વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીને પુન:જીવિત કરવા પાંચ કૂવા પ્રોજેકટ પાઇપ લાઇનનો ઉપયોગ કરી શકાય ???
એક જમાનામાં જ્યારે ખેરાલુ તાલુકામાં પાણીની અછત હતી ત્યારે હિરવાની વિસ્તારમાં પીવાના પીવાના પાણી વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીમાંથી લઈ જતા.
ચીમનભાઈ પટેલે આ યોજનાનું ઉદઘાટન કર્યું હતું. કહેવાય છે કે તેમાં પાંચ કૂવા બનાવવાનો પ્રોજેક્ટ હતો એટલે તે વિસ્તાર પાંચ કૂવા તરીકે ઓળખાય છે. એક કૂવો હાલ છે.
આ યોજના અંતર્ગત વડગામ તાલુકાના પિલુચા અને નાગરપુરા વચ્ચે કૂવા બનાવ્યા હતા અને તેમાં બહુ મોટી ક્ષમતા વાળી મોટરો મૂકીને પાઇપલાઇન દ્વારા પાણી લઈ જવાતું હતું.
આર સી સી ના કૂવાના ઉપર પતરાની કેબિન બનાવી હતી અને તેમાં ઓપરેટિંગ સિસ્ટમ બેસાડી હતી.
આ પાઇપલાઇન બે ફૂટ એટલે કે ચોવીસ ઇંચ ના વ્યાસની હતી જે હાલમાં પણ હયાત છે.
જ્યારે ડેમ બની ગયા પછી પાણી ઓછું થયું તો તે કૂવા સુધી પાણી આવતું. પણ બહુ મોટા પ્રમાણમાં પાણી ખેંચાતું એટલે તે કુવાથી આગળ ના વધતું.
એવું કહે છે કે હીરવાની વિસ્તાર આપણા વિસ્તાર કરતાં ઊંચો છે. જો હિરવાણી વિસ્તારમાં વહેતી નર્મદા કે ધરોઈની નહેરનું પાણી આ પાઇપ લાઈનમાં વાળવમા આવે તો સરળતાથી નદીમાં પાણી વહેવડાવી શકાય.