રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી પ્રસંગે.
પ્રકૃતિ,પ્રવાસ,પુસ્તકો અને પરિશ્રમ થકી ઘણુ શીખવા મળે છે જીવનની નવી ઊંચાઈ અનુભવી શકાય છે આખરે તો એ જ આપણા સાચા માર્ગદર્શક છે અને આ દરેક મિત્રો સાથેનો મારો પ્રેમ મારા મન મસ્તિક ને તાજુ રાખવાની સાથે સતત વિક્સતા રહેવા પ્રેરણા આપતુ રહે છે એમ કહુ તો જરા પણ અતિશયોક્તિ નહી ગણાય કારણ કે એ સ્વઅનુભવે માણેલું સત્ય છે. સકુંચિતતાના માનસથી આપણને જોજનો દૂર રાખે છે. હું અને માત્ર મરાપણાથી દૂર રાખે છે. ઉપર જણાવેલ મારા અંગત મિત્રો પૈકી પુસ્તકોની યાદમાં આજ રોજ તાલુકા મથક વડગામ મુકામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયમાં રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઊજ્વણી કરવામાં આવી. ઉદ્દેશ એવો કે લોકો જ્ઞાનના સાગર સમા પુસ્તકોને વાંચી પોતનું જીવન સમૃધ્ધ બનાવે. સત્તા અને સંપત્તિ જ સર્વસ્વ નથી એની પ્રતિતિ સારા પુસ્તકો વાંચવાથી અનુભવી શકાય.એક સારા પુસ્તક માંથી મળેલો ઉત્તમ વિચાર તમારૂ જીવન પલટી શકવા શક્તિમાન છે એની પ્રતિતિ થાય અને જનમાનસ ને પ્રેરણા મળે તે હેતુ સમગ્ર રાષ્ટ્રમાં ગ્રંથ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
ગ્રંથ સપ્તાહની ઉજવણી ની સાથે સાથે મારે એક ખાસ વાત આપ સૌ ને એ જણાવવી છે કે વડગામમાં આવેલ આ સરકારી તાલુકા પુસ્તકાલયનો હુ જ નહી મારૂ કુટુંબના ચાર ખાતા ખોલાવી રાખ્યા છે અને નિયમિત પુસ્તકોની આપ-લે કરીએ છીએ એટલું જ નહી હું ઘણા વર્ષોથી આ પુસ્તકાલયમાં નિયમિત કલાક બે કલાક માટે વાંચન માટે જતો જો કે હાલ એટલો સમય ફાળવી શકતો નથી પરંતુ આ પુસ્તકાલયની મારી નિયમિત મુલાકાતે એ જોવા મળ્યુ કે સ્વચ્છતા અને સુધડતા ઊડીને આંખે વળગે એવી છે એટલું જ નહી એની બેઠક વ્યવ્સ્થાથી લઈને પ્રકૃતિની જાળવણીની જે તકેદરી રાખવામાં આવે છે એ ગ્રંથ સપ્તાહની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરે છે અને એમાં સરકારી તાલુકા પુસ્તકાલયમાં ફ્રરજ બજાવતા મારા મિત્ર અનવરભાઈ જુનેજાની દિર્ઘદ્રષ્ટિ સાથેનો પુરુષાર્થ રંગ લાવી રહ્યો છે અને આ બાબતે એમને વડગામ તાલુકા સરકારી પુસ્તકાલયના પૂર્વ અને વર્તમાન તમામ અધિકારીગણ અને સ્ટાફનો સપૂર્ણ સહયોગ મળતો રહ્યો છે એટલે આ તબ્બકે અનવરભાઈને અભિનંદન આપીએ એટલા ઓછા કારણ કે ચીલચાલુ પ્રવૃતિઓમાંથી બહારા નીકળી સમાજઉપયોગી સર્જનાત્મક કાર્ય કરતા લોકો હંમેશા મને ગમતા રહ્યા છે. નાના માણસો પસેથી પણ પ્રેરણા મેળવી શકાય એવી સમજ મને પુસ્તકોએ પુરી પાડી છે. કોઇ કાર્ય કે વ્યક્તિ નાની-મોટી હોતી નથી એના પાછળ નો ઉદ્દેશ એને નાનો કે મોટો બનાવતો હોય છે એ સનાતન સત્ય મને પુસ્તક મિત્રો એ શીખવાડ્યું છે.
તો આજના સરસ કાર્યક્ર્મમાં વડગામની તાલુકા પ્રાથમિક શાળાના નિર્દોષ બાળકો સાથે ગ્રંથ સપ્તાહ અંતર્ગત ગાળેલો ટૂકો સમય લાંબો અનુભવ આપી ગયો. તાલુકા સરકારી શાળાના નાના બાળકોમાં પણ નિર્દોષ સ્મિત સાથેની શીસ્ત અને તેમની ગ્રંથ સપ્તહના વિષયને અનુરૂપ રજુઆત હર્દય સ્પર્શી રહી. સરકારી શાળામાં પણ નાના બાળકો આટલી સરસ તૈયારીઓ સાથે વક્ત્વ્ય આપી શકે એ તો નોંધ લેવી પડે કારણ કે મોટાભાગના જ્નમાનસમાં એવી માનસિક્તા ઘર કરી ગઈ છે કે સરકારી શાળા એટલે ? શાળાના આચાર્ય શ્રી રધનાથભાઈ જેગોડા સાહેબ પાસેથી આ બાબતે ઘણુ જાણવા મળ્યું કે યુનિફોર્મથી માંડીને કેવી ઉમદા કેળવણી આ સરકારી શાળાના બાળકો દરરોજ મેળવી રહ્યા છે એ માટે આચાર્ય શ્રી અને સ્ટાફગણને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. આજના પ્રસંગને અનુરૂપ દિપ પ્રાગ્ટ્ય કરી કાર્યક્ર્મની શરૂઆત કરવામાં આવી. સુંદર પુસ્તક પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. બળકોએ સુંદર વક્તવ્ય આપી સૌ કોઈના મન જીતી લીધા હતા. બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચા-પાણી નાસ્તા બાદા કાર્યક્રામનુ સમાપન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં વડગામ તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રઘનાથભાઈ જેગોડા અને શાળા સ્ટાફ તેમજ શાળાના બાળકો , બાવન વાંટા રાજપૂત સમાજના પ્રમુખ અને વડગામના ઉત્સહી યુવા અગ્રણી શ્રી ભરતસિંહ સોલંકી, સામાજિક કાર્યકર શ્રી વિરજીભાઈ પટેલ, www.vadgam.com વતી શ્રી નિતિન પટેલ, મદદનિશ ગ્રંથપાલ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી અનવરભાઈએ જુનેજા તથા અન્ય સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહી ખૂબ મહ્ત્વપૂર્ણ કાર્યક્રમને ઉજવ્યો હતો…….!!!
-નિતિન પટેલ (વડગામ)
www.vadgam.com
Thank you