૯૪.૩ FM Radio ઉપર વડગામના કવિની કાવ્ય પ્રસ્તુતિ…

94 My FM

કવિતા દિન નિમિતે પ્રસ્તુત સ્વલિખિત સુંદર કાવ્ય રચના ગુજરાતના લોક્પ્રિય કવિ અને ગીતકાર શ્રી પ્રશાંત કેદાર જાદવ કે જેઓ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની છે તેમના દ્વારા  ૯૪.૩ My FM Radio ઉપર રજુ કરવામાં આવી. વડગામ.કોમ શ્રી પ્રાશાંત કેદારા જાદવને અભિનંદન પાઠવે છે.

 

 

સાજણ ! શબદ અમારો ભેરૂ

વિજોગ કે મેળાપ બેઉમાં એને ઓઢું પહેરૂ

સાજણ શબદ અમારો ભેરૂ

 

ભર ઉંઘમાં હોઉં ત્યારે

આવી એ જગાડે

જાગતાં ઉંઘું, ઉંઘતા જાગું

‘એ વિણ કોણ જીવાડે ?

એનાજ નવા અરથ-ભાવનું

શોધ્યા કરે પગેરૂ

સાજણ શબદ અમારો ભેરૂ

 

અવર જવર એની તો સાજણ

શ્વાસો શ્વાસા જેવી

ધરની બહાર કદીય જાયનૈ

એની આ પ્રીત કેવી !

શબદ, કવિત  ને સાજણ એક જ

સૌનું મુજમાં દેરૂ

સાજણ ! શબદ અમારો ભેરૂ

 

કવિતાના દિવસ ન હોય એ તો

આદિ-અનાદિ – નિરંતર છે.

-પ્રશાંત કેદાર જાદવ [ કોદરામ-વડગામ ]