વડગામ તાલુકાની ખેત જમીન માપણીનો સર્વે રીપોર્ટ.

થોડાક સમય અગાઉ સરકારશ્રી દ્વાર વડગામ તાલુકામાં ખેતીવાડીની જમીનની માપણીની સર્વેની કામગીરી સેટેલાઈટના માધ્યમથી હાથ ધરવામાં આવી હતી પણ તે સમયે જમીન માપણીને લઈને ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. મોટાભાગના ખેડૂતોની જમીનની માપણી અયોગ્ય રીતે થઈ હોવાથી આ સર્વેમાં બહુ જ મોટા પ્રમાણમાં તફાવત બહાર આવ્યા હતા જેને લઈને ખેડૂતોમાં અસંતોષ હતો જે અંગે સરકારે ખેતીવાડીની જમીનની રી-સર્વેની કામગીરી હાથ ધરી છે જેના અનુસંધાને વડગામ તાલુકાના નીચે જણાવેલ ગામોમાં  ખેતીવાડીની જમીન રી-સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ રી-સર્વેની કામગીરી બાદ પણ કોઈ વિવાદ હોય તો રી-સર્વે બાદ પણ નવીન નકશાની પાછળ જ એક અરજી ફોર્મ આપેલ છે જેમા ખેડૂત એક પૈસાના ખર્ચ વિના સાદી અરજી કરી શકે છે જેથી લગત અધિકારીશ્રીઓ દ્વારા ખેડૂતની હાજરીમાં ખેતીની જમીનનો ફરીથી સર્વે કરી કોઈ ક્ષતિ હોય તો નિવારી શકાય. સન ૨૦૧૮ બાદ જ ખેતીની જમીનના આખરી ઉતારા તૈયાર કરવામાં આવશે. વધુ માહિતી માટે આપ આપની ગામની ગ્રામપંચાયતમાં VCO (Village Computer Operater) નો સીધો સમ્પર્ક કરી શકો છો.

અત્યાર સુધી વડગામ તાલુકાના જે ગામોના ખેતીવાડીની જમીન માપણીના રી-સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે તેની યાદી નીચે આપી છે.