ઉનાળો – ૨૦૧૯

“હવામાન સમાચાર” (તા. ૧૩.૦૪.૨૦૧૯ થી ૨૦.૦૪.૨૦૧૯ )

મોરબી થી હવામાન અભ્યાસુ મિત્ર શ્રી નિતેષભાઇ વડાવિયાએ વડગામ.કોમ ને નીચે મુજબની તા. ૧૩.૦૪.૨૦૧૯ થી ૨૦.૦૪.૨૦૧૯ તાજા અપડેટ મોકલી આપી છે….

ગત આગાહીમાં જણાવ્યા પ્રમાણે ભેજ નું પ્રમાણ ઉચું રહ્યુ અને અમુક વિસ્તાર માં ઝાકળ પણ આવી.વાદળો પણ જોવા મળ્યાં. અને તાપમાન પણ 39.5 થી 42.5 આસપાસ જ જોવા મળ્યું.પવન પણ સારો રહ્યો.
તારીખ 13,14 માં તાપમાન જળવાઇ રહેશે. બાદ ક્રમશ તાપમાન ઘટશે.ઉચાં તાપમાન માંથી મળશે રાહત.તારીખ 19 થી તાપમાન ઉંચકાવા લાગશે.
આગાહી સમયમાં પવન દીશા માં ફર ફર જોવા મળશે. અને પવન વધઘટ રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર સ્વરૂપે રાજ્યના છુટા છવાય વિસ્તારમાં તારીખ 14 થી 17 માં વાતાવરણ અસ્થિર રહેશે અને ઉપલા લેવલની અસ્થિરતા ને હિસાબે તારીખ 14 થી જ વાતાવરણ પલટાવા લાગશે. તારીખ 15,16 માં રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં છાંટાછુટી,ઝાપટા, કે હળવો વરસાદ પડી શકે અને ક્યાંક ક્યાંક ગાજવીજ પણ જોવા મળે.તારીખ 17 માં માવઠા ની અસર ઓછી થવા લાગશે એટલે કે સામાન્ય અસર જોવા મળશે.
NOTE ( અલગ અલગ વેધર ફોરકાસ્ટ મોડલમાં મતમતાંન્તર છે અમેરિકન વેધર મોડલ પ્રમાણે વધુ વિસ્તાર માં માવઠાની શકયતા છે જ્યારે યુરોપિયન વેધર મોડલ પ્રમાણે અમુક વિસ્તાર જ માવઠાની શકયતા છે.જોકે માવઠું તો થશે જ )

નિતેશ.ડી.વડાવિયા….

હવામાનની રેગ્યુલર માહિતી મેળવવા માટે ગુજરાતીમાં “ગુજરાત મૌસમ” અને “મોરબી હવામાન સમાચાર” પેઈજ સર્ચ કરો.
નોંધ:- હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.

 

તા. ૦૭ એપ્રિલ થી ૧૨ એપ્રિલ ૨૦૧૬

મોરબીથી હવામાન અભ્યાસુ મિત્ર શ્રી નિતેષભાઈ વડવીયાએ તા. ૦૭ એપ્રિલ ૨૦૧૯ થી તા. ૧૨ એપ્રિલ ૨૦૧૯ સુધીનો હવામાનનો વરતારો નીચે મુજબ વડગામ.કોમને મોક્લી આપ્યો છે.

ગત આગાહી માં જણાવ્યા પ્રમાણે રાજ્યના વિસ્તારો પ્રમાણે તાપમાન 41 ડીગ્રી થી 43 ડીગ્રી આસપાસ રહેલું એકલ દોકલ વિસ્તારમાં 44 ડીગ્રી જેટલું ઉચું તાપમાન જોવા મળેલ.પવન નું પ્રમાણ વધુ જોવા મળ્યું.
આગાહી સમય દરમ્યાન રાજ્યના વિસ્તારો પ્રમાણે 39.5 ડીગ્રી થી 42.5 ડીગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે. તેમજ વિસ્તાર પ્રમાણે 1 ડીગ્રી ની વધઘટ જોવા મળશે.પાછલા દિવસો માં તાપમાન માં ઘટાડો થશે.

આગાહી સમયમાં પવન ઉતરપશ્ચીમી રહેશે અમુક વિસ્તાર માં ક્યારેક દક્ષિણ પશ્ર્ચિમ પવન ની ફુંક પણ જોવા મળી શકે છે. સાંજે પવન વધુ જોવા મળશે.હાલ જે સવારે ભેજ નું પ્રમાણ રહે છે તેમાં હજુ વધારો થશે.પરચુરણ વાદળો જોવા મળશે.

