વડગામનું ગૌરવ.
વડગામના વતની શ્રી કિરણાભાઈ પ્રેમજીભાઈ પટેલને DySP તરીકે બઢતી મળતા વડગામ પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. નાની વયમાં પોતાની કાબેલિયતથી ગુજરાત પોલીસમાં સિધ્ધીના ઉચ્ચ શિખરો તરફ ડગ માંડી રહેલા કિરણભાઈએ વડગામ પંથકને અનેરું ગૌરવ બક્ષ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કિરણભાઈએ પી.આઈ તરીકે અનેક સાઈબર ક્રાઈમ ગુનાઓના ભેદ ઉકેલી ગુજરાત પોલિસમાં વિશિષ્ટ નામના મેળવી હતી આ ઉપરાંત તેમને અનેક એવોર્ડૉથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. શ્રી કિરણભાઈને DySp તરીકે બઢતી મળ્યા બાદ તેમને હાલ આસીસ્ટન્ટ કમાન્ડટ તરીકે રાજ્ય અનામત પોલીસ દળ, પાવડી, જિ.દાહોદ મુકામે જવાબદારી સોંપવામાં આવી છે. કિરણભાઈ આજ રીતે કર્મનિષ્ઠાથી દેશ સેવાની પોતાની ફરજ નિભાવતા રહી ઉજ્જળ કારકિર્દી તરફ આગળ વધતા રહે અને વડગામ પંથકને ગૌરવ બક્ષતા રહે તેવી સૌ વડગામવાસીઓ શુભેચ્છા સાથે તેમને અભિનંદન પાઠવે છે.
– www.vadgam.com