ઉનાળો – ૨૦૧૯
૦૪.૦૬.૨૦૧૯
“હવામાન સમાચાર”
તા. ૦૪.૦૬.૨૦૧૯ થી ૧૦.૦૬.૨૦૧૯
ગત આગાહી માં જણાવ્યા પ્રમાણે તાપમાન માં વધારો જોવા મળ્યો અને તાપમાન 45 ડીગ્રી ને પાર કરી ગયું.પવન નું જોર પણ સારુ એવું રહ્યું.ઉપલા લેવલે વાતાવરણ ની અસ્થિરતા ને પગલે કચ્છ અને બોટાદ આસપાસ ના વિસ્તાર માં સામાન્ય છાંટા છુંટી જોવા મળી.
ગઇ કાલ થી ઉચાં તાપમાન આંશિક રાહત મળી છે.આજે રાજ્યના અલગ અલગ વિસ્તારો માં તાપમાન 41 ડીગ્રી થી 44 ડીગ્રી આસપાસ જોવા મળે છે. આગાહી સમય માં રાજ્યના અલગ અલગ વિસ્તારો તાપમાન નો પારો 41ડીગ્રી થી 45 ડીગ્રી વચ્ચે રહેશે.અલગ અલગ દિવસે વિસ્તાર પ્રમાણે 1ડીગ્રી થી 2 ડીગ્રી ની વધઘટ જોવા મળે તેવી શકયતા છે.હજુ આવતી કાલ સુધી તાપમાન યથાવત રહેશે.બાદ ત્રણેક દિવસ દરમ્યાન તાપમાન ઉચું રહેશે.અમુક વિસ્તાર માં તાપમાન 45 ડીગ્રી ને પાર કરી જાય તેવી શક્યતા છે.તારીખ 9 થી તાપમાન ક્રમશ ઘટાડા તરફ જશે.
આગાહી સમયમાં મુખ્ય પવનો પશ્ચિમી, દક્ષિણ પશ્ચિમી જોવા મળે તેવી શકયતા છે.હાલ વાતાવરણમાં ભેજ નું પ્રમાણ જોવા મળે છે. હવે ક્રમશઃ થોડો વધારો આવતો જશે.ટુંક માં પાછલા દિવસો માં તાપમાન ઘટશે પણ વધુ ભેજ ને હિસાબે બફારો વધશે. ઉતર ના રાજ્યો માં ઉંચા તાપમાન ને હિસાબે હજુ રાજ્યના અલગ અલગ વિસ્તારો માં પવન નું જોર યથાવત રહેશે.સાંજ ના સમયે પવન વધું રહેશે. ટુંક માં બપોર બાદ પવન વધુ રહેશે.
આગોતરું એંધાણ:- 70% શક્યતા.
ECMWF યુરોપિયન વેધર મોડલ તેમજ IMD વેધર મોડલ પ્રમાણે કેરલ નજીક ના અરબી સમુદ્રમાં તારીખ 9 આસપાસ દરિયાની સપાટી થી 3.1km ની ઉચાંઇ પર U.A.C આકાર પામશે. સીસ્ટમ ઉતરોતર મજબુત બને છે.i.m.d વેધરચાર્ટ અને યુરોપીયન મોડલ પ્રમાણે સીસ્ટમ ગુજરાત તરફ ગતિ કરે છે.dt.13/14 આસપાસ સિસ્ટમ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા નજીક પહોચે છે.Gfs વેધર મોડલ પ્રમાણે સિસ્ટમ dt.15/16 માં સૌરાષ્ટ્ર નજીક પહોચે છે…એટલે અલગ અલગ વેધર મોડલ માં દિવસ બાબતે મતમતાંન્તર છે. ટુંક માં હાલ મોડલ પ્રમાણે સીસ્ટમ ટકી રહે તો આગામી dt 13/14 આસપાસ થી સૌરાષ્ટ્ર કચ્છ ને વરસાદ નો સારો ફાયદો કરાવી શકે તેમ છે.
જેમ જેમ સિસ્ટમ ટ્રેક અને તારીખ બાબતે નક્કી થતું જશે. તેમ તેમ ટુંકી અપડેટ આપતા રહીશું.હાલ શક્યતા 70% ગણાય.
NOTE… આ પોસ્ટ માં એક પણ લાઇક ના આપો તો ચાલશે .
હવામાન ની જાણકારી વધુ માં વધુ ખેડુત મિત્ર સુધી પહોચે.એ માટે હવે પછી દરેક અપડેટ ને શેર અવશ્ય કરો.
