નાણાકિય-આયોજન

તમારા કારના વીમા પ્રીમિયમ પર બચત કરવાની 9 સલાહો.

કારના માલિક માટે કારનો વિમો હોવો એ ઘણી જ અગત્યની બાબત ગણાય. મોટા ભાગના લોકો તેઓની હયાત એવી કારની વિમા પોલિસી કે જેને તેઓએ કારના ડીલર અથવા એજંટ પાસેથી લીધી હોય છે, એ પોલિસી વિશે બીજું કંઈ પણ વિચાર્યા સિવાય સામાન્ય રીતે રીન્યૂ કરાવતા રહે છે. તેમ છતાં શું તમે જાણો છો કે એક નાનકડા પ્રયાસ વડે તમે તમારી કારના વિમાનું જે પ્રીમિયમ ભરી રહ્યા છો તેમાં બચત કરી શકો છો ? 

અહીં કેટલીક સલાહો આપવામાં આવી છે કે કેવી રીતે કારના વિમા પર પણ બચત કરી શકાય :

તુલના કરીને ખરીદો : કારના વિમાની પાયાની  જુદી જુદી વિમા કંપનીઓ દ્વારા રજૂ થતી તમામ ઑફર્સ એક સરખી હોવા છતાં પ્રિમિયમ ઘણા વિશાળ તફાવતથી ચાર્જ કરવામાં આવે છે.  માટે જ કયો વિમો ખરીદવો એ નક્કી કરતા પૂર્વે જુદા જુદા વિમાના ક્વોટેશંસની સરખામણી – તુલના કરવાનું કામ અગત્યનું છે.

ઓનલાઈન ખરીદી કરો : ઘણી વાર ઓનલાઈન કાર વિમાની ખરીદી કરવામાં ઘણા સારાં દરોનો – રેટ્સનો લાભ મળી શકે છે, જેમ કે તમે એજંટનું કમિશન ચુકવવામાંથી બચી જઈને એની બચત કરી શકો છો. વિમાની ખરીદી કરવા માટે આ પ્રકારની પસંદગી કરીને તમે વિશાળ સંખ્યામાં વિવિધ પ્રકારના વિમાઓ વચ્ચે સરખામણી કરી શકો છો, કે જે તમને કિંમત તેમજ તેના લાભોની દૃષ્ટિએ ઉત્તમ વિકલ્પની પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. આ બાબત કાર માલિકોમાં વધુ ને વધુ લોકપ્રિય થઈ રહી છે.

ખુબ મોટી કપાતની રકમનો વિકલ્પ પસંદ કરો : સ્વૈચ્છિક કપાત રકમ એ એવી રકમ છે કે જો નુકશાનીની રકમ મેળવવાનો દાવો કરવાનો હોય ત્યારે તમારે વિમા સુરક્ષા માટે સૌપ્રથમ એ રકમ જમા કરાવવી જ પડે છે. વધુ મોટી કપાતની રકમ તમારા પ્રિમિયમની ચુકવણીમાં ડિસ્કાઉંટના રૂપમાં પરિણમશે. તેમ છતાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે વિમાનો દાવો ફાઈલ કરવાનો થાય ત્યારે તમે એ રકમની ચુકવણી કરી શકવાની સ્થિતિમાં હોવા જોઈએ.

ડ્યૂ ડેટ પહેલા રીન્યૂ કરાવો : ડ્યૂ ડેટ પહેલા કારના વિમાને રીન્યૂ કરાવીને તમે કારની તપાસ કિંમત ચૂકવવામાં બચત કરી શકો છો. અને અન્ય કોઈ અગવડ જણાય તો તમે નવો વિમો ખરીદવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. હંમેશા યાદ રાખો કે પોલિસી ખતમ થઈ જાય એ પૂર્વે એને રીન્યૂ કરાવતા રહો.

શક્ય એટલા વળતરનો લાભ મેળવો : કારના વિમાની પોલિસી પર જે ડિસ્કાઉંટ મળી શકતું હોય છે એને ઘણી વાર કારના માલિકો જતું કરી દેતા હોય છે. અથવા તેઓ સામાન્ય રીતે એ બાબતે સજાગ નથી હોતા. જો તમે એક સારા વાહન ચાલક છો એનો અર્થ એ થયો કે તમે ક્યારેય અકસ્માત કરવાના નથી અને એના પરિણામ સ્વરૂપ તમારી પાસે નો – ક્લેઈમ બોનસ કમાવાની તક છે, જેના પરિણામ સ્વરૂપે તમારે ઓછું પ્રિમિયમ ભરવાનું આવશે. તમે ગ્રુપ ડિસ્કાઉંટ તેમજ ઓછા માઈલેજના વપરાશ બદલ પણ ડિસ્કાઉંટ મેળવી શકો છો. એક જ વિમાકર્તા પાસેથી એક કરતાં વધારે પ્રકારના વિમા ખરીદવાથી (દા.ત. મકાનનો વિમો અને કારનો વિમો) અથવા તમામ વાહનોના વિમા એક જ વિમાકર્તા પાસેથી ખરીદવાથી પણ ઓછું પ્રિમિયમ ભરવાનો લાભ તમે મેળવી શકો છો. જો તમે તમારી કારમાં એંટી – થેફ્ટ ડીવાઈસ (ચોરી ન થઈ શકે એવું યંત્ર) ફિટ કરાવો છો તો તમે પ્રિમિયમ ચાર્જમાં ઘટાડો કરવાની માગણી કરી શકો છો, કે જે માટે વિમા કંપની તમારી સાથે સંમત થશે.

