જી.જે. પટેલ હાઈસ્કૂલ, જલોત્રાનું દિશાસૂચક કાર્ય…..!!!

Jalotra-1વિકસવા માટે દરિયા જેવુ વિસ્તરવું પડે સંકુચિતતાના સામ્રાજ્યને તોડીને નવું નવું શીખવુ પડે પછી તે શૈક્ષણિક સંસ્થાઓ હોય કે સામાજિક સંગઠનો હોય કે પછી વ્યક્તિગત વિકાસની બાબતો હોય. અહમના પોટલાને ઊંડી ખાઈમાં નાખવા પડે તો જ સમાજ વિકસીત બને અને તો જ શૈક્ષણિક સંસ્થાઓ ફૂલેફાલે. તા. ૨૬.૦૮.૨૦૧૭ના રોજ એક સુખદ બાબત જાણવા મળી કે વડગામ તાલુકાના જલોત્રા ગામની જી.જે. પટેલ હાઈસ્કૂલના પ્રાંગણમાં બનાસકાંઠાની અગ્રહરોળની સંસ્થા વિવિધલક્ષી વિદ્યામંદિરના આચાર્ય અને કેમ્પસ નિયામક શ્રી હસમુખભાઈ મોદી સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા અને વિવિધ શૈક્ષણિક સમસ્યાઓ અને વર્તમાન Education system માં કેવી રીતે યોગ્યતૈયારી અને methods અપનાવીને  ઉચ્ચતમ પરિણામો હાંસલ કરી શકાય તે અંગે ઉપસ્થિત વાલીગણ, વિધ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, શાળાના ટ્રસ્ટીગણ સમક્ષ પોતાનું knowledge sharing  કરી રહ્યા હતા. આ એક ઉત્તમ ઉદાહરણ સાથે સુખદ બાબત છે કે શાળાઓ knowledge Exchange કરી રહી છે અને આ થવું પણ જોઈએ. આ પ્રકારના કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે તો ચોક્કસપણે વિકસવા માટે અસરકારક સાબિત થઈ શકે ક્ષેત્ર ચાહે કોઈ પણ હોય એ શિક્ષણ હોય કે પછી સમાજ. અમે જ સાચા અને સારા છીએ એવી મનોગ્રંથી માંથી જેટલા બહાર નીકળાય તેટલુ સારુ.

જલોત્રા ગામની જી.જે. પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી જી.આર. ભટોળ સાહેબે આ પ્રકારનું આયોજન ગોઠવીને સુંદર દિશાસૂચન કર્યુ છે તે બદલ તેઓશ્રીને www.vadgam.com અભિનંદન પાઠવે છે.