વડગામ પંથક દુષ્કાળ તરફ આગળ ધપી રહ્યો છે ?. – નીતિન એલ. પટેલ
વડગામ પંથકમાં ૨૦૨૦ ના ઓગષ્ટ મહીનામા ૬૪૪ મી.મી સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૧ ટકા નોંધાઈ ચૂક્યો હતો. આ વર્ષે ૨૦૨૧નો ઓગષ્ટ કોરો ધાકોડ પુરો થવામાં છે એટલે કે કહી શકાય કે ૨૦૨૧ના ઓગષ્ટ મહિનામાં ૦૦ મી.મી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ માત્ર ૪૪.૮૪ ટકા છે એટલે વડગામ તાલુકાને ભૂગર્ભ પાણીની ભયંકર સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.
સરકારના નિયમ મુજબ ૧૦ ઈંચથી ઓછો વરસાદ થાય અથવા ૩૧, ઓગષ્ટ સુધી સળંગ ૨૮ દિવસ વરસાદ ન આવે તો દુષ્કાળ જાહેર કરી શકાય. વડગામ તાલુકામાં ૧૦ ઈંચ ઉપર તો વરસાદ થઈ ચૂક્યો છે પણ છેલ્લા ૨૫ દિવસથી વરસાદ વરસ્યો નથી એટલે આપણે દુષ્કાળ નો સામનો કરવા તરફની મુશ્કેલીઓ તરફ આગળ વધી રહ્યા છે. ચોમાસું ખેતી મોટેભાગે નિષ્ફળ બની ચૂકી છે. આકરા દિવસોનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ રહી છે.
નિતીન એલ. પટેલ
( વડગામ)