આવાજ આપકી અંદાઝ હમારા કાર્યક્રમમાં વડગામનું પ્રતિનિધિત્વ.
“આવાજ આપકી અંદાઝ હમારા” નામના મ્યુઝિકલ ગ્રુપ નો તાજેતરમાં અમદાવાદ માં વડગામના કોદરામના વતની અને ગુજરાતના અગ્ર હરોળના કવી – ગીતકાર શ્રી પ્રશાંત કેદાર જાદવ ના મુખ્ય મહેમાન પદે પ્રારંભ થયો. ગીત સંગીત પ્રેમી કલાકારોને આ ગ્રુપ ના માધ્યમથી પોતાના ક્ષેત્રમાં વિકસવાનું એક સારુ પ્લેટફોર્મ મળશે.
સવિશેષ આ કાર્યક્રમમાં પ્રશાંતભાઈ ના હસ્તે એવોર્ડ મેળવનાર બાળ કલાકાર ભવ્યા શિરોહી મૂળ વડગામ તાલુકાના ગીડાસણ ગામની વતની છે જેણે અનેક ટી. વી. સીરીયલોમાં બાળકલાકાર તરીકે અદભુત અભિનય કરેલ છે અને શ્રેષ્ઠ કલાકાર – મોડેલ – અભિનેત્રી તરીકે અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલું છે.
નાની ઉંમરે વિશેષ ઉપલબ્ધી બદલ વડગામ. કોમ ભવ્યા ને કલાકાર જગતમાં ભવ્ય સફળતા મળે અને વડગામ નું નામ રોશન કરે તેવી અઢળક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે.