નાટક આજ અને કાલ ….રંગભૂમિ દિન – ૨૭.૦૩.૨૦૧૮

Logo-Aએક સમયે નાટક મંડળી ઓ ગ્રામીણ ક્ષેત્રોમાં લોકમનોરંજનનું મુખ્ય માધ્યમ હતું. જુદા જુદા વેશે અને પરિવેશે ભજવાતા નાટકોનાં માધ્યમથી લોકોને મનોરંજનની સાથે સાથે જીવન ઉપયોગી મહત્વપૂર્વ સંદેશા પણ આપવામાં આવતા. તાલુકા મથક વડગામમાં પણ બ્રહ્માણી માતાજી પ્રાંગણ માં વેકેશન દરમિયાન નાટક મંડળી ધામા નાખતી. અમુક નાટકો માં તો હાઉસફૂલ નાં પાટિયા લાગતા કોઈ કોઈ નાટક તો સળંગ મહિનો ચાલ્યું હોય તેવા પ્રસંગો પણ નોધાતા.વીર માંગડાવાળો, રા’નવઘણ જેવા ઐતિહાસિક વિષયો ને લઈને ભજવાતા નાટકો જ્ઞાન સાથે ગમ્મત આપતા. કુટુંબ કબીલા અને મિત્રો સાથે નાટકો નિહાળવાનો આનંદ અનેરો હતો. આજે તો મનોરંજન નાં અનેક સાધનો ઉપલબ્ધ છે પણ નાટકો જોવાનો અને માંણવાનો જે ઉત્સાહ તેમજ જે આનંદ હતો તે આજે ગાયબ છે. આજની યુવા પેઢીને તો ગ્રામીણ નાટક મંડળીઓ વિષે તો ખ્યાલ પણ નહિ હોય પણ એ લોક મનોરંજન નું સસ્તું અને સુલભ જીવંત સામુહિક માધ્યમ હતું.

વડગામ તાલુકાના કોદરામ ગામના શ્રી પ્રશાંત કેદાર જાદવ એ સમયે લોક નાટકાનો આરંભ કેવી રીતે થતો તે સમજાવતા જણાવે છે કે,

લોક્નાટકનો આરંભ આવી રીતે થતો.

સૂત્રધાર : હે નાટક પાત્ર નો પ્રવેશ સજાયો

હજુ કેમ વિદૂષક નાં આયો.

 

વિદૂષક : હે આવ્યો વેશધરીને વિચિત્ર

હુકમ શું છે ફરમાવો મારા મિત્ર

હે વ્હાલી વીજળીને કેમ લાગી વાર

 

વીજળી : હું તો સજવા ગઈ તી શણગાર

 

 

અત્યારે તો દરેક માણસ નાટકિયો થઇ ગયો છે , બધા જ અભિનય કરે છે

જૂના વખતમાં માત્ર નાટ્ય કલાકારો જ પાત્રો ભજવતા આજે આખું જગત કલાકાર થઇ ગયું છે.

 

આપણે ત્યાં એક મહાન કોમેડી કલાકાર હતા જૂની રંગભૂમિમાં- એમનું નામ છગનભાઇ નાગરદાસ પણ જૂની રંગભૂમિના રિવાજ મુજબ નાટયપ્રેમીઓમાં એમનું નામ પડી ગયેલું, છગન રોમિયો! ખૂબ ઉત્સાહી અભિનેતા. પ્રજા પણ એમને ચાહે. એમનું સર્વોદય નાટક ખૂબ જામેલું. આ છગનભાઈ વડગામ તાલુકાના ગીડાસણ ગામના મૂળ વતની હતા.

 

રંગભૂમિ દિન નિમિત્તે વડગામ તાલુકાના આ મહાન કોમોડી કલાકાર નો લેખ વડગામ.કોમ ઉપર વંચાવા નીચે ની Link ઉપર ક્લિક કરો,

http://wp.me/p3KYF8-1rc