ચંપાબેન પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ વિદ્યાભવનનું ભૂમિપૂજન

ધંધા – રોજગાર અર્થે ગામ બહાર સ્થાયી થયેલા ગામલોકોનો વતન પ્રેમ હંમેશા તેઓને હ્રદયસ્થ હોય છે,એની પ્રતીતિ મને અનેકવાર થઈ ચુકી છે. વતનનું ઋણ ચૂકવવાની ઉદારતા મે વતનપ્રેમી લોકોમાં અનેકવાર નજરે જોઈ છે અનુભવી છે. ( એની વિગતો પણ ક્યારેક લખીશ )

આવી જ ઉદારતા દાખવી વતન પ્રત્યેની લાગણીને ઉજાગર કરતા વડગામ સ્થિત વડગામ તાલુકા સરકારી પ્રાથમિક શાળા સંકુલ શેઠ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી અંદાજીત રૂ. 5.90 કરોડના ખર્ચે ચંપાબેન પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ વિદ્યાભવન સ્વરૂપે નવિનિકરણ પામવા જઈ રહ્યુ છે એ અમારે મન સવિશેષ આનંદ સહ ગૌરવની બાબત છે. વિશેષ બાબત એ નોંધવી રહી કે આ સરકારી તાલુકા પ્રાથમિક શાળાને પૂર્વ આચાર્ય શ્રી રઘનાથભાઈ જેગોડા અને તેમના સનિષ્ઠ સ્ટાફે અનુપમ શાળાનો દરજ્જો પણ અપાવ્યો છે. સનિષ્ઠ શૈક્ષણિક સ્ટાફ અને સુવિધાયુકત આધુનિક વિદ્યાલય ગામડાઓના બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે આશિર્વાદરૂપ બનવાનું છે.

કાર્લોસ સ્લિમ હેલુ નામના કમયુનિકેશન બિઝનેસમેને બહુ સરસ વાત કહી છે કે પ્રભુએ તમારા પર સંપત્તિની જેટલી વધુ મહેર કરી હોય તેટલી જ સમાજ પ્રત્યેની તમારી જવાબદારી વધારે. નફાના આંકડા સામે જોઈને કંપનીઓ ચલાવવી જોઈએ પરંતુ એ નફો પાછો સમાજ તરફ વાળવો એટલો જ જરૂરી છે. સફળ બિઝનેસમેન તરીકેની આવડત અને અનુભવ સમાજ ઉપયોગી કાર્યો માટે વપરાય તેથી રૂડું શું હોઈ શકે ?

શેઠ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ પરિવારને અભિનંદન પાઠવું છું.

– નિતીન એલ.પટેલ (વડગામ)