાં વાહન પાર્કિંગ સુવિધાનો અભાવ.
તાલુકા મથક સહીત તાલુકામાં કોઈ જગ્યાએ કોમ્યુનીટી હોલ નથી.
તાલુકામા કોઇ સ્પોર્ટ્સ સંકુલ કે સ્પોર્ટ્સ ક્લ્બ નથી.
વડગામની એકમાત્ર કોલેજ ગ્રાંટેડ નથી..વર્ષોથી કોલેજ્ને ગ્રાંટેડ કરવાની માંગણી યથાવત છે.
કચરાના નિકાલની વ્યવ્સ્થાનો અભાવ.