માનવધર્મની ધજાને આસમાની ઊંચાઈ બક્ષતા વડગામના યુવાનો….!!!

CYPટૂંકમાં કહીએ તો વડગામ હવે બદલાઈ રહ્યુ છે કારણ માત્ર એટલુ કે વડગામના વિવિધ સમાજના યુવાનો સમયાંતરે શિક્ષણ,સેવા અને સમર્પણ થકી વડગામની એક નવી ઓળખ ઊભી કરી છે. અટવાયેલી અને દિશાવિહીન યુવા પેઢીએ હવે સમજણ સાથેનો યોગ્ય દિશાનો સાચો માર્ગ ઝાલ્યો છે એમ કહીએ તો ખોટુ નથી.

ભાદરવા સુદ દશમને તા.૩૧.૦૮.૨૦૧૭ના રોજ  ભાદરવી પુનમ નિમિત્તે તાલુકા મથક વડગામમાંથી પસાર થતા અસંખ્ય પદયાત્રીઓને જરૂરી સહાયરૂપ થવા વડગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા વડગામના સંતો-મહંતો તેમજ સર્વ જ્ઞાંતિ-સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી.

સેવા કેમ્પો થકી મા અંબાના દર્શને જતા પદયાત્રીઓની સેવા તો થાય છે સાથે સાથે માનવતાની સામુહિક ભાવના પણ કેળવાય છે જે ભારતીય સંસ્કૃતિની એક આદર્શ પરંપરા પણ છે. યોગ્ય દિશાના સામુહિક કાર્યોની અસર સમાજજીવન ઉપર પણ પડતી હોય છે જે આદર્શ સમાજરચના માટે પણે એટલી જ ઉપયોગી સાબિત થતી હોય છે.

સર્વે યુવાનો સામુહિક સેવાની ભાવના થકી વ્યસનમુકત બને અને આવનાર સમયમાં સકારાત્મક કાર્યો થકી વડગામ પંથકનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી મા અંબા સૌને પ્રેરણા અને શક્તિ આપે.

સેવા કેમ્પના આયોજક એવા વડગામ ચૌધરી યુવા પરિવારના સર્વે યુવાનોને www.vadgam.com અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે…..!!