વડગામમાં પક્ષીઓ માટે પાણીનાં કુંડા નું વિતરણ કરાયું.

Kunda Vitaran-2

કોઈ પ્રભુકૃપા હોય તો જ અર્થ દાન થાય તેવી જ રીતે ઈશ્ચર આપણા ભલા માટે કંઇ વિચારતો હોય તો જ સમયદાન અને શ્રમદાન થાય નહી તો ક્યા લે કર આયે જગ મેં ક્યા લે કર જાના.

અનેક લોકો વિવિધ ક્ષેત્રે પોતાનું થોડું  ધન, અમૂલ્ય સમય અને શક્તિ સમાજસેવા માટે ફાળવતા હોય છે અને આ વિશેષ કાર્યો થકી જ સમાજ ઉજળો બનતો હોય છે.

આવુ જ એક જીવદયા નું ઉત્તમ કાર્ય તાલુકા મથક વડગામના આંગણે તા. ૧૫.૦૪.૧૮ ના રોજ  યોજાઇ ગયું. વડગામના જૈન શ્રેષ્ઠી ની પ્રેરણા અને સહયોગ તેમજ તાલુકાના યુવાનો વડીલો ના સમયદાન અને શ્રમદાન ના સુંદર સામુહિક પ્રયત્નો થકી ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટેના પીવાના પાણીના કુંડા વિતરણનું  પ્રેરણાદાયી કાર્ય સફળતાપૂર્વક શક્ય બન્યું.

Kunda vitaran-15.4.18આવા સદકાર્યોનો સામુહિક કાર્યક્રમ રાખવા પાછળનો એક ઉદ્દેશ લોકો ની સત્કાર્યો પાછળ સામુહિક ભાવના વિકશે સાથે સાથે ગામમાં સંપ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે પણ છે.

આ પ્રસંગે દાતાશ્રીનો ઉપરાંત જે પણ લોકોએ જીવદયા ના  આ કાર્યક્રમમાં પોતાનો કિમતી સમય ફાળવી સહયોગ આપી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા છે તે સર્વે નો વડગામ.કોમ અંત:કરણપૂરવક આભાર માને છે.