ભારતીય નવવર્ષ નિમિતે વડગામમાં પથ સંચલન યોજાયું.
ભારતીય નવવર્ષ નિમિતે વડગામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા પથ સંચલન યોજાયું હતું.
આ વર્ષ ભારતીય નવવર્ષ યુગાબ્દ ૫૧૨૦, વિક્રમ સવંત ૨૦૭૫ નું અંગ્રેજી કેલેન્ડરની તિથિ અનુસાર રવિવાર ૧૮ માર્ચથી શરૂ થઈ રહ્યું છે આ સંદર્ભે વડગામ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ દ્વારા વડગામ નગરમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું.વિક્રમ સંવત્સર એ અત્યંત પ્રાચીન સવંત છે. ભારતની સાંસ્કૃતિક ઇતિહાસની દ્ર્ષ્ટિએ સર્વાધિક લોકપ્રિય રાષ્ટ્રીય સવંત વિક્રમ સવંત્સર જ છે.આની શરૂઆત સમ્રાટ ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય એ લગભગ ૨૦૭૫ વર્ષ એટલે કે ૫૭ ઇ. પૂર્વે ચૈત્ર શુક્લ પક્ષ તિથિથી કરી હતી.પુરાણો અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની તિથિના રોજ બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું આ માટે આ પાવન તિથિને નવ સંવત્સર પર્વના રૂપમાં પણ ઉજવવામાં આવે છે.કાલ ગણના અનુસાર રવિવાર (૧૮ માર્ચ ૨૦૧૮) ચૈત્ર શુક્લ પક્ષ, યુગાબ્દ ૫૧૨૦ વિક્રમી સંવત ૨૦૭૫ના રોજ પૃથ્વી માતા ની ૧,૯૫,૫૮,૮૫,૧૨૦મી વર્ષગાંઠ છે.
એવું માનવામાં આવે છે કે ચંન્દ્રગુપ્ત વિક્રમાદિત્યે દેશનું સંપૂર્ણ દેવુ જે કોઈ વ્યક્તિનું પણ રહી ગયું હોય તે પોતે ચૂકવીને વિક્રમ સવંત્સરની શરૂઆત કરી હતી.એવી પણ માન્યતા છે કે સમ્રાટ ચંન્દ્ર્ગુપ્ત વિક્રમાદિત્યે દેશવાસિયોને શકોના અત્યાચારી શાસનથી મુક્ત કર્યા હતા અને એ વિજયની સ્મૃતિમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની તિથિથી વિક્રમ સવંત્સરની શરૂઆત થઈ હતી.ચૈત્ર શુક્લ પક્ષ એ એક સવ્યં સિધ્ધ અમૃત તિથિ છે અને આ દિવસે જો શુધ્ધ ભાવના સાથે કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો અથવા તો સંકલ્પ લેવામાં આવે તો તે અવશ્ય સિધ્ધ થાય છે.
આપ સર્વે દેશવાસીઓને વડગામ.કોમ ભારતીય નવવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
ઉપયોગી વાત : ચૈત્ર માસમાં લીમડાના પાન અને એનો કુણો મોર ખાવાથી તાવ આવતો નથી. પુરુ વર્ષ આરોગ્ય સારુ રહે છે.