જીવદયાનું ઉમદા કાર્ય…

5તા. ૦૫.૦૭.૨૦૧૫ ને રવિવારના રોજ વડગામ ગામના એક શુભેચ્છક અને જીવદયાપ્રેમી ના સહયોગથી www.vadgam.com ગ્રુપના માધ્યમથી અબોલ જીવો માટે ખોરાક ખાવા માટેની સારી ક્વોલીટીની સ્ટીલની ચાટોનું વિતરણનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું. ગ્રુપના યુવાનો દ્વારા વડગામના લક્ષ્મણપુરા, શીવનગર, અર્બુદાનગર, મલાડ એરીયા, જુની બજાર, તપોવન વાસ, વાલ્મીકી વાસ, ડેરી એરીયા, વાલ્મીકીવાસ, આંબેડકર નગર, ઠાકોરવાસ વગેરે એરીયામાં જરૂરિયાતવાળી યોગ્ય જગ્યાએ ચાટો મુકવામાં આવી જેથી અબોલ જીવોને ખોરાક ખાવામાં સુવિધા રહે….!

2લોકોમાં જીવદયા પ્રત્યે કેટલી લાગણી રહેલી છે તે આજ ના પ્રસંગે જોવા મળ્યુ…સ્ટીલની ચાટોના સહયોગી દાતા તો સલામને પાત્ર છે જ પણ આ ચાટોના વિતરણ માટે જે રીક્ષા ડાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે રીક્ષા-ડાલા ના માલિક કાકા એ આજે ભાડુ લેવાનો ઇન્કાર કરતા જણાવ્યું કે અમને પણ સેવાની તક આપો. પોતાનો ડ્રાઈવર મોકલી બે કલાક સુધી આખા ગામમાં રીક્ષા-ડાલુ ફર્યુ હોવા છતાં એક પણ પૈસો આ કાકા એ ના લીધો અને ઉપરથી કહ્યું કે મારી રીક્ષા આવા સેવાકીય કાર્યો માટે ૨૪ કલાલ ઉપલબ્ધ છે આપ ગમે ત્યારે લઈ જઈ શકો છો. !!!! સલામ છે આ રીક્ષા માલિક કાકાને તેમની ઉમદા ભાવના માટે …!!

કોઈ અર્થદાન કરે તો કોઈ શ્રમદાન તો કોઈ સમયદાન કરે આમ આમ ત્રણેયનો સુભગ

સમન્વય આજના પ્રસંગે જોવા મળ્યો.