ગીડાસણમાં સાંસ્કૃતિક મેળાવડો યોજાશે.

Film-Pramotion

ગુજરાતી ફિલ્મોના મશહુર હાસ્ય કલાકાર સ્વ. છગન રોમિયોના વતન વડગામ તાલુકાના ગીડાસણ મુકામે તા.૦૫.૦૧.૨૦૧૯ના રોજ રાત્રે ૮.૦૦ કલાકે ગુજરાતી ફિલ્મ મજ્જાની Life નું પ્રમોશન થવા જઈ રહ્યું છે. તાજેતરમાં વડગામ તાલુકાના નાંદોત્રા ગામના શ્રી ગૌતમભાઈ ચોરસિયાની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ અને અમદાવાદ સ્થિત સુર પંચમ ફિલ્મસ વચ્ચે ૧૫૦ થી વધુ ફિલ્મસ નિર્માણના કરાર થયા છે જે અંતર્ગત પ્રથમ શોર્ટ ફિલ્મોના માધ્યમથી અભિનય ક્ષેત્રે રૂચિ ધરાવનાર જિલ્લાના યુવાનોને પસંદ કરી મોટા બેનરને ગુજરાતી ફિલ્મોમાં તક આપવામાં આવશે. મજ્જાની Life પણ આ પૈકીની ગુજરાતી અર્બન મુવી છે.

આ ફિલ્મ પ્રમોશન કાર્યક્ર્મ દરમિયાન સામાન્ય સંજોગોમાંથી પોતાની કુદરતી ક્ષમત્તાનો ઉપયોગ કરી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે તેના અનુભવો જાણવા-માણવા મળશે ઉપરાંત એક સંદેશ પણ આપવામાં આવશે કે જિલ્લાના જે યુવાનોમાં અભિનયની કુદરતી ટેલેન્ટ છુપાયેલી છે તેમને આ ક્ષેત્રે આગળ વધવા માટે સુર પંચમ ફિલ્મસ અને વડગામની શ્રેષ્ટ ગુરૂ ચેનલ કેવી રીતે એક મજબૂત પ્લેટફોર્મ પુરુ પાડી શકે.

ઉત્તર ગુજરાતના જાણીતા લોક કલાકાર શ્રી નિતિનભાઈ બારોટ અને શ્રેષ્ઠ ગુરૂ ચેનલે જેને મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પુરુ પાડી ગાયકી ક્ષેત્રે નવી ઓળખ આપી છે  તેવો યુવા કલાકાર તુષાર શુક્લ કાર્યક્રમ દરમિયાન મજાના ગીતો દ્વારા મનોરંજન પણ કરાવશે.

વાતનો સાર એટલો કે ફિલ્મ પ્રમોશનના માધ્ય્મથી જિલ્લાની કલા જગતની પ્રતિભાઓને શોધી તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ પુરૂ પાડી તેમને અભિનય ક્ષેત્રે નવી ઓળખ આપાવવામાં નિમિત્ત બનવું.

વડગામ.કોમ ગુજરાતી અર્બન મુવી મજ્જાની Lifeને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવે છે  સાથે સાથે કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવે છે.