વડગામ.કોમ વિશે…

 

Galba Bha

 

આ વેબસાઈટ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (બનાસ ડેરી) પાલાનપુર ના આધ્યસ્થાપક અને સમાજસેવક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ને સમર્પિત છે, જેમના કાર્યો અને  આદર્શો  આ વેબસાઈટ માટે પ્રેરણાસ્ત્રોત છે.

 

———————————————————————————————————————————–

Parent

 

વડગામ વેબસાઈટનાં વાર્ષિક  નિભાવણી ખર્ચ પેટે  આર્થિક સહયોગ પૂરો પાડનાર મારા માતા-પિતા સૂરજબેન લક્ષ્મણભાઈ ઉપલાણા , લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા –

 

———————————————————————————————————————————–

વડગામ.કોમમાં પધારેલા સૌ મુલાકાતીઓનું સ્વાગત છે ! આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ છે સમાનધર્મી વિચારધારાવાળા લોકોને આવકારીને તેમની સહાયતા વડે વડગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો તેમજ વડગામ તાલુકાને વધુ સમૃદ્ધ અને અદ્યતન બનાવવાનો. મને લાગે છે કે આ બાબતમાં સૌનો સહયોગ અત્યંત જરૂરી છે.

આ કાર્યમાં અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ જોડાયેલી છે,જેમને આ વેબસાઈટ  એક માધ્યમ પૂરું પાડવામાં મદદરૂપ થઇ શકશે.

વડગામમાં તાલુકામાં રહેતા સૌ ગ્રામ્યજનો, વડગામની બહાર વસેલા સૌ સ્નેહીજનો, તાલુકાવાસીઓ અને આ વેબસાઈટની મુલાકાત લેનારા સૌને અમે વડગામના વિકાસ માટે હૃદયથી આવકારીએ છીએ. મને ખાત્રી છે કે આપણે સૌ સહિયારા પ્રયત્નોથી આપણા તાલુકાને  વધુ સુંદર, સમૃદ્ધ અને એક આદર્શ તાલુકો બનાવી શકીશું.

આ વેબસાઈટ પર વડગામના ગ્રામ્ય વિસ્તાર તેમજ વડગામ તાલુકામાં યોજાતા અનેક કાર્યક્રમોની જાણકારી આપને સતત મળતી રહેશે. આ ઉપરાંત, ગામ અને તાલુકા સ્તરે થતા નવા આયોજનો અને અન્ય અગત્યના સમાચારોથી દેશ-વિદેશમાં વસતા અનેક મુલાકાતીઓ પોતાની માતૃભૂમિના સંપર્કમાં રહી શકશે. વળી તે સાથે કંઈક જાણવા જેવી અગત્યની બાબતો, સાહિત્ય લેખો અને વૈવિધ્યપૂર્ણ માહિતી તો ખરી જ ! આપ વડગામ.કોમની મુલાકાત લેતા રહેશો અને અમને તમારા સુચનો, પ્રતિભાવો અને માર્ગદર્શન આપતા રહેશો એવી નમ્ર વિનંતી. આશા છે આપને વડગામ.કોમ પરની તમામ માહિતી ઉપયોગી થઈ રહેશે. આપ અમારો સંપર્ક અહીં ક્લિક કરીને કરી શકો છો : Click Here

———————————————————————————————————————————–

આભાર દર્શન

  • વડગામ વેબસાઈટ માટે ડીજીટલ કેમેરો ભેટ આપનાર કોદારામાં નાં વતની  મારા મિત્ર શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિનો આભારી છું.

 

  • ટેકનિકલ સહાય માં મદદરૂપ એવા નેધરલેન્ડ  સ્થિત  મારા મિત્ર મિ પેલે , સ્વજન જેવા વડોદરાના વતની  શ્રી મૃગેશભાઈ શાહ,અમદાવાદ નાં શ્રી સત્યેન્દ્રભાઈ ચૌધરીનો આભારી છું.

 

  • ડેટા માઈગ્રેશન અને વડગામ વેબસાઈટ માટે જુન-૨૦૧૪થી Hosting Server ની ફ્રી સુવિધા આપવા બદલ વડગામના વતની શ્રી હાર્દિકભાઈ જગદિશભાઈ રાવલનો આભારી છું.

