ગીડાસણ (વડગામ)ની ભવ્યા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એવોર્ડ થી સન્માનિત.

IMG-20190716-WA0060ગીડાસણ (વડગામ) ના મૂળ વતની કુમારપાલ નાયકની દિકરી ભવ્યા ને તાજેતરમાં ગુજરાત IG & DGP શ્રી મોહનકુમાર ઝા, ડૉ. એમ.કે.નાયક (IPS-Suprentendent of Central Jail Ahmedabad), શ્રી પાવન સોલંકી (President of World Record India) તેમજ Dy.S.P. ગુજરાત પોલીસ અને અન્ય માહાનુંભાવો ના હસ્તે world record india award એનાયત કરવામાં આવ્યો.

IMG-20190716-WA0063

જેલમાં સજા ભોગવી રહેલા ઉમરકેદના કેદી દ્વારા સાંઈબાબા ઉપર જેલમાં જ રહીને  કુલ ૧૮ ગીતો લખવામાં આવ્યા… આમાંથી ૧૧ ગીતોને આલ્બમરૂપે પ્રસિદ્ધ કરવાનું સત્તાધીશો દ્વારા નક્કી કરવામાં આવ્યું અને આ ગીતો ગાવા માટે  પસંદગી કરવામાં આવેલ ગાયકો પૈકી વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની શ્રી કુમારપાલ નાયકની માત્ર ૯ વર્ષ ની દિકરી ભવ્યા ની પણ પસંદગી કરવામાં આવી. આ આલ્બમ માં ભવ્યા એ સુંદર અવાજ આપ્યો છે. આ આલ્બમ લોન્ચ થઈ ચુક્યું છે પણ સત્તાવાર માર્કેટ માં આવતા  થોડો સમય લાગશે ત્યારે ભવ્યાનો અવાજ આપણે વડગામ.કોમ ઉપર પણ સાંભળીશું.

IMG-20190716-WA0061સમગ્ર ભારતમાં જેલમાં બંધ કોઈ કેદી દ્વારા લખાયેલા ગીતો આલ્બમ સ્વરૂપે બહાર પડતા હોય તેવો સૌ પ્રથમ બનાવ છે એટલે નામ આપવામાં આવ્યું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અને ભાગ્યશાળી ભવ્યા એની  હકદાર પણ બની..નાની ઉંમર માં અભિનય અને ગાયક કલાકાર તરીકે પ્રગતિના શિખરો સર કરી રહેલી ભવ્યા ને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે..