વડગામના મોતીપુરામાં માનવતાનું પ્રેરણાદાયી કાર્ય.
તારીખ: ૦૯.૦૮.૨૦૧૮ ના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુરની સેવાભાવી સંસ્થાનાયુવાનો ધ્વારા વડગામ તાલુકાનાં તાલુકા મથકથી ૨૯ કિમી. હવાઈ અંતરે આવેલા અંતરિયાળ અને વડગામ સરહદના છેવાડાના અંદાજીત ૧૫૦ થી ૨૦૦ ખોરડા ધરાવતા મોતીપુરા ગામની પ્રાથમિક શાળામાં માનવતાને દીપાવતો કાર્યક્રમ યોજાઈ ગયો. અંતરિયાળ વિસ્તારની આ શાળામાં કુલ ૧૪૦ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાલનપુરની સેવાભાવી સંસ્થા તથા પાલનપુરના સેવાભાવી ડોક્ટરશ્રીઓના સહયોગથી આજે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિતે ૧ થી ૫ ધોરણમાં અભ્યાસ કરતા જરૂરિયાયમંદ તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વરસાદી સ્લીપર વિતરણ કરવામાં આવ્યા. આ ઉપરાંત વડગામ તાલુકામાં કાર્યરત વિશ્વાસ ગૃપનાં ચેરમેન દેવનભાઈ રાવલ, પ્રદિપભાઈ કટારીયા ના સહયોગથી શાળા નાં બાળકો ને મગ, શિરો,દાળ,ભાતનુ પૌષ્ટિક ભોજન અર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના ચેરમેન ગોરંગભાઈ ઉપાધ્યાય, બી.કે.ડોનેટ ગ્રુપનાં પ્રમુખ જીગરભાઈ સોની,રાષ્ટ્રીય ચેતના સેવા સમિતિ ના અધ્યક્ષ રૂપેશભાઈ ગુપ્તા, ભાનુભાઇ પંડયા, નિકુંજભાઈ, રધાભાઈ, ડિ.ડી ગીરનાર ચેનલના સફરાજભાઈ નાગોરી, સંપૂર્ણ ન્યુઝ માથી પ્રવિણભાઇ મિડિયા મિત્રોની ઊપસ્થતી રહયાં હતા આ કાર્યક્રમ સંચાલન શાળાના શિક્ષક શ્રી જગુભાઈ ધ્વારા કરવામાં આવ્યુ હતુ.
ઉત્કૃષ્ટ પ્રેરણાદાયીસમાજસેવાના કાર્ય બદલ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર પાલનપુર, વિશ્વાસ ગ્રુપ વડગામ તેમજ દાતાશ્રીઓને www.vadgam.com અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
આ કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન