Indian Red Cross Society વડગામનું સ્નેહમિલન યોજાયુ.

RedCross-Snehmilan-17-2તાલુકા મથક વડગામમાં વૈશ્વિક સંગઠન Indiana Red cross Society  ની શાખા ૧૯૮૭થી કાર્યરત છે વડગામ મહાલમાં અનેક સમાજલક્ષી કાર્યો થકી માનવતાને ઉજાગર કરનાર Indian Red cross સોસાયટીએ પ્રેરક કાર્યો થકી સંસ્થાના મૂળભૂત હેતુઓને સફળતાપૂર્વક સિધ્ધ કર્યા છે જે તેની વિશેષ ઉપલબ્ધી ગણી શકાય. પૂર કે ધરતીકંપ જેવા કુદરતી પ્રકોપો વચ્ચે આ સંસ્થાએ પોતાની જવાબદારી સુપેરે નિભાવી છે. કડકડતી ઠંડી વચ્ચે ગરીબોને ધાબળા વિતરણ કરવાનું હોય કે પછી કોઈ મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું  હોય Indian Red Cross Society વડગામ તેમાં અગ્રસર રહ્યું છે, જે આપણા સૌના માટે એક ગૌરવપ્રદ બાબત લેખી શકાય.

RedCross-Snehmilan-17-1તા. ૦૬.૧૦.૨૦૧૭ ને શનિવારના રોજ સાંજે પાંચ વાગે Indian Red Cross Society વડગામ દ્વાર ગલબાભાઈ માનજીભાઈ પટેલ સભાહોલ, વડગામ મુકામે  સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ  હતુ. વડગામના જ વતની શ્રી હિતેશભાઈ ચૌધરીની તાજેતરમાં શૈક્ષણિક તેમજ રાજકિય ક્ષેત્રે વિશેષ ગૌરવપ્રદઉપલબ્ધીઓની નોંધ સ્વરૂપે Indian Red Cross Society વડગામ દ્વારા શાલ-ફુલહાર સાથે સ્વામી વિવેકાનંદની મૂર્તિ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ. શ્રી હિતશભાઈની અધ્યક્ષતામાં યોજાયેલ આ સ્નેહમિલન સમારંભમાં તાલુકાના અન્ય સમાજસેવા સાથે સંકળાયેલા મહાનુભાવોનું પણ શાલ અને ફુલહાર કરી સન્માનવામાં આવ્યા હતા.

RedCross-Snehmilan-17-4સમાજસેવાના કાર્યોમાં અગ્ર્રેસર કોઈ સંસ્થા જ્યારે આ પ્રકારના કાર્યોમાં સંકળાયેલ અન્ય સંસ્થા તેમજ વ્યક્તિઓને સન્માને ત્યારે  Red Cross Society વડગામના પ્રમુખ શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી અને તેમની સમગ્ર ટીમની દિર્ઘદ્રષ્ટીનો ખ્યાલ આવે. આ પ્રકારના કાર્યક્રમો થકી તેઓ સમાજઉપયોગી કાર્યોમાં સહભાગી સંસ્થાઓ કે વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાનું બિરદાવાલાયક કાર્ય કરી રહ્યા છે જે સૌ કોઈ માટે પ્રેરણાસ્વરૂપ છે.

RedCross-Snehmilan-17-3સમાજ્ની દરેક જ્ઞાંતિમાંથી  મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ આજના સ્નેહમિલનના સફળ કાર્યક્રમને મનભરીને માણ્યો હતો અને અંતે સમૂહભોજન લીધુ હતું. સમગ્ર કાર્યક્રમનુ સફળતાપૂર્વક આયોજન  Indian Red Cross Society વડગામના પ્રમુખ શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી, મહોતકાકા, કરશનજી સોલંકી, નિલેશભાઈ પ્રજાપતિ તેમજ તેમની સમગ્ર ટીમે કર્યુ હતું. www.vadgam.com  શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી અને તેમની સમગ્ર ટીમને તેમની દિશાસૂચક કામગીરી બદલ બિરદાવે છે અને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.