દરોમાં ઘટાડો કરવાની વિનંતી : તમારા વ્યક્તિગત જીવનમાં આવતા પરિવર્તન પર આધારિત વિમા કંપનીઓ તમે ભરી રહેલા પ્રિમિયમમાં ઘટાડો મંજૂર કરે એવા ઘણા દાખલાઓ મોજુદ છે. દા.ત. જો તમે લગ્ન કરો અથવા શહેરના સબ – અર્બન વિસ્તારમાં રહેવા જાઓ તો પણ તમે પ્રિમિયમમાં ઘટાડો કરાવી શકો. તમારો વ્યવસાય અને તમારો વાહન ચલાવવાનો અનુભવ પણ પ્રિમિયમમાં ઘટાડો કરાવવા લાભદાયી નીવડી શકે, કે જે વિમાકર્તાઓની આંતરિક નીતિઓ પર આધારિત હોય છે.

પૂરેપૂરી ચુકવણી કરો : જેવી રીતે અન્ય વિમા પોલિસીઓના કિસ્સામાં જોવા મળે છે તેમ જો તમે માસિક અથવા અર્ધ વાર્ષિક હપતા પદ્ધતિથી પ્રિમિયમની રકમની ચુકવણી કરો છો તો પ્રિમિયમ પેટે કરેલ કુલ ચુકવણીની રકમ વધુ જ હશે. તમે ક્યારેય વાર્ષિક પ્રિમિયમની ચુકવણીનો વિકલ્પ પસંદ કર્યો છે ખરો ? તમારા માટે એજ સલાહભર્યું છે કે એક જ ધડાકે પૂરેપૂરું પ્રિમિયમ ભરી દો.

ઓછું IDV : જો તમારી કાર ચોરાઈ જાય અથવા તેનો નાશ થઈ જાય તો તમારી કારનો જેટલી રકમનો વિમો ઉતારવામાં આવ્યો છે એટલી જ રકમનું વિમા મૂલ્ય મંજૂર થાય છે અને એટલી જ રકમ તમે પરત મેળવી શકો છો . જો તમે ઓછા IDV  માટેનો વિકલ્પ પસંદ કર્યો હોય તો કેટલીક વિમા કંપનીઓ IDV ઘટાડવાની તમને છૂટ આપે છે. અને એથી તમારું પ્રિમિયમ પણ ઓછું થઈ જશે. તેમ છતાં યાદ રાખો કે જો તમે વિમાની રકમનો દાવો કર્યો હશે તો તમારા IDV માંથી ઘટાડો કરવા માટે જે રકમ તમે પસંદ કરી છે એની ચુકવણી થશે નહિ .

ઑટો એસોશિએશનના સભ્ય બનો : ‘ઑટોમોબાઈલ એસોશિએશન ઓફ સાઉથ ઇડિઆ’ અથવા ‘વેસ્ટર્ન ઇંડિઆ ઑટોમોબાઈલ એસોશિએશન’ જેવા ઑટો એસોશિએશનના જો તમે સભ્ય બની જાઓ તો પણ તમે કારનું વિમા પ્રિમિયમ ભરી રહ્યા છો તેમાં ડિસ્કાઉંટ મેળવી શકો છો. કારણ કે આ પ્રકારના એસોશિએશન આધુનિક વાહન ચાલન તેમજ માર્ગ સલામતિના ધ્યેય આધારિત પદ્ધતિસર અને આયોજિત અભ્યાસક્રમને લઈને ચાલતા એસોશિએશન તરીકે જાણીતા હોય છે.

ભૂતકાળમાં તમે તમારી કારના વિમાના પ્રિમિયમના દરોમાં કોઈ ઘટાડો મેળવ્યો હતો ? શું એમાં તમને મળનારા કોઈ ડિસ્કાઉંટનો લાભ તમે લીધો હતો ? તમારા અનુભવનો લાભ અમને આપો, કેવી રીતે તમારા કરના વિમા પર તમે બચત કરી !

સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Source Website :- www.gettingyourich.com