સ્મિત ચૌધરી ને અભિનંદન.
AIIMS (All India Institute of Medical Sciences) , Delhi આયોજિત ૧૦૦ x ૪ Relay દોડ માં વડગામ તાલુકાના ધોતા- સકલાણાનાં સ્મિત સુરેશકુમાર ચૌધરીએ સિલ્વર મેડલ જીત્યો. પોતાની Pacific Institute of Medical Science ની ટીમ સાથે સ્મિત અને તેના સહધ્યાયી ત્રણ દોડવીરો એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સમગ્ર ભારત માંથી participated થયેલ ૧૦ મેડીકલ કોલેજ ની ટીમ માંથી બીજું સ્થાન મેળવી પોતાની કોલેજ અને તાલુકાને ગૌરવ બક્ષ્યું છે આ ઉપરાંત સ્મિત ચૌધરી ને પોતાની મેડીકલ કોલેજના ડીન શ્રી અને ચેરમેન શ્રીના વરદ હસ્તે Pacific Institute of Medical Science નાં Best Football player નું સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે. www.vadgam.com સ્મિત ચૌધરી અને ટીમ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.