વિશ્વાસનું વાવેતર.
લગલગાટ ૩૩ વર્ષ સુધી અતૂટ ભાગીદારીમાં કોઈ ધંધાકીય સાહસ ચાલતું હોય તો ? એક બે નહિ પુરા પાંચ ભાગીદારો સાથે અને તે પણ અલગ અલગ વિસ્તારના ભાગીદારો વચ્ચે. કળયુગ નાં પ્રભાવમાં વધુમાં વધુ કલ્પના કરીએ તો મોટાભાગે ભાગીદારી માં થતા કોઈ પણ ધંધાકીય સાહસ વધુમાં વધુ એક બે કે પાંચ વર્ષ સુધી ટકે અને પછી અવિશ્વાસનું વાતાવરણ સર્જાય અરે ભાઈ ભાઈ વચ્ચે કે કુટુંબ નાં સભ્યો હોય , એક જ સમાજ, ગામ માંથી આવતા હોય છતાં ભાગીદારીનો ધંધો આટલા વર્ષો સુધી ટક્યો હોય તે તો ક્યાંક અપવાદ જ જોવા મળશે.
આજે વાત કરવી છે સુરત શહેર માં છેલ્લા ૩૩ વર્ષથી Construction નાં ધંધામાં વિશ્ચાસ નાં વાવેતર સાથે બીજી પેઢી સુધી સતત વિકસી રહેલી કંપની સરગમ બિલ્ડર્સ ની અને ખાસ એટલા માટે કે આ કંપની નાં એક ભાગીદાર છે એવા મારા મિત્ર વડગામ તાલુકાના કોદરામ ગામના વતની શ્રી મનોજભાઈ નાં પિતાશ્રી આદરણીય લવજીભાઈ પ્રજાપતિ. કેવું વિશ્વાસનું વાવેતર આ મહાનુભાવો એ કર્યું હશે કે આજે તેમની બીજી યુવાપેઢી પણ એ જ એકતા અને સમજદારી ની ભાવના સાથે પોતાની કંપનીને સતત પોતાના વડીલોનાં માર્ગદર્શન નીચે વિશ્વાસપૂર્ણ વાતાવારણ માં આગળ ધપાવી રહ્યા છે.
સંઘર્ષપૂર્ણ જીવનની શરૂઆતમાંથી ઉદ્દભવતી સમજ ની સાથે લાગણીનાં અતૂટ બંધન કદાચ વધુ કામ આવતા હશે આટલા વર્ષો સુધી ભાગીદારીના ધંધામાં એકબીજામાં વિશ્વાસ અકબંધ રાખવામાં…!!
ભાગીદારીમાં નવીન ધંધાકીય સાહસ વિકસાવી રહેલા યુવાનો માટે સરગમ બિલ્ડર્સનાં વિકાસ ની ગાથા કદાચ ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની શકે તેવી શુભેચ્છાઓ સાથે સરગમ માટે સરગમ બિલ્ડર્સનાં તમામ ભાગીદારો ને સફળતાપૂર્વક ધંધાકીય સાહસમાં ૩૩ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન.
નીતિન એલ. પટેલ [ વડગામ ]