ટોરેન્ટ ગ્રુપ નાં માતૃશ્રી સુશ્રી શારદાબેન ઉત્તમભાઈ મહેતા વતનની શુભેચ્છા મુલાકાતે પધાર્યા.

shrdaaben visit -memdapur-1

સ્વ. ઉત્તમભાઈ એન. મહેતા ( યુ.એન.મહેતા ) જગતમાં જાણીતું નામ છે. ટોરેન્ટ ગ્રુપ ની ધંધાકીય સફળતાની આપણ ને જાણ છે. તેની ઝળહળતી સફળતા પાછળ આદરણીય સ્વ. ઉત્તમભાઈ નો સંઘર્ષ પ્રેરણારૂપ છે. સ્વ. ઉત્તમભાઈ પરીવાર દ્વારા અનેક સામાજિક કાર્યો પણ થયા છે થતા રહ્યા છે. માદરે વતન વડગામ તાલુકાનાં નાનકડા ગામ મેમદપુરમાં રેફરલ હોસ્પિટલનું નિર્માણ કરીને સ્વ. ઉતમભાઈ પરિવારે માદરે વતનનું ઋણ ઉત્તમ રીતે અદા કર્યું છે. શ્રી યુ.એન.મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ અને સુશ્રી શારદાબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ટોરેન્ટ ગ્રુપ દ્વારા અદ્યતન સગવડ ધરાવતા સામુહિક આરોગ્ય કેન્દ્ર નું લોકાપર્ણ કરાયું જેનું ઉદ્દઘાટન તા. ૧૪.૦૬.૧૯૯૨ નાં રોજ તત્કાલીન આરોગ્ય મંત્રી સ્વ.બાબુભાઈ વાસણવાળા નાં હસ્તે થયું હતું. આજે મેમેદપુર માં આવેલી આ હોસ્પિટલ અનેક જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન છે.

shardaben visit-memadpur-2

તાજેતરમાં શ્રી યુ.એન.મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ અને સુશ્રી શારદાબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ટોરેન્ટ ગ્રુપનાં માતૃશ્રી આદરણીય સુશ્રી શારદાબેન ઉત્તમભાઈ મહેતા માદરે વતન મેમદપુરમાં આ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. પોતાના ટ્રસ્ટનાં માધ્યમથી નિર્મિત આ હોસ્પિટલમાં અંદાજીત ૨ કલાક રોકાઈ ને હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેટ ડૉ .રણજીતસિંહ ગઢવી સાથે હોસ્પિટલની કામગીરી વિષે ખૂબ જ લાગણીપૂર્વક માહિતી મેળવી હોસ્પીટલની કામગીરી, સ્વચ્છતા તેમજ શિસ્ત થી ખૂબ જ પ્રભાવિત થઇ ઊંડા સંતોષની લાગણી અનુભવી હતી. હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેટ ડૉ .રણજીતસિંહ ગઢવી દ્વારા આદરણીય સુશ્રી શારદાબેન મહેતા નું શાલ અને મહાવીર ભગવાન ની મૂર્તિ અર્પણ કરી યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આદરણીય શારદાબેન દ્વારા શ્રી યુ.એન.મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ અને સુશ્રી શારદાબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ટોરેન્ટ ગ્રુપ વતી હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેટ ડૉ .રણજીતસિંહ ગઢવીની કામગીરી ને બિરદાવી રૂ. ૧,૦૦,૦૦૦/- નો ચેક અર્પણ કરી આવનારા ભવિષ્ય માં હોસ્પિટલ જરૂરીયાતમંદ લોકોને ઉતમ સેવા પ્રદાન કરતી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

shardaben-meamdpur-visit-4

આ પ્રસંગે શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ, શ્રી એમ.ડી.રાઠોડ, શ્રી દિલીપભાઈ મહેતા અને શ્રી દેવલભાઈ ઝવેરી વગેરે મહાનુભાવો પણ હોસ્પિટલ ની મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા.

www.vadgam.com શ્રી યુ.એન.મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ અને સુશ્રી શારદાબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ટોરેન્ટ ગ્રુપની વતન પ્રત્યેની લાગણી ને બિરદાવી અભિનદન પાઠવે છે.