એન.ડી.વડાવિયા….
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ગુજરાતી માં ફેસબુકમાં *ગુજરાત મૌસમ* “મોરબી હવામાન સમાચાર” “કાઠિયાવાડી વેધર” vadgam.com પેઈજ સર્ચ કરો.
નોંધ:-હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
૨૭.૦૫.૨૦૧૯
હવામાન સમાચાર”
તા, ૨૭.૦૫.૨૦૧૯ થી ૦૨.૦૬.૨૦૧૯
ગત dt 20 ની આગાહીમાં જણાવ્યા પ્રમાણે તાપમાન માં વધારો જોવા મળ્યો.આજે 44ડીગ્રી જેટલું ઉંચું તાપમાન સુરેન્દ્રનગર માં જોવા મળ્યું. અને પવન નું જોર પણ સારુ એવું રહ્યું.માત્રdt.20 માં વિસાવદર આસપાસ ના વિસ્તાર માં સામાન્ય છાંટા છુંટી જોવા મળી.
આજે રાજ્યના અલગ અલગ વિસ્તારો માં તાપમાન 40.1ડીગ્રી થી 44 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયેલ. આગાહી સમયમાં અલગ અલગ દિવસે વિસ્તાર પ્રમાણે 2 ડીગ્રી નો વધારો જોવા મળે તેવી શકયતા છે.અમુક વિસ્તારો માં તાપમાન નો પારો 45 ડીગ્રી ને પાર થાય તેવી શક્યતા છે.જોકે આગાહી ના પાછલા બે દિવસ માં તાપમાન માં આંશિક ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે.
આગાહી સમયમાં મુખ્ય પવનો પશ્ચિમી, દક્ષિણ પશ્ચિમી જોવા મળે તેવી શકયતા છે.હાલ વાતાવરણમાં ભેજ નું પ્રમાણ જોવા મળે છે. હવે ક્રમશઃ થોડો વધારો આવતો જશે. આગાહી ના પાછલા દિવસો માં ભેજ તેમજ ઉપલા લેવલે અસ્થિરતા માં વધુ વધારો થશે. હાલ પવન વધુ જોવા મળે છે.રાજ્યભર માં હજુ પવન નું જોર યથાવત રહેશે. વિસ્તાર પ્રમાણે સામાન્ય વધઘટ રહેશે. બપોર બાદ પવન વધુ રહેશે.સૌરાષ્ટ્ર કરતા કચ્છ અને ઉતર ગુજરાત માં પવન નું પ્રમાણ વધુ જોવા મળે તેવી શકયતા છે.
હવામાન વિભાગ પ્રમાણે આગામી dt.29/30 દરમ્યાન દક્ષિણ બંગાળ ની ખાડી ના કેટલાક ભાગો માં તેમજ અંદામાન ટાપુઓ માં તેમજ ઉતર અંદામાન સમુદ્ર માં દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે.
નિતેશ.ડી.વડાવિયા….મોરબી…..
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ગુજરાતી માં ફેસબુકમાં *ગુજરાત મૌસમ* “મોરબી હવામાન સમાચાર” “કાઠિયાવાડી વેધર” vadgam.com પેઈજ સર્ચ કરો.
નોંધ:-હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
૨૦.૦૫.૨૦૧૯
“હવામાન સમાચાર”
તારીખ 20 થી 27
સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ
ગત આગાહીમાં જણાવ્યા પ્રમાણે તાપમાન જોવા મળ્યું, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર સ્વરુપ ઉપલા લેવલે અસ્થિરતા જોવા મળી રાજ્યના છુટા છવાયા વિસ્તાર માં વરસાદ જોવા મળ્યો અને પવન પણ વધુ જોવા મળ્યો.
હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારો માં તાપમાન 39C થી 42C આસપાસ રહે છે. તેમાં હવે ક્રમશઃ વધારો થશે જે આગાહી સમયમાં અલગ અલગ દિવસે વિસ્તાર પ્રમાણે 1 થી 1.5 ડીગ્રી વધારો જોવા મળે તેવી શકયતા છે.અમુક વિસ્તારો માં 44 ડીગ્રી સુધી તાપમાન પહોંચી જાય તો નવાઇ નહી.
આગાહી સમયમાં મુખ્ય પવનો પશ્ચિમી, દક્ષિણ પશ્ચિમી અને કયારેક ઉત્તર પશ્ચિમી જોવા મળે તેવી શકયતા છે.વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ઉંચુ જોવા મળેલ,બફારા નું પ્રમાણ ઉચું રહ્યું હવે ભેજ માં ક્રમશઃ થોડો ઘટાડો આવતો જશે.અમુક દિવસે વાદળો થાય અને વિખાય પણ જાય અને અમૂક વિસ્તારમાં સામાન્ય છાંટા છુટી જોવા મળી શકે છે. ક્યાક પવન અને ગાજવીજ સાથે વરસી પણ જાય અને હાલ પવન વધુ જોવા મળે છે.હજુ પવન નું જોર યથાવત રહેશે. વિસ્તાર પ્રમાણે વધઘટ રહેશે. બપોર બાદ પવન વધુ રહેશે.સૌરાષ્ટ્ર કરતા કચ્છ માં પવન નું પ્રમાણ વધુ જોવા મળે તેવી શકયતા છે.
નિતેશ.ડી.વડાવિયા…..મોરબી….
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ગુજરાતી માં ફેસબુકમાં *ગુજરાત મૌસમ* “મોરબી હવામાન સમાચાર” “કાઠિયાવાડી વેધર” vadgam.com પેઈજ સર્ચ કરો.
નોંધ:-હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
તા. ૧૪.૦૫.૨૦૧૯
હવામાન સમાચાર”
dt. 14 to dt. 20
ગત આગાહીમાં જણાવ્યા પ્રમાણે કોઇક કોઇક વિસ્તારમાં છાંટા છુંટી કે ઝાપટા જોવા મળ્યાં. પવન પણ વધુ જોવા મળ્યો. અને તાપમાન પણ 39C થી 42C વચ્ચે જોવા મળ્યું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન અસર સ્વરૂપે dt.15 થી dt.17 માં વાતાવરણમાં હળવી અસ્થિરતા રહેશે.એટલે રાજ્યના વિસ્તારો માં ક્યાંક ક્યાંક છાંટા છુટી ઝાપટા જોવા મળે એવી શક્યતા છે. બાકી ના દિવસો માં લોકલ વિસ્તાર માં ઉપલા લેવલે જ્યાં વધુ ભેજ જોવા મળે તે વિસ્તારમાં વાદળો બની જાય અને વાતાવરણ માં ઓગળી પણ જાય.તેમજ ગાજવીજ સાથે વરસી પણ જાય તેવી હાલ શક્યતા દેખાય છે.
હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારો માં તાપમાન 39C થી 42C આસપાસ રહે છે. તે આગાહી સમયમાં અલગ અલગ દિવસે વિસ્તાર પ્રમાણે 1 થી 2 ડીગ્રી વધઘટ જોવા મળે તેવી શકયતા છે.ટુંક માં ક્રમશઃ તાપમાન પાછલા દિવસો માં તાપમાન વધશે.
આગાહી સમયમાં મુખ્ય પવનો પશ્ચિમી, દક્ષિણ પશ્ચિમી અને કયારેક ઉત્તર પશ્ચિમી જોવા મળે તેવી શકયતા છે.વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ઉંચુ રહે છે. હજુ વધશે એટલે બફારો પણ વધશે. અને હાલ પવન વધુ જોવા મળે છે.હજુ પવન નું જોર યથાવત રહેશે. વિસ્તાર પ્રમાણે વધઘટ રહેશે. બપોર બાદ પવન વધુ રહેશે.સૌરાષ્ટ્ર કરતા કચ્છ માં પવન નું પ્રમાણ વધુ જોવા મળે તેવી શકયતા છે.
આગાહી દિવસો બાદ અંદામાન નિકોબાર વિસ્તાર માં દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસા નું વિધિવત આગમન થાય તેવી શક્યતા છે.
નીતેશ.ડી.વડાવિયા….મોરબી…ખાખરાળા.
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ગુજરાતી માં ફેસબુકમાં *ગુજરાત મૌસમ* “મોરબી હવામાન સમાચાર” “કાઠિયાવાડી વેધર” vadgam.com પેઈજ સર્ચ કરો.
તા. ૦૯.૦૫.૨૦૧૯
*હવામાન સમાચાર*
તારીખ 9 થી 14
સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ
આગળની આગાહીમાં જણાવ્યા પ્રમાણે તાપમાનનો પારો 39C થી 42C જોવા મળ્યો અને dt.8,9 માં તાપમાન માં ક્રમશઃ ઘટાડો થયો. પવનો માં પણ વધ ઘટ જોવા મળી.તેમજ અમુક દિવસે વાદળો પણ છવાયા & અમુક વિસ્તાર માં ઝાપટા પણ જોવા મળ્યા.
આજે અને આવતી કાલે તાપમાન નીચું જ રહેશે. બાદ dt.11/12 માં તાપમાન વધશે.તાપમાન 39C થી 42.C આસપાસ રહેશે.એટલે કે તાપમાન નોર્મલ આસપાસ જ રહેશે.dt.14 થી તાપમાન પાછું ઘટાડા તરફ આવશે.
આગાહી સમયમાં પવનો પશ્ચિમી , ઉતરપશ્ચીમી, દક્ષીણપશ્ચીમી રહેવાની શકયતા છે. અને પવનનું જોર વિસ્તાર પ્રમાણે વધઘટ જોવા મળશે. કચ્છમાં પવનનું જોર સવિશેષ રહેશે.સૌરાષ્ટ્ર માં પણ પવન નું જોર રહેશે.ભેજનું પ્રમાણ પણ વધુ રહેશે.બફારો પણ વધશે.
આગાહીના શરૂઆતના દિવસોમાં W.D યુ.એ.સી અસર સ્વરુપ અસ્થિરતા છે તેને હિસાબે આજ થી રાજ્ય ના અલગ અલગ વિસ્તારો માં વાતાવરણ પલટાયું છે.તેમજ dt.10/11 માં કોઈક કોઈક વિસ્તારમાં વાદળો અને છાંટાછુંટી કે ઝાપટા જોવા મળે તેવી શકયતા છે.
NOTE.Dt.5 ના આગોતરા માં જણાવ્યા પ્રમાણે આગાહી સમય પછી અસ્થિરતા વધવાની શકયતા છે (dt.14.15.16.17 દરમ્યાન)એટલે જે કઇ હશે તે રેગ્યુલર અપડેટમાં આવશે.
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ફેસબુક માં ગુજરાતીમાં *ગુજરાત મૌસમ* , “મોરબી હવામાન સમાચાર” , “કાઠિયાવાડી વેધર” તેમજ vadgam.com પેઈજ સર્ચ કરો.
નોંધ:-હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
તા. ૦૫.૦૫.૨૦૧૯
હવામાન સમાચાર
*આગોતરું એંધાણ શકયતા 50%*
હાલ અલગ અલગ વેધર ફોરકાસ્ટ મોડલો ના અભ્યાસ કરતા જણાય રહ્યું છે કે dt.10 આસપાસ થી વાતાવરણ અસ્થિર બને છે. તેમજ પછી ના દિવસોમાં પણ એક મજબુત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આકાર પામશે. W.D અસર સ્વરુપ રાજ્યના અલગ અલગ વિસ્તારો માં માવઠું થાય તેવી શકયતા છે. ટુંક માં dt.10/11 થી લઇ ને dt18/19 સુધી અમુક દિવસો ને બાદ કરતા વાતાવરણ અસ્થિર રહેશે.હાલનો અંદાજ લાંબા ગાળા નો હોય હાલ તેની શક્યતા 50% ગણાય.
આગલી dt.9 સુધી ની આગાહી અમલ છે.( સમયાંતરે રેગ્યુલર અપડેટ એક અઠવાડીયા ની આવે છે.રેગ્યુલર અપડેટ પર જ કાયમી મદ્દાર રાખવો. આવનારા ચોમાસા દરમ્યાન રેગ્યુલર અપડેટ સાથે જ આગોતરો અંદાજ આવે તેવી કોશીષ કરીશું)
નોંધ.ફોરકાસ્ટ મોડલ માં માવઠા ની તારીખ બાબતે હજુ મતમંતાન્તર છે.એટલે +- 1/3 દીવસ થઇ શકે છે.આગોતરું એટલે શક્યતા ઓછી.બાકી જે કઇ થશે. તે રેગ્યુલર અપડેટ માં આવશે..
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ફેસબુક માં ગુજરાતીમાં *ગુજરાત મૌસમ* અને *મોરબી હવામાન સમાચાર* તેમજ *કાઠીયાવાડી-weather* & *vadgam.com*પેઈજ સર્ચ કરો.
નોંધ:- હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
૦૨.૦૫.૨૦૧૯
“હવામાન સમાચાર”
dt.3 to dt.9
ગત આગાહી માં જણાવ્યા પ્રમાણે રાજ્યના વિસ્તારો માં હિટવેવ જોવા મળ્યોં.તાપમાન 46 ડીગ્રી ને આંબી ગયું.બાદ ક્રમશઃ તાપમાન નો પારો ઘટી ને 40 ડીગ્રી થી 42 ડીગ્રી ની રેન્જ માં આવી ગયો. પવન નું પ્રમાણ પણ સારું જોવા મળ્યું.વાવાઝોડા ની દરિયાઇ સફર ચાલું રહી.
dt.26 માં દક્ષિણ પુર્વ બી.ઓ.બી માં સીસ્ટમ ડીપ્રેસન ની માત્રાએ પહોંચેલ જે ક્રમશઃ મજબુત બની ને ફાની/ફોની નામ નું વાવાજોડું અત્યંત તિવ્ર વાવાજોડા માં પરીવર્તિત થયેલ છે.જે હાલ 17.21N, 84.85E આસપાસ પહોચ્યું છે. હજુ પણ વધુ મજબુત બનીને સુપર સાઇક્લોન ની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતા છે. કાલે સવારે ઓડીસા ના ગોપાલપુર થી પુરી આસપાસ ના તટીય વિસ્તાર પર ટકરાશે.ભારે થી અતિભારે થી અતિભારે વરસાદ સાથે પવન ની ઝડપ વિસ્તાર પ્રમાણે 170km થી 180km ની રહેશે.જ્યારે આંચકા ના પવનો 200km કે તેથી પણ વધું રહે તેવી શક્યતા છે.આવતી કાલ થી વાવાજોડું ક્રમશઃ નબળું પડતુ જશે.જે પશ્ર્ચિમ બંગાળ,બાંગ્લાદેશ અને પુર્વોતર ભારત બાજુ પ્રયાણ કરશે.સીસ્ટમ dt.5 સુધી માં ખતમ થશે.
આગાહી સમય દરમ્યાન રાજ્યના વિસ્તારો માં વિસ્તાર પ્રમાણે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં તાપમાનનો પારો 39C થી 42C ની રેન્જમાં જોવા મળે તેવી શકયતા છે.જોકે dt.8 અને dt.9 માં તાપમાન ઘટશે.
રાજ્યના વિસ્તારો માં પવનો ઉતરપશ્ચીમી, પશ્ચિમી, તો ક્યારેક દક્ષીણપશ્ચીમી પવનો જોવા મળે તેવી શકયતા છે. ભેજ યુક્ત અનુકુળ પવનોને હિસાબે વાતાવરણ માં ભેજનું પ્રમાણ વધુ રહેશે.હાલ જે પવન ફુંકાય છે.તે વધ ઘટ સાથે યથાવત રહેશે.
નિતેશ.ડી.વડાવિયા…મોરબી….
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ફેસબુકમાં ગુજરાતીમાં “ગુજરાત મૌસમ” અને “હવામાન સમાચાર મોરબી” સર્ચ કરો.
નોંધ:- હવામાન ખાતાની સૂચના મુજબ અનુસરવું.
૨૬.૦૪.૨૦૧૯
હવામાન સમાચાર
તા. ૨૭.૦૫.૨૦૧૯ થી ૦૨.૦૫.૨૦૧૯
ગત તારીખ.20 માં વડગામ.કોમ ને આપેલ આગાહી માં જણાવ્યા પ્રમાણે તારીખ 22 થી તાપમાન માં ક્રમાનુંસાર વધારો જોવા મળેલ છે.અને સવાર ના ભેજનું પ્રમાણ પણ ઉંચું જોવા મળ્યું. તેમજ સાંજ ના સમયે પવન પણ વધુ જોવા મળ્યો.તેમજ વધુ માં જણાવેલ કે અરબ સાગર કે બંગાળ ની ખાડી માં મજબુત સીસ્ટમ બનવાની શક્યતા છે અને તે પ્રમાણે સીસ્ટમ પણ બનતી જોવા મળી.
ઇક્વીટોરીયલ વિસ્તાર લાગુ દક્ષિણ પુર્વ બી.ઓ.બી માં બે દિવસ પહેલા એક અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયેલ જે ક્રમાનુંસાર મજબુત બનીને હાલ ડીપ્રેસન ની માત્રાએ પહોચ્યું છે. જે હાલ 3.28N , 89.80E પર કેન્દ્રીત છે.આવતા 36 કલાક માં ક્રમશઃ મજબુત બની ને વાવાજોડા માં પરીવર્તિત થશે.વાવાજોડાનું સંભવિત નામ “ફાની” હશે. ક્રમશઃ સીસ્ટમ મજબુત બનશે.વાવાજોડું બે દિવસ માં શ્રીલંકા ના પુર્વીય દરીયાઇ વિસ્તાર પરથી પસાર થશે.બાદ વાવાજોડું ક્રમશઃ ઉતર તામિલનાડું, આન્ધ્રપ્રદેશ લાગું દરિયાઇ વિસ્તાર થી પસાર થશે.આમ આગાહી પર્યત વાવાજોડા ની બંગાળ ની ખાડી માં સફર ચાલું રહેશે.
