વડગામ બેંક ઓફ બરોડાના સી.મેનેજરનો વિદાય સમારંભ યોજાયો.
તા.૩૧ જુલાઈ ૧૯૭૮ના રોજ બેંક ઓફ બરોડામાં જોડાઈને ક્લાર્કની પોસ્ટથી શરૂઆત કરનાર તાલુકા મથક વડગામના શ્રી કાનજીભાઈ એલ.ધુળિયાનો તા.૩૦.૦૬.૨૦૧૮ને શનિવારના રોજ વડગામ બેંકમાં સી.મેનેજર તરીકે ૪૦ વર્ષની લાંબી કારકીર્દી બાદ વયનિવૃતિને કારણે તાલુકાના અગ્રણીઓને હાજરીમાં વડગામ મુકામે વિદાય સંમારંભ યોજાઈ ગયો. પોતાની વિશિષ્ઠ કાર્યશૈલી થકી વડગામ બેંક ઓફ બરોડાને વિશિષ્ઠ નામના અપાવનાર શ્રી કાનજીભાઈ ધુળિયાએ બેંકની Non-Performing Asset (NPA) ની બાબતમાં સાવચેતીપૂર્ણ કાર્ય કરીને બેંકને પ્રગતિમાં વિશિષ્ઠ ફાળો આપ્યો હતો. વડગામ તાલુકાના પીઢ અને સ્ન્માનીય અગ્રણી એવા શ્રી લક્ષ્મણભાઈ હાથીભાઈ ધુળિયાના પુત્ર શ્રી કાનજીભાઈ કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં સી.મેનેજરના પદ સુધી પહોંચનાર ચૌધરી સમાજના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ હતા. બેંકને સફળતાના શીખર ઉપર પહોંચાડનાર શ્રી કાનજીભાઈનું બેંક મેનેજમેન્ટ દ્વારા સમયાંતરે અનેક એવોર્ડ્સ આપીને વિશિષ્ઠ સન્માન પણ કર્યુ હતું. તેઓશ્રીનો નિવૃતિકાળ તંદુરસ્ત અને સુખમય બની રહે તેવી વડગામ.કોમ શુભેચ્છા પાઠવે છે.
God bless him for happy retirement life.
May have a bright future ahead, and happy retirement life