 

  • વડગામ તાલુકા ની માહિતી જે  રેફરન્સ બુકો / સમાચાર પત્રો માંથી આભાર સહ મેળવી છે તેના  લેખકો / સંપાદકો વડગામ ગાઈડ નાં લેખક / સંપાદક શ્રી શરીફભાઈ ચશ્માવાલા , સ્વરાજ્યના શ્રી જીત્તેન્દ્રભાઈ મહેતા,માલણ નાં વતની અને લોક સાહિત્યકાર શ્રી મુરાદખાન ચાવડા,ડીસાના શ્રી કનુભાઈ આચાર્ય, દિવ્યભાસ્કર અને રખેવાળ નાં તત્રી શ્રી તથા વડગામ તાલુકા પ્રતિનિધી  શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી,મગરવાડા નાં વતની અને પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી, વરણા વાડા નાં વતની શ્રી ફલજીભાઈ ચૌધરી  તથા અન્ય નામી – અનામી લોકો નો આભારી છું.

 

  • અનેક કાર્યક્રમો નાં આયોજનમાં જેમનો સદા સહકાર મળતો રહ્યો છે તેવા વડગામ નાં વિવિધ સંઘઠનો – વડગામ સોશિયલ & વેલ્ફેર ટ્રસ્ટ , વડગામ ચૌધરી યુવા પરિવાર , વડગામ રાજપૂત યુવા સંઘઠન અને વડગામ ગામ અને તાલુકાના  સર્વે  મિત્રો નો આભારી છું.

 

  • વડગામ વેબસાઈટનાં  સર્વે મુલાકાતીઓ કે જેઓ  મને જરૂરી સલાહ-સૂચનો આપી વેબસાઈટને વધુ લોકઉપયોગી બનાવવામાં મદદરૂપ થઇ રહ્યા છે તે સર્વે નો આભારી છું.

 

  • ગાંધીનગર સ્થિત સર્જનગ્રુપના શ્રી તરંગભાઈ અને તેમની ટીમના તમામ સભ્યો, પાલનપુર સ્થિત જ્ઞાન પરબ અને અભિષેક ગ્રુપના શ્રી ભરતભાઈ શાહ, તેમજ વડોદરા સ્થિત શ્રી મૃગેશભાઈ શાહ કે જેઓ વડગામ તાલુકાના શેભર મુકામે યોજાયેલ વડગામના બાળકો માટેની શિબિરમાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપેલ યોગદાન બદલ તમામ મિત્રો નો આભારી છું.

 

  • વલસાડના વતની સ્વ.શ્રી અખિલભાઈ સુતરિયા કે જેમણે વડગામના યુવાનો અને બાળકો માટે Inspiration video film નો કાર્યક્રમ વડગામ મુકામે કર્યો હતો તેમજ વડગામના બાળકો સાથે understanding Life વિષય ઉપર પ્રશ્નોત્તરી કાર્યક્રમ કરી વિડીયો બનાવી હતી તે બદલ તેઓશ્રીનો તેમજ તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેનનો આભારી છું.

 

  • વડોદરા સ્થિત શ્રી મૃગેશભાઈ શાહ દ્વારા તેમની વેબસાઈટ readgujarati.com ઉપર વડગામ માં યોજાયેલ બે કાર્યક્રમો વિશે બે સુંદર લેખ વડગામની વાટે અને શેભર વાંચન શિબિર લખી વડગામનો પરિચય દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને કરાવવા બદલ તેઓ શ્રીનો આભારી છું.

 

  • મુંબઈ સ્થિત ચિત્તરંજન અને વડગામના વતની શ્રી દિલિપભાઈ મેવાડા દ્વારા વડગામના બાળકો માટે બે second hand Pc ભેટ આપવા બદલ તેમનો આભારી છું.

 

  • વડગામ ગામને વિવિધ પ્રોજેક્ટો માટે world community સાથે જોડી આપવા બદલ નેધરલેન્ડ સ્થિત નાબુર સંસ્થાના કાર્યકરો અને મારા મિત્ર મિ. પેલે નો આભારી છું.

 

  • વડગામમાં વિકાસ માટેની વિવિધ પ્રવ્રુત્તિઓ થાય તે માટે મને પ્રોસ્તાહન આપનાર IIM graduate અને વિપ્રો કંપની માં કાર્યરત Poonam Zantiye નો આભારી છું.

 

લિ.
નીતિન પટેલ.

વડગામ.