વડગામમાં પુરબિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.

Purabiya-3કોઈ પણ વ્યક્તિ કે સમાજ જન્મે નહી પણ કર્મ થી ઉજળો બનતો હોય છે તેની પ્રતિતિ આપણને અવારનવાર જોવા મળતી હોય છે, અનુભવવા મળતી હોય છે. વ્યક્તિ કે સમાજ ના વિચારો અને કાર્યો એમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. સકારાત્મક વિચારો અને કાર્યો થકી ઉજળી આવતી કાલ માટે જે સમાજ સતત મથતો હોય અને એમાંય જ્યારે આ કાર્ય યુવાનો ઉપાડે ત્યારે તેના સારા પરિણામો મળતા હોય છે… કંઈક આવું જ કાર્ય વડગામના પુરબીયા સમાજના યુવાનોએ બ્રહ્માણી યુવક મંડળની રચના થકી છેલ્લા કેટલાક વર્ષો થી ઉપાડયું છે જેની ફળશ્રુતીરૂપે પુરબીયા સમાજના કેટલાય નવયુવાનો વ્યસનમુકત બન્યા છે સાથે સાથે નોકરી ઘંઘામાં નોંધપાત્ર પ્રગતિ કરી ચૂક્યા છે. બધા સાથે મળી ધાર્મિક પ્રસંગો ખાસ કરીને ગણેશોત્સવની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરે છે. અન્ય ઊજળીયાત કોમને પણ સન્માન સાથે આમંત્રિત કરે છે અને એ રીતે ગ્રામ્ય એકતામાં પણ મહત્વનો ફાળો આપે છે. આજ સુધી અનેકાનેક સામાજિક વિકાસ ની પ્રવૃત્તિ ઓ કરી ચૂક્યા છે. જે અંતર્ગત આ વર્ષે પણ તા. ૧ લી જુલાઈ ૨૦૧૮ ના રોજ પુરબીયા સમાજના તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ નું સફળતાપૂર્વક નું આયોજન પુરબીયા સમાજના યુવા સંગઠન શ્રી બ્રહ્માણી યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તાલુકાના વિવિધ સમાજના અગ્રણીઓ એ ખાસ ઉપસ્થિત રહી પુરબીયા સમાજના યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

શ્રી બ્રહ્માણી યુવા સંગઠન વડગામ ના પ્રમુખ રાજુભાઇ પુરબીયા અને તેમની સમગ્ર ટીમ ને સમાજ ઉપયોગી કાર્ય બદલ   વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.