તા.27 થી તા.30 દરમ્યાન ઉપલા લેવલે એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન ની અસર સ્વરુપ રાજ્યના અલગ અલગ મોટાભાગ ના વિસ્તાર તાપમાનનો પારો 42 ડીગ્રી થી 46 ડીગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતા છે.સુર્ય દેવતા કોપાયમાન થશે.હીટવેવ જેવી સ્થિતી નું નિર્માણ થતું હોય આપણું હવામાન વિભાગ કહે તે પ્રમાણે વર્તવું.તા.30 થી તાપમાન ક્રમશઃ ઘટતું જશે….
મુખ્યત્વે પવનો ઉતર પશ્ર્ચિમી રહેશે. સાંજ ના સમયે પવન રહેશે.હાલ સવાર ના ભેજ નું પ્રમાણ ઘટી ગયું છે.જે તા.1 બાદ વધારા તરફ જાય તેવી શક્યતા છે.તેમજ આંશિક વાદળો પણ છવાય તેવી શક્યતા છે.
વાવાજોડા ના ટ્રેક બાબતે ફર ફર જણાશે તો અપડેટ આવશે.
નિતેશ.ડી.વડાવિયા.
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે facebook માં ગુજરાતીમાં “મોરબી હવામાન સમાચાર” તેમજ “ગુજરાત મૌસમ” પેઈજ સર્ચ કરો.http://vadgam.com/summer-2019/
નોંધ:-બંગાળ ની ખાડી માં સંભવિત વાવાજોડું આકાર લઇ રહ્યું હોઇ હવામાન ખાતાની સૂચના ને અનુસરવું.
૨૦.૦૪.૨૦૧૯
મોરબીથી હવામાન અભ્યાસુ મિત્ર શ્રી નિતેષ વડાવિયાએ હવામાન સમાચાર” તેમજ “ગુજરાત મૌસમ” ના માધ્યમથી વડગામ.કોમને તા. ૨૧ એપ્રિલ થી ૨૭ એપ્રિલ દરમિયાનની નીચે મુજબના હવામાન સમાચાર મોકલી આપ્યા છે….
ગત આગાહીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના છુટાછવાયા વિસ્તારો માં માવઠું થયું, ઉચાં તાપમાન થી રાહત પણ મળી. અને ક્યાંક ઝાકળ પણ જોવા મળી.તેમજ પવન માં પણ વઘધટ જોવા મળી.
આગાહી સમયમાં તાપમાન નો પારો ક્રમશ વધારા તરફ જશે. તારીખ 22 થી રાજ્યના વિસ્તારો માં વિસ્તારો પ્રમાણે તાપમાન નો પારો 40C થી 43C વચ્ચે જોવા મળશે.ક્યાંક તાપમાન 44C આસપાસ પહોંચવાની શકયતા છે.
આગાહી સમયમાં પવન પશ્ચિમી, ઉતરપશ્ચીમી રહેવાની શક્યતા છે અને પવનનું જોર બપોર બાદ સાંજ ના સમયે વધુ રહેશે.તેમજ વિસ્તાર પ્રમાણે વધઘટ જોવા મળશે.
પવન મુખ્યત્વે ઉતરપશ્ચીમી, પશ્ચિમી રહેશે એટલે સવારે ભેજનું પ્રમાણ પણ વધશે એટલે કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ બિંદુ આવવાની પણ શકયતા છે.
NOTE. દર વર્ષે મોટાભાગે એપ્રીલ મહિના અંત કે મે મહિના માં ITCZ ઇક્યુએટર થી ઉતરબાજુ સક્રીય થતો હોય છે.પરીણામ સ્વરુપ મજબુત સિસ્ટમો બનતી હોય છે.તે સમય નજીક આવી રહ્યો છે..એટલે અરબ સાગર કે બંગાળ ની ખાડી માં મજબુત સિસ્ટમ બનવા ની શક્યતાઓ વધુ હોય છે.જે આગામી દિવસો માં જોવા મળશે.
