સરસ્વતી કન્યા વિદ્યાસંકુલ વડગામામાં દિક્ષાંત સમારંભ યોજાયો.

1

વડગામમાં શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાસંકુલમાં તા.૨૯.૦૨.૨૦૨૦ ના રોજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓના દિક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. અમૂલ્ય એટલા માટે કે વડગામ તાલુકામાં આવેલી એક માત્ર કન્યા વિદ્યાલય કે જેની શરૂઆત ૧૯૯૧માં થઈ હતી એમાં શિક્ષણ મેળવી રહેલી સર્વસમાજની બાળાઓ માટેની સર્વાંગી વિકાસલક્ષી પ્રવૃતિઓથી સૌ પ્રથમ વાર અવગત થવાયું. મારાં મતે શિક્ષણ અને કેળવણીમાં થોડોક તફાવત રહેલો છે. શિક્ષણ રોજગારી આપે છે તો કેળવણી એ જીવન કેવી રીતે જીવવું એની સમજ આપે છે . મને એ વાત જાણીને ખૂબ આનંદ થયો કે અમારા તાલુકાની એક માત્ર કન્યા વિદ્યાલય માં બાળાઓને શિક્ષણની સાથે કેળવણી આપવાનુ ભગીરથ કાર્ય પણ ઉત્કૃષ્ટ રીતે ચાલી રહ્યુ છે તેની પ્રતિતિ મને સમગ્ર કાર્યક્ર્મ દરમિયાન અનુભવવા મળી. એટલું જ નહી આ શૈક્ષણિક સંસ્થા સરકારના ક્ન્યા કેળવણી અભિગમ અંતર્ગત તાલુકાની કન્યાઓને શાળાકિય શિક્ષણ પુરુ પાડી તાલુકામાં ક્ન્યા કેળવણીનો દર વધારવામાં નિમિત્ત બની છે જે એક શાળાની વિશિષ્ઠ ઊપલબ્ધિઓ પૈકી ગૌરવપૂર્ણ સિધ્ધિ છે. આ ઉપરાંત રમત-ગમત, યોગ, સાંસ્કૃતિક કાર્યક્ર્મ હોય કે પછી વિવિધ શાળાકીય સ્પર્ધાઓ હોય સરસ્વતિ ક્ન્યા વિદ્યાલયની બાળાઓએ તાલુકાથી માંડી રાષ્ટ્રિયકક્ષાએ એ નોંધપાત્ર દેખાવ કરી શાળા તેમજ વડગામ તાલુકાનું નામ રોશન કર્યુ છે. આજ ના કાર્યક્રમ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે તેમજ વિવિધ શળાકિય પ્રવૃતિઓમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કન્યા વિધ્યાસંકુલની સ્થાપના થકી કન્યા કેળવણીમાં સહાયકરૂપ બનનાર મુખ્ય દાતાશ્રીઓ સર્વ શ્રી ચંદનસિંહ રાણા, શ્રી કાળુજી સોલંકી, શ્રી બલવંતસિંહ રાજ્પૂત તેમજ સંસ્થાની પ્રગતિમાં સહાયરૂપ બનનાર અન્ય નામી-અનામી દાતાશ્રીઓ, શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંસ્થાના દ્રષ્ટિવંત પ્રમુખ શ્રી લક્ષમણસિંહ રાઠોડ, તેમજ વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપી તેમની પ્રગતિમાં સહાયરૂપ બનનાર શાળા સ્ટાફગણ તેમજ સમગ્ર શાળા પરિવારને www.vadgam.com અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

3