આગોતરું એંધાણ શક્યતા 70%

આગાહી ના બાદ તા. ૧૪ થી તા. ૧૮ દરમ્યાન રાજ્યના છુટાછવાયા વિસ્તારો માં માવઠું થાય તેવી શક્યતા છે.તેમજ ઉંચા તાપમાન માંથી મળશે રાહત.

નિતેશ.ડી.વડાવિયા……

નોંધ:-હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.

૦૫.૦૪.૨૦૧૯

વડગામ,કોમ ને મળેલ માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાનું છેલ્લા ૧૦ વર્ષનું સરેરાશ તાપમાન ૪૩.૬ ડિગ્રી રહેવા પામ્યું છે અને એમાંય આજ થી ૬૧ વર્ષ અગાઉ બનાસકાંઠાના એક માત્ર વેધર સ્ટેશન ડિસા મુકામે તા.૨૬ એપ્રિલ ૧૯૫૮ના રોજ ઓલ ટાઈમ હાઈ ૪૬.૩ ડિગ્રી જેટલુ ઉચ્ચ તાપમાન નોંધાયું હતું. એટલે પૃથ્વી ઉપર ગરમીની અસરો દાયકાઓથી છે પણ એ વખતે પર્યાવરણ આજે છે એટલું દૂષિત ન હતું પરિણામે ગરમી આજે લાગે છે એટલી અસહ્ય ન હોતી લાગતી. આંકડાકીય માહિતી પરથી અંદાજ લગાવી શકાય કે જો આવનાર ભવિષ્યમાં ગરમીથી બચવું હશે તો આપણા દૂષિત પર્યાવરણને સુધારવુ પડશે. વધુ વૃક્ષો વાવો, જંગલોનું પ્રમાણ વધારો, વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો વધારો…કાર્બન ડાયોકસાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટાડો વગેરે પ્રયત્નો કરવા પડશે નહી તો પૃથ્વી જે રીતે ગરમ થઈ રહી છે તે જોતા આપણી આવનારી પેઢીને એના અસહ્ય પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે…..બનાસકાંઠા વેધર સ્ટેશન ૦૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૪૩.૨ જેટલું ઉચ્ચતમ તાપમાન બતાવે છે….

(વડગામ.કોમ ને હવામાનની આંકડાકીય માહિતી આપવા બદલ હવામાન વૈજ્ઞાનિક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરીનો આભાર )


તા. ૧૯.૦૩.૨૦૧૯

 

તારીખ ૨૦.૦૩.૨૦૧૯ થી ૨૬.૦૩.૨૦૧૯

સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ

આગળની આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુલાબી ઠંડી અને અમુક વિસ્તારો માં તાપમાન પણ 38ડીગ્રી જેવું ઉંચુ જોવા મળ્યું.બપોર ના સમયે ઉનાળો આવી ગયા નો અહેસાસ થયો. તેમજ છાંટાછૂંટી પણ જોવા મળી.

“ધખધખતા ઉનાળા નું આગમન”

તારીખ 20થી 22 સુધી પવન પશ્ચિમી ઉતરપશ્ચીમી રહેશે એટલે સવારે ભેજનું પ્રમાણ વધશે એટલે સૌરાષ્ટ્ર કચ્છ ના અમુક વિસ્તારો માં તારીખ 20,21,22 માં ઝાકળ આવવાની શક્યતા છે. તારીખ 23થી ઉતરના તો ક્યારેક ઉત્તરપશ્ચિમના પવન જોવા મળે તેવી શક્યતા છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર સ્વરુપ તારીખ 20થી22 માં ન્યુનતમ તાપમાન નીચું જશે એટલે સવાર સાંજ ગુલાબી ઠંડી જોવા મળશે.એમા પણ તારીખ 21 માં ઠંડી નું પ્રમાણ વધુ જોવા મળશે. અને તારીખ 22 બપોરથી ક્રમશ તાપમાન ઉંચુ જશે એટલે ક્રમશ ગરમી વધતી જશે.રાજ્ય ના વિસ્તારો માં પાછલા દિવસો માં 40 ડીગ્રી થી 42 ડીગ્રી ની રેન્જ માં તાપમાન આવી જાય તેવી શક્યતા છે. અમુક વિસ્તાર માં તેથી પણ ઉંચું તાપમાન જોવા મળે તેવી શક્યતા છે.પવન ની વધઘટ જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને હિસાબે એકાદ બે દિવસ છુટા છવાયા વાદળો છવાય તેવી શકયતા છે.

નોંધ:- હવામાન ખાતાની સૂચના પર અનુસરવું.

 – શ્રી નિતેષભાઈ વડાવીયા (મોરબી)