નોંધ:-હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
“હવામાન સમાચાર” (તા. ૧૩.૦૪.૨૦૧૯ થી ૨૦.૦૪.૨૦૧૯ )
મોરબી થી હવામાન અભ્યાસુ મિત્ર શ્રી નિતેષભાઇ વડાવિયાએ વડગામ.કોમ ને નીચે મુજબની તા. ૧૩.૦૪.૨૦૧૯ થી ૨૦.૦૪.૨૦૧૯ તાજા અપડેટ મોકલી આપી છે….
ગત આગાહીમાં જણાવ્યા પ્રમાણે ભેજ નું પ્રમાણ ઉચું રહ્યુ અને અમુક વિસ્તાર માં ઝાકળ પણ આવી.વાદળો પણ જોવા મળ્યાં. અને તાપમાન પણ 39.5 થી 42.5 આસપાસ જ જોવા મળ્યું.પવન પણ સારો રહ્યો.
તારીખ 13,14 માં તાપમાન જળવાઇ રહેશે. બાદ ક્રમશ તાપમાન ઘટશે.ઉચાં તાપમાન માંથી મળશે રાહત.તારીખ 19 થી તાપમાન ઉંચકાવા લાગશે.
આગાહી સમયમાં પવન દીશા માં ફર ફર જોવા મળશે. અને પવન વધઘટ રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર સ્વરૂપે રાજ્યના છુટા છવાય વિસ્તારમાં તારીખ 14 થી 17 માં વાતાવરણ અસ્થિર રહેશે અને ઉપલા લેવલની અસ્થિરતા ને હિસાબે તારીખ 14 થી જ વાતાવરણ પલટાવા લાગશે. તારીખ 15,16 માં રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં છાંટાછુટી,ઝાપટા, કે હળવો વરસાદ પડી શકે અને ક્યાંક ક્યાંક ગાજવીજ પણ જોવા મળે.તારીખ 17 માં માવઠા ની અસર ઓછી થવા લાગશે એટલે કે સામાન્ય અસર જોવા મળશે.
NOTE ( અલગ અલગ વેધર ફોરકાસ્ટ મોડલમાં મતમતાંન્તર છે અમેરિકન વેધર મોડલ પ્રમાણે વધુ વિસ્તાર માં માવઠાની શકયતા છે જ્યારે યુરોપિયન વેધર મોડલ પ્રમાણે અમુક વિસ્તાર જ માવઠાની શકયતા છે.જોકે માવઠું તો થશે જ )
નિતેશ.ડી.વડાવિયા….
હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ગુજરાતીમાં “ગુજરાત મૌસમ” અને “મોરબી હવામાન સમાચાર” પેઈજ સર્ચ કરો.
નોંધ:- હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
તા. ૦૭ એપ્રિલ થી ૧૨ એપ્રિલ ૨૦૧૬
મોરબીથી હવામાન અભ્યાસુ મિત્ર શ્રી નિતેષભાઈ વડવીયાએ તા. ૦૭ એપ્રિલ ૨૦૧૯ થી તા. ૧૨ એપ્રિલ ૨૦૧૯ સુધીનો હવામાનનો વરતારો નીચે મુજબ વડગામ.કોમને મોક્લી આપ્યો છે.
ગત આગાહી માં જણાવ્યા પ્રમાણે રાજ્યના વિસ્તારો પ્રમાણે તાપમાન 41 ડીગ્રી થી 43 ડીગ્રી આસપાસ રહેલું એકલ દોકલ વિસ્તારમાં 44 ડીગ્રી જેટલું ઉચું તાપમાન જોવા મળેલ.પવન નું પ્રમાણ વધુ જોવા મળ્યું.
આગાહી સમય દરમ્યાન રાજ્યના વિસ્તારો પ્રમાણે 39.5 ડીગ્રી થી 42.5 ડીગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે. તેમજ વિસ્તાર પ્રમાણે 1 ડીગ્રી ની વધઘટ જોવા મળશે.પાછલા દિવસો માં તાપમાન માં ઘટાડો થશે.
આગાહી સમયમાં પવન ઉતરપશ્ચીમી રહેશે અમુક વિસ્તાર માં ક્યારેક દક્ષિણ પશ્ર્ચિમ પવન ની ફુંક પણ જોવા મળી શકે છે. સાંજે પવન વધુ જોવા મળશે.હાલ જે સવારે ભેજ નું પ્રમાણ રહે છે તેમાં હજુ વધારો થશે.પરચુરણ વાદળો જોવા મળશે.
