વડગામની દિકરીઓને કંઠે આધ્યશક્તિ નોન સ્ટોપ ગરબા-૨૦૨૨
ઋચા અને ઋજુ ગીત સંગીત ક્ષેત્રે ધાણધારનું ઘરેણું. મોરના ઈંડાને ચીતરવા ન પડે એમ ધાણધાર મલકનું ગુજરાતમાં ગુંજતુ નામ એટલે વડગામ તાલુકાના કોદરામના વતની એવા મિત્ર પ્રશાંત કેદાર જાદવની બંન્ને દિકરીઓ ઋચા અને ઋજુ બન્નેને સંગીત સંસ્કાર વારસામાં મળ્યા છે એ તો તમે આદ્યશકતિ નોન સ્ટોપ ગરબા બન્ને દિકરીઓના મુખે જુગલબંધીમાં સાંભળશો એટલે ખ્યાલ આવી જશે કે જન્મજાત મળેલ સંગીતના વારસાની અભિવ્યક્તિ કેવી હોય છે.