લંમ્પીગ્રસ્ત ગાયોની સારવાર હેતુ વડગામનું એકતાધામ બન્યુ પ્રેરણા તિર્થ.
તાલુકા મથક વડગામમાં આવેલ શ્રી બાપા રામદેવપીરજી મંદિર એકતાધામ સેવાકીય પ્રવૃત્તિઓ થકી વડગામ ભૂમિને પાવન કરી રહ્યુ છે. વડગામ એકતાધામ ખાતે છેલ્લા બે અઠવાડીયાથી દરરોજ મોટા પ્રમાણમાં આર્યુવેદિક લાડુ બનાવી લંમ્પીગ્રસ્ત ગાયો માટે વિના મૂલ્યે વિતરણ કરવામા આવે છે. આજુબાજુના ગામડાઓ ઉપરાંત અન્ય તાલુકાઓ માંથી પણ લોકો અંહી આવી પોતાના વિસ્તારની લંમ્પીગ્રસ્ત ગાયો માટે વિના મૂલ્યે લાડુ લઈ જાય છે. શુદ્ધ ઘી અને આર્યુવેદિક સામગ્રીઓના ઉપયોગ થકી એકતાધામ ખાતે બનાવવામાં આવતા આર્યુવેદિક લાડુ અસરગ્રસ્ત ગાયો માટે અસરકારક બની રહ્યા છે.
ગામના યુવાનો દ્વારા રસ્તે રઝળતી અસરગ્રસ્ત ગાયોને પકડી વડગામ એકતાધામ સામે આવેલી જગ્યાએ એકઠી કરી તેમને માટે ચાર,દાણ, પાણી અને લાડુની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ છાપી થી માંડી અંબાજી સુધી તેમજ વડગામ તાલુકાના અન્ય વિવિધ વિસ્તારોમાં બિનવારસી લંમ્પીગ્રસ્ત ગાયોને શોધી આર્યુવેદિક લાડુ ખવડાવી ગાયોને લંમ્પી વાયરસથી બચાવવાનું પ્રશંસનિય કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
વડગામ જીવદયા પ્રેમી પરિવારના સહયોગથી તેમજ ગામના યુવાનોના સહકાર થકી લંમ્પીગ્રસ્ત ગાયોની સારવારનું પ્રેરક અને પ્રશંસનિય કાર્ય થઈ રહ્યુ છે.
આજે જ્યારે વિશ્વના અનેક દેશો પોતાની સંસ્કૃતિને ભૂલી રહ્યા છે અને હજારો વર્ષોના સંઘર્ષ પછી પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે ત્યારે ક્યાંક ગાય તેના મૂળમાં છે. ગાય એ આપણી સંસ્કૃતિનું જીવન, ચેતના છે. ગાય એ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પાયો છે. ગંગા, ગોમતી, ગીતા, ગોવિંદની જેમ ગાયને પણ શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગાય પાલન અને ગાય સેવા અને ગોદાનની આપણી સંસ્કૃતિમાં મોટી પરંપરા રહી છે. ગાય-સેવા પણ સુખ-સમૃદ્ધિનો માર્ગ છે. વેદ, પુરાણ, સ્મૃતિઓ બધા ગાય સેવાની શ્રેષ્ઠતાથી રંગાયેલા છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર ગાય માતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન પણ રહી છે. વાસ્તવમાં ભારતની સંસ્કૃતિને મૂળભૂત રીતે ગાય સંસ્કૃતિ કહેવામાં આવે છે. આદરની સાથે સાથે ગાય આપણી અર્થવ્યવસ્થા, આરોગ્ય અને સંસ્કૃતિનો મુખ્ય આધાર છે.
વડગામ જીવદયા પ્રેમી પરિવારના સહયોગથી તેમજ ગામના યુવાનોના સહકાર થકી લંમ્પીગ્રસ્ત ગાયોની સારવારનું પ્રેરક અને પ્રશંસનિય કાર્ય થઈ રહ્યુ છે.
વડગામ એકતાધામ ખાતે રામાપીર પદયાત્રીઓ માટે બંન્ને ટાઈમ ભોજન – પ્રસાદ અને વિસામાની સુંદર વ્યવસ્થા પણ વડગામ ભાવિક ભક્તજનો દ્વારા કરવામાં આવે છે.
જય સીતારામ જય ગૌ માતા