મજાદર (વડગામ) ના યુવાનની રમત-ગમતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ નોંધપાત્ર સિધ્ધી.
તા. ૦૯.૧૨.૨૦૧૮ થી ૧3.૧૨.૨૦૧૮ દરમિયાન નવી દિલ્હી મુકામે આયોજિત નેશનલ કક્ષાની International Blind Sport Federation ની વિવિધ સ્પર્ધાઓમાં વડગામ તાલુકાનું મજાદર ગામ કે જે રામદેવપીર તિર્થસ્થાન તરીકે ગુજરાતભરમાં જાણીતું છે તે ગામના યુવાન સંજયસિંહ માનસુંગજી રાઠોડે લાંબીકૂદમાં સિલ્વર મેડલ અને ભાલાફેંકમાં બ્રોંઝ મેડલ મેળવી અનુક્રમે રૂ. ૨૦,૦૦૦ અને રૂ.૩૦,૦૦૦ એમ કુલ રૂ. ૫૦,૦૦૦/- નું ઇનામ મેળવ્યું હતું.
આ જ રીતે ગુજરાત સરકાર દ્વારા ૧૭.૧૨.૨૦૧૮ના રોજ ભૂજ મુકામે આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધામાં લાંબીકૂદ અને ભાલાફેંકની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તો ૧૦૦ મીટર દોડમાં બ્રોંઝ મેડલ મેળવી કુલ રૂ.૨૫,૦૦૦ નું ઇનામ મેળવ્યું હતું.
અત્રે ખાસ નોંધ એ પણ લેવી જોઈએ કે વડગામ તાલુકાના ભરકાવાડાના વતની શ્રી વિરજીભાઈ રઘનાથભાઈ ચૌધરી એક કોચ તરીકે જિલ્લાના યુવાનોને મહત્વપૂર્ણ માર્ગદર્શન પુરૂ પાડી જિલ્લાના યુવાનોને રાજ્ય તેમજ રાષ્ટ્રિય લેવલે આગળ લાવવામાં મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. મજાદરના સંજયસિંહ રાઠડને પણ આ જ રીતે પ્રેરણા અમે તાલિમ આપી વડગામના આ યુવાનમાં છુપાયેલી Sport Spirit ને ઉજાગર કરી સફળતા અપાવવામાં ભાઈ શ્રી વિરજીભાઈએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
હા તો આપણે આ મજાદરના યુવાન વિશે થોડી વધુ વિગતો મેળવીએ તો સૌ પ્રથમ જવાહર નવોદય વિધ્યાલયમાં દાંતિવાડા અભ્યાઅ દરમિયાન સંજયને રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું અને આ ક્ષેત્રે આગળ વધી શકાય તે હેતુ તે જવાહર નવોદય વિધ્યાલય ભરૂચ મુકામે અભ્યાસ અર્થે ગયો ત્યાં તેને સારુ એવું પ્રોત્સાહન મળ્યું અને રમત-ગમત માં ભરપુર પ્રેક્ટિસ કરી અને ત્યાંથી નેશનલ રમવા ગયો. અને તેના પછી ધોરણ-૧૨ પાસ આઉટ કરી કોલેજ કરવા માટે પાટણની HNGU માં BSW વિભાગમાં એડમીશન મેળવ્યું અને દરમિયાન યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ ઉપર દરરોજ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી અને ત્યાર બાદ ઉપર જણવેલ સ્પર્ધાઓમાં કોચ શ્રી વિરજીભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે જવલંત સફળતા હાંસલ કરી. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો મજ્બૂત ઇરાદાઓ સાથે સતત પ્રયત્નશીલ રહેવું પડતું હોય છે જેનું ઉત્તમ ઉદાહરણ વડગામના મજાદર ગામના યુવાન સંજયસિંહે પુરૂ પાડ્યું છે. વડગામને ખેલ જગતમાં ગૌરવ બક્ષનાર સંજ્યને તેમજ કોચ વિરજીભાઈને વડગામ.કોમ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવે છે.