આગોતરું એંધાણ શક્યતા 70%
આગાહી ના બાદ તા. ૧૪ થી તા. ૧૮ દરમ્યાન રાજ્યના છુટાછવાયા વિસ્તારો માં માવઠું થાય તેવી શક્યતા છે.તેમજ ઉંચા તાપમાન માંથી મળશે રાહત.
નિતેશ.ડી.વડાવિયા……
નોંધ:-હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
૦૫.૦૪.૨૦૧૯
વડગામ,કોમ ને મળેલ માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાનું છેલ્લા ૧૦ વર્ષનું સરેરાશ તાપમાન ૪૩.૬ ડિગ્રી રહેવા પામ્યું છે અને એમાંય આજ થી ૬૧ વર્ષ અગાઉ બનાસકાંઠાના એક માત્ર વેધર સ્ટેશન ડિસા મુકામે તા.૨૬ એપ્રિલ ૧૯૫૮ના રોજ ઓલ ટાઈમ હાઈ ૪૬.૩ ડિગ્રી જેટલુ ઉચ્ચ તાપમાન નોંધાયું હતું. એટલે પૃથ્વી ઉપર ગરમીની અસરો દાયકાઓથી છે પણ એ વખતે પર્યાવરણ આજે છે એટલું દૂષિત ન હતું પરિણામે ગરમી આજે લાગે છે એટલી અસહ્ય ન હોતી લાગતી. આંકડાકીય માહિતી પરથી અંદાજ લગાવી શકાય કે જો આવનાર ભવિષ્યમાં ગરમીથી બચવું હશે તો આપણા દૂષિત પર્યાવરણને સુધારવુ પડશે. વધુ વૃક્ષો વાવો, જંગલોનું પ્રમાણ વધારો, વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો વધારો…કાર્બન ડાયોકસાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટાડો વગેરે પ્રયત્નો કરવા પડશે નહી તો પૃથ્વી જે રીતે ગરમ થઈ રહી છે તે જોતા આપણી આવનારી પેઢીને એના અસહ્ય પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે…..બનાસકાંઠા વેધર સ્ટેશન ૦૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૪૩.૨ જેટલું ઉચ્ચતમ તાપમાન બતાવે છે….
(વડગામ.કોમ ને હવામાનની આંકડાકીય માહિતી આપવા બદલ હવામાન વૈજ્ઞાનિક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરીનો આભાર )
તા. ૧૯.૦૩.૨૦૧૯
તારીખ ૨૦.૦૩.૨૦૧૯ થી ૨૬.૦૩.૨૦૧૯
સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ
આગળની આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુલાબી ઠંડી અને અમુક વિસ્તારો માં તાપમાન પણ 38ડીગ્રી જેવું ઉંચુ જોવા મળ્યું.બપોર ના સમયે ઉનાળો આવી ગયા નો અહેસાસ થયો. તેમજ છાંટાછૂંટી પણ જોવા મળી.
“ધખધખતા ઉનાળા નું આગમન”
તારીખ 20થી 22 સુધી પવન પશ્ચિમી ઉતરપશ્ચીમી રહેશે એટલે સવારે ભેજનું પ્રમાણ વધશે એટલે સૌરાષ્ટ્ર કચ્છ ના અમુક વિસ્તારો માં તારીખ 20,21,22 માં ઝાકળ આવવાની શક્યતા છે. તારીખ 23થી ઉતરના તો ક્યારેક ઉત્તરપશ્ચિમના પવન જોવા મળે તેવી શક્યતા છે.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર સ્વરુપ તારીખ 20થી22 માં ન્યુનતમ તાપમાન નીચું જશે એટલે સવાર સાંજ ગુલાબી ઠંડી જોવા મળશે.એમા પણ તારીખ 21 માં ઠંડી નું પ્રમાણ વધુ જોવા મળશે. અને તારીખ 22 બપોરથી ક્રમશ તાપમાન ઉંચુ જશે એટલે ક્રમશ ગરમી વધતી જશે.રાજ્ય ના વિસ્તારો માં પાછલા દિવસો માં 40 ડીગ્રી થી 42 ડીગ્રી ની રેન્જ માં તાપમાન આવી જાય તેવી શક્યતા છે. અમુક વિસ્તાર માં તેથી પણ ઉંચું તાપમાન જોવા મળે તેવી શક્યતા છે.પવન ની વધઘટ જોવા મળશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને હિસાબે એકાદ બે દિવસ છુટા છવાયા વાદળો છવાય તેવી શકયતા છે.
”
નોંધ:- હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.
– શ્રી નિતેષભાઈ વડાવીયા (મોરબી)