વડગામની ઋજુ જાદવના ગરબાના આલ્બમની શાનદાર રજુઆત..
વડગામ તાલુકાના કોદરામ ગામના મારા મિત્ર પ્રશાંત કેદાર જાદવની દિકરી ઋજુ નુ “હે મા….” ગરબાનું આલ્બમ ગુજરાતના લોકપ્રિય કલાકાર શ્રી કિર્તિદાન ગઢવીની સાથે રજુ થઈ રહ્યું છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છુ. ગુજરાતી ગીતોના સુરીલા કંઠોના સમ્રાટ શ્રી કિર્તીદાનભાઈ ગઢવી સાથે ઋજુનું જાદુઈ કંઠે ગવાયેલ અને અભિનિત ગુજરાતી ગરબાનું આલ્બમ રજુ થવું એ માત્ર કોદરામ ગામ કે વડગામ તાલુકો જ નહી પણ સમગ્ર બાનાસકાંઠા જિલ્લો અને ઉત્તરગુજરાતનું ગૌરવ છે એમ કહિએ તો ખોટુ નહી ગણાય.
ચિ. ઋજુ ગીત-સંગીત ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવાની સાથે વડગામ તાલુકાનું નામ રોશન કરે તેવી www.vadgam.com શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.