વડગામની કેશરબા જાડેજા વિદ્યાસંકુલ માં વૃક્ષારોપણ તો ગેલેક્ષીમા નિબંધ સ્પર્ધા યોજાઈ.

galaxy-1

વિવિધ સાતત્યપૂર્ણ પ્રવૃતિઓ થકી શિક્ષણ જગતમાં સતત વિકસી રહેલી વડગામ તાલુકાની ઉપરોક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૦૬.૦૯.૨૦૧૭ નાં રોજ LIC of India, બનાસકાંઠા દ્વારા અનુક્રમે વૃક્ષારોપણ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરી નોધપાત્ર કાર્ય કરવામાં આવ્યું. આ પ્રસંગે LIC of India, બનાસકાંઠા નાં બ્રાંચ મેનેજરશ્રી , ડેવલોપમેન્ટ ઓફિસર શ્રી અને વડગામ નાં નોટરી શ્રી એ વિશેષ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા. વડગામ તાલુકામાં સમયાંતરે વિવિધ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં સહભાગી થવાની સાથે સાથે આવી પ્રવૃતિઓનાં આયોજન, શિક્ષણ તેમજ કેળવણી ની પાઠશાળા તરીકે દિનપ્રતિદિન વિસ્તરી રહેલી ઉપરોક્ત સંસ્થાના કર્મચારી ગણ, સંચાલક મંડળ અને LIC of India ને Social Responsibility નાં સહિયારા કાર્ય બદલ www.vadgam.com શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.