બ્લડ કેન્સર ઉપર ભારતીય આર્મી દ્વારા આયોજિત વર્કશોપમાં વડગામના શ્રી દિલીપભાઈ મેવાડાએ ભાગ લીધો.

Dilipbhai-Seminaar-delhi-1મલ્ટીપલ માયલોમા એ એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેમાં શરીરના એકથી વધુ હાડકામાં ખામી સર્જાતી જોવા મળે છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે જો સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળે તો આ બ્લડ કેન્સર મટી શકે છે. વળી, પહેલા કરતાં જે પ્રકારના સંશોધનો થયા છે તેને લઇને મલ્ટીપલ માયલોમામાં સર્વાઇવલ રેટ ત્રણ ગણો વધ્યો છે. એટલે કે, જીવનનું આયુષ્ય ત્રણ ગણું વધ્યું છે. યોગ્ય દવા અને સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટથી તેની સારવાર શકય છે અને હા ખાસ તો જરૂરી પેશન્ટનો આત્મવિશ્વાસ ધીરજ ને હિમત અને આ જીવલેણ બીમારી સાથે થોડાક વર્ષો અગાઉ સંઘર્ષ કરીને પરાસ્ત કર્યાબાદ નવજીવન મેળવાની સાથે સાથે આ દુનિયાભરમાં પ્રકારની જીવલેણ બીમારી થી ગ્રસ્ત લોકોને પોતાના અનુભવ થકી યોગ્ય માર્ગદર્શન આપવા તેમજ મદદરૂપ થવાના શુભ આશય થી વડગામ નાં વતની અને પ્રસિદ્ધ આર્કિટેક્ટ શ્રી દિલીપભાઈ ડી. મેવાડાએ માયલોમા ચેરીટેબલ ટ્રસ્ટ ની રચના કરી ને સમાજઉપયોગી સુંદર કાર્ય કરી રહ્યા છે.
Dilipbhai-Seminaar-delhi-2તાજેતરમાં તા. ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન સૌ પ્રથમવાર ભારતીય આર્મી દ્વારા રાજધાની દિલ્હીમાં માયલોમા બીમારી વિષે Indian Myeloma Congress નું ૩ દિવસીય સેમીનાર નું  આયોજન કરાયું જેમાં દેશ-વિદેશનાં ૧૫૦ ડોક્ટર્સ, નર્સીસ, post Graduate Students, D.M Students વગેરે બધા મળીને કુલ ૧૨૦૦ લોકો ઉપસ્થિત હતા જેમાં માયલોમા ચેરીટેબલ ટ્રસ્ટ વતી વડગામના શ્રી દિલીપભાઈ ડી. મેવાડા પોતાના અનુભવો શેર કરવા તેમજ આ વિષય માં પોતાનું નોલેજ અપડેટ કરી લોકોની વધુ સેવા કઈ રીતે થઇ શકે તે હેતુ થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Dilipbhai-Seminaar-delhi

શ્રી દિલીપભાઈ મેવાડા ની જીવલેણ બીમારી સામેના સંઘર્ષની વિગતવાર માહિતી વાંચવા  ક્લિક કરો. ” જિંદગી નાં મિલેગી દુબારા ”