વડગામના આદરણિય શ્રી સેવંતીભાઈ શાહની સફળતાના રહસ્યો.

S P Shah -4અનુભાઈ તેજાણીના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ અંતર્ગત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને શ્રી હરિરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘મોર્ડન મેનેજમેન્ટ ટેકનિક્સ’ સિરીઝ હાલમાં રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ ના સમયગાળા દરમ્યાન તારામોતી હોલ,એમ.ટી.બી.આર્ટસ કોલેજ કેમ્પસ, અઠવાલાઇન્સ, સુરત ખાતે ચાલી રહી છે. જેમાં છઠ્ઠા દિવસે વિદ્યાર્થીઓને વિનસ જ્વેલના ચેરમેન અને સ્થાપક શ્રી સેવંતીભાઈ શાહએ પોતાની સફળતાના રહસ્યો વિશે વાત કરી હતી.

S P shah - 1આજે બુધવાર,તા.૨૫ જાન્યુઆરી,૨૦૧૭ના રોજ આ સિરીઝ અંતર્ગત ડાયમંડ લુથરા ગ્રુપ ઓફ કંપનીઝના  ચેરમેન શ્રી ગિરીશ લુથરા પોતાના વિચારો પ્રસ્તુત કરશે.

શ્રી સેવંતીભાઈ શાહના વક્તવ્યના મુખ્ય અંશો અહીં પ્રસ્તુત છે.

ભણવાનું છોડી દીધું, શીખવાનું નહીં છોડ્યું : સેવંતી શાહ

‘સુરતનીકોલેજમાં એડમિશન લેવાનું હતું, મોડું થયું અને મન બદલાઇ ગયું. હીરા શીખવા માંડ્યો અને પછી કારખાનું ચાલુ કર્યું. બીજા કરતાં અલગ કરવું એવો મારો અભિગમ હતો અને એવું કર્યું પણ ખરું. મેં ભણવાનું છોડી દીધું પણ શીખવાનું ક્યારેય નહીં છોડ્યું. આ વાત સેવંતીભાઈ શાહે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા મોર્ડન મેનેજમેન્ટ ટેકનિક્સ પર યોજાયેલા સેમિનારમાં કહી હતી.

બધા કરતા કંઇક અલગ કરો….
પહેલેથી નક્કી હતું કે, આપણે બધાથી અલગ કામ કરવું, કારખાનું ચાલુ કર્યા પછી અભિગમ મેં અમલમાં મુક્યો. સરકારી કાયદા પ્રમાણે કામ કરવાનું નક્કી કર્યુ. અમે કર્મચારીઓને 12 કલાકની જગ્યાએ 8 કલાક કામ કરાવતા હતા.

ગુણવત્તાયુક્ત કામ જ કરવું જોઈએ…
એક સમય એવો હતો કે, ત્યારે હીરાના ભાવ અને તેના લેબર ચાર્જમાં લાંબા સમય સુધી વધારો નહોતો થયો. 1978માં મે મનોમંથન કરીને લેબર ચાર્જ ડબલ કર્યો. જેના કારણે માર્કેટમાં હાહાકાર મચી ગયો. બીજી બાજુ લેબર પણ ખુશ થઈ ગયા હતા અને અમારા કામની ગુણવત્તા વધી હતી.

કર્મચારીઓની સાઈકોલોજી…

મોટા ડાયમંડનું પ્રોડક્શન ચાલુ કરવામાં આવ્યું ત્યારે તમામ કર્મચારીની સાઇકોલોજી બદલવાની જરૂર હતી. સામાન્ય રીતે હું 9 વાગ્યે ઓફિસ જતો હતો. ત્યારે આવા સમયે મેં રોજ 8 વાગ્યે ઓફિસ જવાનું ચાલુ કરી દીધું હતું. કર્મચારીની સાઈકલોજી બદલવા માટે તેમનો પગાર બમણો કરી દીધો.

S P shah - 2સભાની શરૂઆતમાં શ્રી સેવંતીભાઈ શાહે દીપ પ્રાગટ્ય કર્યું હતું. સ્વાગત પ્રવચન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી યતીશભાઈ પારેખે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ વાઈસ ચેરમેન શ્રી સી.એસ.જરીવાલાએ પ્રસ્તુત કરી આ સિરીઝની જરૂરિયાત સૌને સમજાવી હતી. મહેમાનોનું સ્વાગત વી.ટી.ચોકસી કોલેજના આચાર્ય ડૉ.વિનોદભાઈ પટેલ  અને ડૉ. નરેન્દ્રભાઈ ગાંધીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું.